કોરોના વાયરસ છે કે સામાન્ય તાવ? ડૉક્ટરની મદદ વિના આ રીતે જાણો
સામાન્ય તાવ કે કોરોના? ઘરે બેઠાં આ રીતે જાણો તાળ-કળતર, કફ, શરદી થલી – આ તમામ સામાન્ય તાવ, ફ્લૂ, ઋતુ અનુસાર એજર્લી અને કોરોના વાયરસ તમામના લક્ષણ એક જેવા જ હોય છે. જ્યારે મોટાભાગના લોકોના મનમાં એ સવાલ ઉઠે છે કે, આખરે એ કેવી રીતે જાણી શકાય કે, પોતાને સામાન્ય તાવ છે કે કોરોના વાયરસ? આને સમજવા માટે તમારે આ તમામના લક્ષણોની વચ્ચેના અંતરને સમજવું પડશે. તમે ઘરે બેઠાં જ લક્ષણોના આધારે જાણી શકો છો કે, તમને કોરોનાના લક્ષણ છે કે પછી તે સામાન્ય ફ્લૂ છે. કોરોના વાયરસ અથવા કોવિડ-19 કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી આખા વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. તેના લક્ષણ ખૂબ જ સામાન્ય છે. તેમાં રોગીને સામાન્ય તાવ આવે છે. જોકે, કોવિડ-19માં રોગી ખૂબ જ બીમાર થઈ શકે છે. ઉદાહરણ તરીકે – હ્રદય રોગ, ફેફસાંના રોગ, ડાયાબિટિસ જેવી બીમારીઓથી પીડિત ઉંમરલાયક અથવા કોઈપણ ઉંમરના લોકોને આનાથી વધુ ખતરો છે. કોરોનાની અત્યારે કોઈ જ સારવાર કે રસી નથી. આ છે Covid-19ના લક્ષણ તાવ અથવા ઠંડી સાથે તાવ આવવો સૂકો કફ શ્વાસ લેવામાં તકલીફ થાક માથાનો કે શરીરનો દુ:ખાવો ગળામાં ખરાશ નાક વહેવું, સાઈનસ કન્જેશન અને શ્વાસ લેવામાં તકલીફ કોવિડ-19ના સામાન્...