પરિવારને વાયરલ બીમારીથી બચાવવા માટે અજમાવો જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદના આ ઉપાય

હિંદુ ધર્મમાં વેદોને જીવનનો આધાર માનવામાં આવે છે. સૃષ્ટિના પ્રારંભથી લઈને અંત સુધીની તમામ બાબતો વેદોમાં લખી છે. ચાર વેદોમાં એક વેદ અથર્વવેદ છે જેનાથી આયુર્વેદનો જન્મ થયો છે. આયુર્વેદમાં કેટલાક પ્રકારની ઔષધિઓ અને મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો પ્રયોગ કરવામાં આવે તો ગંભીર રોગો પર કાબૂ મેળવી શકાય છે. હાલ વાયરલ બીમારીને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અને આયુર્વેદમાં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે જેનાથી વાયરલ રોગ પર કંટ્રોલ લાવી શકાય છે. પંડિત રાકેશ ઝા પાસેથી જાણો જ્યોતિષ અને આયુર્વેદના કેટલાક ઉપચારો જેનાથી તમારૂં ઘર રોગાણુથી મુક્ત રહેશે સાથે જ સકારાત્મક ઉર્જાના પ્રભાવથી તમે સ્વસ્થ રહેશો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કપૂર
આપણા ધર્મ ગ્રંથોમાં કપૂરને ખૂબ જ શુદ્ધ માનવામાં આવ્યું છે. આજકાલ કપૂર કેમિકલમાંથી પણ બનાવવામાં આવે છે જ્યારે અસલી કપૂર વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે. કપૂરને જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહથી સંબંધિત માનવામાં આવ્યું છે. રાહુ, કેતુ તેમજ શનિ એમ ત્રણેય ગ્રહ જેનો સંબંધ રોગોથી છે, તેઓ કપૂરથી શાંત રહે છે. શુક્રને ગ્રંથોમાં રાહુ-કેતુનો ગુરુ માનવામાં આવે છે. તેથી જ્યાં શુક્ર પ્રબળ થાય છે ત્યાં કેતુ અને રાહુનું બળ ઓછું થઈ જાય છે.

શનિની સાથે પણ શુક્રનો સારો મેળ છે. આયુર્વેદ અને જ્યોતિષ પ્રમાણે જે ઘરમાં નિયમિત બે કે ત્રણવાર કપૂરનો ધૂપ કરવામાં આવે છે ત્યાં રોગાણું શાંત રહે છે અને તેની અસર ઓછી થઈ જાય છે. તેથી પ્રાચીન કાળથી જ હવન અને પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂરનો ધુમાડો વાતાવરણને શુદ્ધ રાખે છે.

લોબાન
વાયરલ રોગોમાં રાહુ, કેતુ અને શનિનો મહત્વનો ફાળો હોવાનું માનવામાં આવે છે. શનિ જનતાનો કારક છે, લોકોમાં રોગનો સંચાર શનિના કારણે થાય છે જ્યારે આવા રોગોનો જન્મ અને તેનું ઘાતક બનવાનું કામ રાહુ-કેતુનું છે. આ ગ્રહોની શાંતિ માટે અને તમારા ઘરમાં તેના પ્રવેશને રોકવા માટે નિયમિત લોબાનનો ધૂપ કરો. આયુર્વેદમાં લોબાનને કેટલાક રોગોનો નાશ કરનારું કહેવાયું છે.

જટામાંસી
ઘણા જ્યોતિષો વાયરલ રોગોને કુદરતી આફત પણ માને છે, જેનો સંબંધ મંગળ સાથે હોવાનું કહેવાય છે. આ સમય મંગળ અને શનિનિ સ્થિતિ કંઈક એવા પ્રકારની બની છે જે શુભ ફળદાયી નથી. શનિ જ્યારે-જ્યારે મકર રાશિમાં આવ્યો છે ત્યારે-ત્યારે જન-ધનની હાનિ થઈ છે. 22 માર્ચથી શનિની સાથે મંગળનો મકર રાશિમાં સંયોગ થવા જઈ રહ્યો છે, જેનાથી દુનિયાના અલગ-અલગ દેશોમાં લોકો પ્રાકૃતિક આફતથી પરેશાન થઈ શકે છે. મંગળના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે જટાંમાસીને લોબાન સાથે સળગાવવાથી અશુભ ગ્રહોનો પ્રભાવ દૂર કરે છે. આયુર્વેદમાં જટાંમાસીને રોગપ્રતિકારક ક્ષમતા વધારનારી તેમજ રોગનો નાશ કરનારી ગણાવાય છે.

લસણ
ધાર્મિક માન્યતાઓ અનુસાર લસણ અને ડુંગળીનું સેવન વ્રતમાં ન કરવું જોઈએ. આ પાછળનું કારણ એ છે કે તેનો સંબંધ રાહુ અને કેતુ સાથે છે. નિયમિત લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેના સેવનથી શરીરમાં કેતુનો પ્રભાવ વધે છે, જેનાથી રોગ જલ્દી પ્રભાવિત નથી કરતું.

બેંક બેલેન્સ વધારવું હોય તો આ ઉપાય અજમાવી જુઓ 



source https://www.iamgujarat.com/health-news/astrology-remedies-for-viral-diseases-532230/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?