Posts

Showing posts from February, 2020

ખતરનાક હોય છે પગ પર પગ ચડાવીને બેસવું, સ્વાસ્થ્ય પર થાય છે આવી અસર

વાત જ્યારે બોડી લેંગ્વેજ અને સ્ટાઈલિંગની આવે ત્યારે ક્રોસ લેગ (પગ પર પગ ચડાવીને બેસવું અથવા આંટી મારીને બેસવું) કરીને બેસવું તમે આત્મવિશ્વાસથી છલોછલ છો તેમ દર્શાવે છે. મોટાભાગના લોકોને આ રીતે બેસવાની આદત હોય છે. આ રીતે બેસવામાં સરળતા રહે છે. જો કે, આ રીતે બેસવું શરીર માટે નુકસાનકારક છે. હેલ્થ એક્સરપર્ટ્સનું માનવું છે કે, આ રીતે બેસવાથી બ્લડ પ્રેશર અને વેરિકોઝ વેન્સ જેવી સમસ્યા વધે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો બ્લડ પ્રેશર પર અસર ઘણા હેલ્થ સ્ટડીમાં આ વાત સાબિત થઈ છે કે એક પગ પર બીજો પગ ચડાવીને બેસવાથી નર્વ્સ સિસ્ટમ પર દબાણ આવે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. આ જ કારણે બીપીના દર્દીઓએ આ રીતે બેસવાનું ટાળવું જોઈએ. સાથે જે લોકોને બીપીની સમસ્યા ના હોય તેમણે પણ લાંબા સમય સુધી ક્રોસ લેગની પોઝિશનમાં બેસવું ના જોઈએ. બ્લડ સર્ક્યુલેશન પર અસર ક્રોસ લેગ કરીને બેસવાથી માત્ર બ્લડ પ્રેશર પર અસર નથી થતી પરંતુ બ્લડ સર્ક્યુલેશન પણ ડિસ્ટર્બ થાય છે. આમ થવાનું કારણ છે કે જ્યારે એક પગ પર બીજો પગ ચડાવીને બેસવાથી બંને પગમાં બ્લડ સર્ક્યુલેશન સરખા...

બાળકને મસાલેદાર ભોજન આપવાનું ક્યારથી શરૂ કરવું? જાણો યોગ્ય સમય અને માત્રા વિશે

બાળક છ મહિનાનું ન થાય ત્યાં સુધી તેને માત્ર માનું દૂધ આપવું જોઈએ. માતાના દૂધમાં તે તમામ પોષક તત્વો હોય છે જેની બાળકને ખૂબ જરૂર હોય છે. છ મહિનાના બાળકને માતાના દૂધ સિવાય પાણી પણ અપાતું નથી. છ મહિના બાદ જ તેને દૂધ અને અન્ય હળવો ખોરાક આપવામાં આવે છે. દરેક માતા ઈચ્છે છે કે તેનું બાળક સ્વસ્થ અને નિરોગી રહે. તેથી જ છ મહિના બાદ બાળકને દાળનું પાણી, ખીચડી, સફરજનનો પલ્પ આપવામાં આવે છે. જ્યાકે બાળક સ્વાદિષ્ટ વસ્તુ ખાવા લાગે છે, ત્યારે માતા પણ તેને મસાલેદાર ભોજન ખવડાવવા ઈચ્છે છે. જો કે બાળકને મસાલેદાર ભોજન આપતા પહેલા માના મનમાં તે સવાલ જરૂરથી થાય છે કે બાળકને ક્યારથી અને કેટલી માત્રામાં તેવો ખોરાક આપવો જોઈએ. જાણો, બાળકને કઈ ઉંમરથી કેટલી માત્રામાં મસાલેદાર ભોજન આપવું જોઈએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: બાળકને ક્યારે ખવડાવશો મસાલેદાર ભોજન બાળકને મસાલેદાર ભોજન 9 મહિના અથવા 1 વર્ષ બાદ આપવું જોઈએ, છ મહિનાના બાળકનું પાચન તંત્ર નબળું હોય છે. જે મસાલાને સરખી રીતે પચાવી શકતું નથી. તેનાથી બાળકની તબિયત ખરાબ થઈ જાય છે. હંમેશા યાદ રાખો કે બાળકને કાચા મસાલા...

પેટની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે ત્રિફળા અને તેનું ચૂરણ

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો. source https://www.iamgujarat.com/health-news/benefits-of-trifala-churan-and-health-benefts-530127/

હંમેશાં ઘરમાં રાખો હરડે, પેટની સમસ્યામાંથી મળશે રાહત

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો. source https://www.iamgujarat.com/health-news/health-benefits-of-food-called-harade-530129/

વાળમાં લગાવો ભાતનું પાણી ક્યારેય હેર ફોલ નહીં થાય

પોતાની એન્ટિઓક્સિડેન્ટ પ્રોપર્ટિઝ અને ન્યુટ્રિશનથી ભરપૂર હોવાના કારણે ભાતનું પાણી સ્કિન અને વાળ બંનેના આરોગ્ય માટે ખૂબ જ ઉત્તમ છે. ભાતના પાણીનું નિયમિત સેવન ફક્ત આરોગ્ય સુધારે છે તેટલું જ નહીં પરંતુ તમારી ત્વચા પણ ગ્લોઇંગ અને હેલ્ધી બનાવે છે. જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો તો આ ભાતના ઓસામણથી વાળ ધોવા તમારી મુશ્કેલીને દૂર કરી શકે છે. આવું હેલ્થ અને બ્યુટી એક્સપર્ટનું પણ માનવું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ રીતે કરે છે કામ એક્સપર્ટ્સનું માનવું છે કે ચોખામાં લગભગ 75-80 ટકા સ્ટાર્ચ હોય છે. તેવામાં ભાતનું ઓસામણ ખુલ્લા વાસણમાં ભાત બનાવતા સમયે તૈયાર થયેલ ચોખાનું સ્ટાર્ચ યુક્ત પાણી હોય છે. જેને સ્ટોર કરવું અને વધારેવાર સાચવી રાખવું મુશ્કેલ પડે છે. આ કારણે જ ખૂબ ઉપયોગી હોવા છતા હજુ પણ બ્યુટી પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવો શક્ય બન્યો નથી. જોકે કોસ્મેટિક સાયન્ટિસ્ટ આ દિશામાં સતત કામ કરી રહ્યા છે. ભાતના ઓસામણમાં વિટામિન-ઈ, વિટામિન-બી, એમીનો એસિડ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ તે એન્ટિબાયોટિક્સથી ભરપૂર હોય છે. આ કારણે જ તે...

ઉનાળામાં રોજ પીવો શેરડીનો રસ, કેન્સર-પથરી જેવી બીમારીઓ દૂર રહેશે

ઉનાળો આવે એટલે ઠંડો અને તાજો શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ જાય. ભરબપોરે તાજો શેરડીનો રસ પીવાની મજા જ કંઈક અલગ હોય છે. શેરડી રસ આમ તો બધા જ લોકોને ભાવતો હોય છે પરંતુ જેમને ના ભાવતો હોય તેમણે શેરડીના રસ પીવાથી થતાં ફાયદા વાંચી લેવા. શેરડીના રસમાં અનેક પોષકતત્વો રહેલા છે. આ સિવાય શેરડીમાં કેન્સર સામે લડવાનો ગુણ પણ રહેલો છે. માત્ર કેન્સર જ નહીં પથરી કાઢવામાં પણ શેરડીનો રસ ઉપયોગી સાબિત થાય છે. વિગતે જાણો શેરડીનો રસ પીવાથી કયા-કયા લાભ થાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કેન્સર સામે લડવામાં મદદ કરે શેરડીના રસમાં એન્ટી-કેન્સર ગુણ રહેલો છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકી જાય છે. જેના લીધે તમે કેન્સરના ખતરાથી બચી જાવ છો. પથરી દૂર કરવામાં મદદ કરે શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે. ડૉક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપે છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણ ધીમે-ધીમે પથરી પીગળી જાય છે. અંતે નાની થઈને મૂત્રમાર્ગ થકી બહાર નીકળી જાય છે. એટલે જો તમે પણ પથરીથી પરેશાન હો અથવા તેના ખતરાથી બચવા માગતા હો ત...

સલાડ ફક્ત ફાયદો જ નહીં નુકસાન પણ કરે છે, આ તમારે જાણી લેવું જોઈએ

જો તમે એવું વિચારો છો કે તમે ડુંગળી, ટમેટા, ફણસી, ગાજર, કાકડી અને કોબી જેવા શાકભાજી તેમજ સફરજન, દાડમ, કેળા, જામફળ જેવા ફળમાં લીંબુ અને મીઠું મરી નાખીને તમે જમવા સાથે લેશો તો સલાડના ખાવાના બધા જ ફાયદા મળી જશે તો તમે બિલકુલ ખોટા છો. સલાડ આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેને જમવામાં સાથે લેવું ફાયદાની જગ્યાએ નુકસાનકારક છે. ત્યારે આવો આજે અમે તમને જણાવીએ છીએ સલાડ ખાવાના કેટલાક ફાયદા અને નુકસાન અંગે. તેમજ સલાડને ક્યારે અને કઈ રીતે ખાવું જોઈએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સૌથી પહેલા તો સલાડ ક્યારે ખાવું જોઈએ? ફળોનું ફ્રુટ સલાડ બનાવી રહ્યા હોવ કે શાકભાજીનું વેજિટેબલ સલાડ. તેમાં ફાઈબર પ્રચૂર માત્રામાં હોય છે. સલાડ ખાવાથી તમારી ભૂખ શાંત થાય છે. આ માટે જ સલાડને જમવા સાથે ખાવાની જગ્યાએ તેના અડધો-એક કલાક પહેલા ખાવું જોઈએ. આવું કરવાથી જમતી વધતે તમે ઓછી રોટલી અને ભાત ખાશો જેના કારણે તમારું વજન કંટ્રોલમાં રહેશે. તેમજ સલાડ દ્વારા શરીર માટે જરુરી તમામ પ્રોટિન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મળી રહેશે. સલાડમાં ઉપરથી મીઠું ન નાખવું જો તમે સલાડમાં...

જાણો બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરની ફિટનેસનું રહસ્ય

source https://www.iamgujarat.com/health-news/fitness-secret-of-kareena-kapoor-529864/

આ ફળની છાલનો ઉપયોગ કરીને તમારી સ્કિનને બનાવો વધુ હેલ્ધી

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો. source https://www.iamgujarat.com/health-news/benefits-of-fruit-peel-529866/

આ ભારતીય કપલે સાથે જિમ શરુ કર્યું અને ગજબનું પરિણામ મળ્યું 🏋

Image
આ કપલથી તમને મળશે પ્રેરણા લીપી ઉપાધ્યાયઃ વજન વધારવું અને ઉતારવું ઘણાં કિસ્સામાં બહુ જ અઘરું બની જતું હોય છે. દરેકને ફીટ અને ફેબ્યુલસ દેખાવું પસંદ હોય છે પણ તે સહેલું નથી. તેના માટે ઘણો પરસેવો પાડવો પડે છે, દુખાવો સહન કરવો પડે છે, જેના માટે સૌથી મહત્વનું છે પ્રેરણા મળવી જોઈએ. એક્સર્સાઈઝ કરીને ફીટ બોડી બનાવ્યું હોય કે વજન ઉતાર્યું હોય તેવું ઘણી વખત સાંભળ્યું કે વાંચ્યું હશે પણ એક એવું કપલ છે જેમણે સાથે વજન ઉતારવાનું શરુ કર્યું અને ગજબનું રિઝલ્ટ મળ્યું. જો તમારી એક્સર્સાઈઝ કરવાની અને વજન ઉતારવાની ઈચ્છા હોવા છતાં શરુઆત ના કરી શકતા હોય તો આ કપલથી ઘણી પ્રેરણા મળશે. શરુઆતમાં લોકોએ મજાક ઉડાવી આ કપલે ભારે ભરખમ વજન ઉતારવાનો નિર્ણય કર્યો અને પછી શરુઆત કરીને રિઝલ્ટ પણ મેળવ્યું છે. 41 વર્ષના આદિત્ય શર્માનું વજન 72 કિલો હતું અને તેમના પત્ની ગાયત્રીનું વજન 62 કિલોગ્રામ હતું. તેમણે વજન ઉતારવા અને ફીટ બોડી બનાવવા માટે ફિટનેસ મિશન શરુ કર્યું. આદિત્ય અને ગાયત્રીએ નક્કી કર્યું કે ત્રણ મહિના સુધી તેઓ કસરત કરશે અને પોષક આહાર લેશે. શરુઆતમાં આ કપલની લોકોએ મજાક ઉડાવી પણ તેમણે હિંમત ના હારી અને પોતાના પ્...

6 મહિનાના બાળકને નિયમિત ખવડાવો આ એક ચીજ, હાડકા થશે મજબૂત તેમજ વધશે વજન

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સાબુદાણામાં સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટનું શુદ્ધ રૂપ હોય છે. આટલું જ નહીં તેમાં ઘણા બધા પોષક તત્વો પણ સામેલ હોય છે, જે બાળકો માટે ફાયદાકારક છે. જેનાથી તેમના હાડકા અને શરીરનો વિકાસ થાય છે. સાથે જ તે પૂરી રીતે સુરક્ષિત પણ છે. પરંતુ બાળક પૂરા છ મહિનાનું થઈ ગયું હોય તો વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: માંસપેશીઓનો વિકાસઃ સાબુદાણામાં ઓછી માત્રામાં પ્રોટીન હોય છે. આ શાકાહારી પ્રોટીનના નેચરલ સ્ત્રોતમાંથી એક છે. સાબુદાણા ખવડાવવાથી બાળકોની માંસપેશીઓ મજબૂત બને છે. હાકડાઓનો વિકાસઃ સાબુદાણામાં કેલ્શિયમ પણ હોય છે. શરૂઆતના મહિનાઓમાં કેલ્શિયમ બાળક માટે ખૂબ જરૂરી હોય છે. કારણ કે આ એવો સમય હોય છે જ્યારે બાળક પોતાના શરીરની તાકાતનો ઉપયોગ કરીને ચાલવાનું શીખે છે. બ્લડ સર્ક્યુલેશનઃ સાબુદાણામાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જો બાળકને રોજ સાબુદાણા આપવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન અને બ્લડ ફ્લો સારૂં થાય છે. તેનાથી બાળક એક્ટિવ અને ખુશ પણ રહેશે. વજન વધારવામાં કરે મદદઃ સાબુદાણામાં સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્ર...

બાળક મોં ખુલ્લું રાખીને ઊંઘતું હોય તો ચેતજો, નહીં તો તેને થઈ શકે છે આવુંં ગંભીર નુકસાન

નવજાત શિશુથી લઈને 10 વર્ષ સુધીના બાળકોમાં મોં ખુલ્લું રાખીને સૂવાની આદત હોય છે. આ આદત ન છૂટે તો મોટા થયા બાદ તે મુશ્કેલીમાં મૂકી શકે છે. મોં ખોલીને ઊંઘવું તે બાળકમાં બીમારીનું કારણ બની શકે છે. જે બાળક મોં ખોલીને ઊંઘે છે તેને પેટને લગતી તકલીફ પણ થઈ શકે છે. તેથી જ માતા-પિતાએ બાળકની ઊંઘવાની આદત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો બાળક મોં ખુલી રાખીને શ્વાસ લેતું હોય તો પણ ડોક્ટરને બતાવી દેવું જોઈએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: મોં ખુલ્લું રાખીને ઊંઘવાથી બેક્ટેરિયલ, દાંતોમાં કેવિટી, મોંમાં દુર્ગંધ આવવી, દાંત આડા-અવળા થઈ જવાની પણ તકલીફ થઈ જશે છે. આ સિવાય મોં ખુલ્લું રાખવાથી મોંમા ડ્રાયનેસ આવી જાય છે, જેનાથી લાળ બનતી નથી. મોં ખુલ્લું રાખીને ઊંઘતા બાળકોને થઈ શકે છે આ બીમારી મોં સાથે જોડાયેલી તકલીફ સલાઈવાની ઉણપ સિવાય દાંતમાં કેવિટિઝ, દાંતમાં ઈન્ફેક્શન, મોંમાંથી દુર્ગંધ આવવી તેમજ ઊંઘમાં ઉધરસ આવવાની તકલીફ રહે છે. દાંતનો બગડી જાય છે શેપ જે બાળક મોં ખુલ્લું રાખીને ઊંઘે છે તેનો ચહેરા અને દાંતનો શેપ પણ બગડી જવાની શક્યતા રહેલી છે. મોં ખુલ્લું રાખવ...

રોજ સવારે કરો આ કસરત, એક અઠવાડિયામાં ઘૂંટણનો દુખાવો ગાયબ થઈ જશે

Image
ઘૂંટણમાં દુખાવો રહે છે? પગમાં સામાન્ય દુખાવો પણ કેટલી તકલીફ આપે છે. ઘણીવાર તો ચાલવામાં પણ તકલીફ પડે છે. પગમાં ઈજા થઈ હોય કે ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો ચાલવામાં તકલીફ પડે છે. અગાઉ એવું હતું કે ઘૂંટણનો દુખાવો માત્ર વયોવૃદ્ધ લોકોને જ થાય છે પરંતુ હવે તો યુવાનો પણ ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ કરે છે. ઘૂંટણ શરીરના મહત્વના અંગો પૈકી એક છે. ચાલવા-દોડવામાં ઘૂંટણ જ મદદ કરે છે. પરંતુ ખાવાપીવામાં પોષકતત્વોની ઉણપ અને ખોટી કસરતના કારણે પણ ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. અહીં કેટલીક કસરત વિશે જણાવીશું જે ઘૂંટણને મજબૂત બનાવવામાં મદદ કરશે. દોડવાની ટેવ પાડો લોકો સવારે ગાર્ડનમાં ચાલવા અને દોડવા જાય છે. એમાંથી કેટલાક લોકો એવા હોય છે ગાર્ડનમાં બનાવેલા પેવર બ્લોકના રોડ પર જ દોડવા લાગે છે. જો તમે પણ આવું કરતા હશો તો ઘૂંટણના દુખાથી પીડાશો. ખેલ જગતના તજજ્ઞોનું માનીએ તો કોઈ કડક જમીન પર દોડવાથી ઘૂંટણો પર ખરાબ અસર પડે છે. માટે રનિંગ ટ્રેક અથવા ઘાસના મેદાન પર જ દોડવું જોઈએ જેથી ઘૂંટણ મજબૂત બને. સ્ક્વોટ કરો આ એક્સર્સાઈઝ કરવાની સલાહ જિમમાં પણ આપવામાં આવે છે. આ કસરત કરવાથી પગ અને ઘૂંટણની નસો ખુલી જાય છે અને માંસપેશી...

49 વર્ષની ઉંમરે પણ એકદમ યુવાન દેખાય છે મેલાનિયા ટ્રમ્પ, આ છે તેની પાછળનું સીક્રેટ

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ જેરેડ કુશનર સાથે ભારતના પ્રવાસે છે. તેમના પરિવારની ઈટિંગ હેબિટ્સની વાત કરીએ તો, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પને બીફ, નોન વેજ ફૂડ, ફ્રેન્ચ ફ્રાઈસ, પિઝ્ઝા પસંદ છે. તો બીજી તરફ તેમના પત્ની અને અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ ધ્યાન રાખે છે. જાણો તેમને કેવા પ્રકારનું ફૂડ પસંદ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ફૂટ્સ ખાવાનું પસંદ કરે છે મેલાનિયાઃ મેલાનિયાની ઉંમર ભલે 49 હોય પરંતુ તેમની ઉંમર દેખાતી નથી અને આ પાછળનું કારણ છે તેમનું હેલ્ધી ફૂડ. મેલાનિયા મોડલ પણ રહી ચૂક્યા છે અને તેથી તેઓ હેલ્ધી લાઈફસ્ટાઈલને અપનાવે છે. મેલાનિયા રોજ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર ફ્રૂટ્સ ખાય છે. સાથે જ મેલાનિયા કોઈપણ પ્રકારનું ડાયટિંગ નથી કરતી પરંતુ હેલ્ધી અને બેલેન્સ્ડ ઈટિંગમાં માને છે. બ્રેકફાસ્ટમાં ઓટમીલ અથવા સ્મૂધીઃ બ્રેકફાસ્ટની વાત કરીએ તો, મેલાનિયા પોતાના દિવસની શરૂઆત ફાઈબરથી ભરપૂર ઓટમિલ અથવા પછી ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર સ્મૂધીની સાથે કરે છે. મેલાનિયા બ્રેકફાસ્...

રોજ સવારે ભૂખ્યા પેટે ખાઓ પલાળેલા 2 અખરોટ, વજન ઘટશે તેમજ હાડકા થશે મજબૂત

હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર અખરોટ એટલે કે વોલનટ માત્ર બ્રેન હેલ્થ અને મેમરી માટે ફાયદાકારક નથી પરંતુ તમારી ઓવરઓલ હેલ્થ માટે પણ તેને બેસ્ટ માનવામાં આવે છે. અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ તેમજ ઓમેગા-3 જેવા ફેટી એસિડ હોય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: અખરોટને આખી રાત પલાળીને સવારે ભૂખ્યા પેટે ખાઓ અખરોટને કાચું ખાવાના બદલે પલાળીને ખાશો તો વધારે ફાયદા થશે. આ માટે રાત્રે 2 અખરોટ પલાળવા મૂકી દો અને સવારે ભૂખ્યા પેટે ખાઈ લો. પલાળેલી બદામ ખાવાના જેટલા ફાયદા છે એટલા જ ફાયદા પલાળેલા અખરોટ ખાવાના છે. પલાળેલા અખરોટ કેટલીક બીમારીઓ સામે પણ લડવામાં મદદ કરે છે. ડાયાબિટિસમાં ફાયદાકારકઃ બ્લડ શુગર અને ડાયાબિટિસથી બચવા માગતા હો તો પલાળેલા અખરોટનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઘણા સ્ટડીમાં તે વાત સામે આવી છે કે જે લોકો રોજ બેથી ત્રણ ચમચી અખરોટનું સેવન કરે છે, તેમને ટાઈપ-2 ડાયાબિટિસ થવાનો ખતરો ઓછો રહે છે. અખરોટ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી ડાયાબિટિસનો ખતરો ટળ...

જો તમે આ ચીજવસ્તુઓ ખાશો તો થઈ શકે છે માથાનો દુ:ખાવો

Image
શું તમે જાણો છો કે કેટલીક એવી ચીજવસ્તુઓ છે જે ખાવાના કારણે માથાનો દુ:ખાવો થઈ શકે છે. જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો તમારે ભોજન બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે કેફીન નામના પદાર્થનું વધારે સેવન કરો છો તો બિલકુલ બંધ કરી દો કારણકે કેફીનના સેવનના કારણે માથામાં દુ:ખાવો થાય છે. કૉફી, ચા અને ચૉકલેટ્સ વગેરેમાં કેફીનનું વધુ પ્રમાણ રહેલું હોય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કુત્રિમ ખાંડ કુત્રિમ ખાંડના સેવનના કારણે પણ માથાનો દુ:ખાવો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ ખાંડના વિકલ્પ તરીકે કુત્રિમ ખાંડ એટલે કે સ્વીટનરનો ઉપયોગ કરતા હોય છે. આ કારણે માથામાં દુ:ખાવો થાય છે. આલ્કોહોલ આલ્કોહોલના સેવન બાદ માથામાં દુ:ખાવો થાય છે, આ એકદમ સામાન્ય અને જાણીતી વાત છે. વધારે આલ્કોહોલના સેવનના કારણે શરીરમાં ડિહાઈડ્રેશન થઈ જાય છે અને માથામાં દુ:ખાવો થાય છે. ચોકલેટ્સ તમે કદાચ નહીં માનો પણ ચોકલેટ્સ ખાવાના કારણે પણ માથામાં દુ:ખાવો થાય છે. કારણકે ચોકલેટમાં કેફીન રહેલું હોય છે અને આ કારણે ચોકલેટ ખાવાથી માથાનો દુ:ખાવો થાય છે. જૂની અને વાસી ચીઝ ચીઝમાં ટાઈરામી...

એલોવેરાનો જ્યૂસ પીતા લોકોને નથી થતી કેન્સર જેવી ગંભીર બીમારી, રહે છે યુવાન

Image
એલોવેરા (AloeVera) એટલે કે કુંવારપાઠું વિશે મોટાભાગના લોકો એવું જ માને છે કે તેના ઉપયોગથી શરીરની ચામડી તંદુરસ્ત રહે છે. એલોવેરાની જેલ વાળ પર માસ્કની જેમ લગાવવામાં આવે અને તે રાત્રે ચામડી પર લગાવીને સૂઈ જવાથી ચામડી તંદુરસ્ત રહે છે. જો એલોવેરાનો જ્યૂસ પીવામાં આવે તો યીસ્ટ ઈન્ફેક્શન, ટ્યૂમર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની સંભાવના ખતમ થઈ જાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો મહિલાઓમાં યૂટીઆઈ અને યીસ્ટ ઈન્ફેક્શનના ઘણાં કારણ જવાબદાર છે. પણ તેનાથી પરેશાન થવાની જરૂર નથી કારણકે એલોવેરા જેલની મદદથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. મહિલાઓ સિવાય પુરુષોમાં પણ યીસ્ટ ઈન્ફેક્શન હોઈ શકે છે. એલોવેરાના ઉપયોગથી યીસ્ટ ઈન્ફેક્શનની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. એલોવેરાને આપણે ઘણી વખત બ્યૂટી પ્રોડક્ટ તરીકે જોઈ ચૂક્યા છીએ. તે સત્ય છે કે એલોવેરા આપણી ચામડીને પોષણ પૂરું પાડે છે અને તેને તંદુરસ્ત રાખે છે. ટૂંકમાં કહીએ તો મનુષ્યના શરીરની ચામડી માટે એલોવેરા ખૂબ જ લાભદાયી છે. જો કોઈ મહિલા અથવા પુરુષને તેમના પ્રાઈવેટ પાર્ટના આસપાસના ભાગમાં ખણ આવવી, બળતરા...

શું તમારૂં બાળક અડધી રાત્રે ઊંઘમાંથી જાગીને રડે છે? તો તેને હોઈ શકે છે આ તકલીફ

નવજાત બાળક રડે તે સામાન્ય વાત છે. પરંતુ જો તે રાત્રે અચાનક રડવા લાગે તો પરેશાનીનું કારણ બની શકે છે. બાળકની ઊંઘ મોટી ઉંમરની વ્યક્તિની સરખામણીમાં અલગ હોય છે. બાળકનું રડવાનું કારણ અલગ હોઈ શકે છે, જેથી તેને સમજવું થોડું અઘરૂં છે. પરંતુ સવાલ એ છે કે બાળક રાત્રે રડે છે કેમ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: દુખાવો થવોઃ બાળકને પેટમાં ગેસની ફરિયાદ રહે છે. બ્રેસ્ટ ફીડિંગ અથવા બોટલથી દૂધ પીતી વખતે હવા પેટમાં જતી રહી છે, જેના કારણે તેના પેટમાં ગેસ બનવા લાગે છે. દૂધ પીધા બાદ બાળકને ઓડકાર આવે તે જરૂરી છે. આ સિવાય બાળકને પીઠ પર માલિશ કરવાથી પણ તેને દુખાવો થઈ શકે છે. બાળકનું ડાયપર કરો ચેકઃ જો તમારૂં બાળક રાત્રે રડવાનું શરૂ કરી દો તો સૌથી પહેલા તેનું ડાયપર ચેક કરો. જો તે ભીનું છે તો સમજી લો કે બાળકને તેમાં અનુકૂળતા અનુભવી રહ્યું નથી. હંમેશા એવું ડાયપર ખરીદો જે બાળકને આખી રાત આરામથી ઊંઘવા દે. ઠંડી અથવા ગરમીઃ ધ્યાન રાખો કે ક્યાંક તમે ગરમીમાં પણ બાળકને ઘણા બધા કપડા તો નથી પહેરાવી દીધાને. અથવા વધારે ઠંડીના કારણે બાળક ઠંડક અનુભવી રહ્યું હોય. વધારે ઠંડી...

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?

Image
દર મહિને જ્યારે પીરિયડ્સ આવે છે ત્યારે 4-5 દિવસ અથવા અઠવાડિયા દરમિયાન મહિલાઓને એવો અનુભવ થાય છે કે જાણે શરીરની અંદર કોઈ યુદ્ધ ચાલી રહ્યું છે. પણ, પીરિયડ્સ દરમિયાન થતા બ્લડ ફ્લો જોઈને એવું લાગે છે કે જાણે શરીરમાંથી કેટલું બધું લોહી બહાર આવી ગયું છે. મોટાભાગની યુવતીઓ અને મહિલાઓ પણ આ પ્રકારે જ વિચારતી હોય છે પણ તેની હકીકત કંઈક અલગ જ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પીરિયડ્સ દરમિયાન એક યુવતી અથવા મહિલાના શરીરમાંથી આશરે 30થી 50 મિલીલીટર લોહી શરીરમાંથી બહાર નીકળે છે. સરળ શબ્દોમાં કહીએ તો પીરિયડ્સ દરમિયાન આશરે 2થી 3 ચમચી બ્લડ લૉસ થાય છે. કેટલાંક રિસર્ચ રિપોર્ટ્સ મુજબ પીરિયડ્સ દરમિયાન આશરે 4 ચમચી જેટલું લોહી શરીરની બહાર નીકળે છે. પીરિયડ્સ દરમિયાન શરીરમાંથી બહાર નીકળતા મેન્સ્ટ્રુઅલ ફ્લૂઈડમાં લોહી સિવાય ગર્ભાશયના ટીશૂ, એન્ડોમેટ્રાયલ (endometrial)ની કોશિકાઓ અને બ્લડ ક્લૉટ પણ હોય છે. જેના કારણે મેન્સ્ટ્રુઅલ ફ્લૂઈડની માત્રા વધારે જોવા મળે છે. જે રીતે મહિલાનું શરીર એકબીજા કરતા અલગ હોય છે તે રીતે તેમના પીરિયડ્સ પણ એકબીજા કરતા અલગ હોય છે. જો કો...

ઊંઘતી વખતે લીંબુનો એક ટુકડો ઓશિકા પાસે રાખો, જુઓ પછી શું થાય છે

લીંબુ અગણિત ઔષધીય ગુણ માટે જાણીતું છે. લીંબુની સુગંધ માત્રથી તાજગી અનુભવાય છે. સુગંધ ઉપરાંત લીંબુ ઘણા પ્રકારના લાભ સ્વાસ્થ્યને પહોંચાડે છે. શું તમને ખબર છે કે લીંબુનો એક ટુકડો તમારા પલંગ પાસે રાખવાથી જ શરીર અને મનને અનેક લાભ તાય છે. તમારે માત્ર આટલું કરવાનું છે. લીંબુની એક ચીરી કે ટુકડો લો તેના પર મીઠું ભભરાવીને ઓશિકાની બાજુમાં મૂકી દો. આ સાંભળવામાં અજીબ લાગશે પરંતુ શોધકર્તાઓનો દાવો છે કે આમ કરવાથી સ્વાસ્થ્યને જાદુઈ લાભ થાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો બંધ નાક ખોલવામાં મદદ કરશે લીંબુની સુગંધ તાજગી આપે છે. સાથે જ એન્ટી-બેક્ટેરિયલ પણ છે. જો શરદી-ખાંસીના લીધે નાક બંધ થઈ ગયું હોય તો પલંગ પર ઓશિકાની બાજુમાં લીંબુનો ટુકડો મૂકી દો. આમ કરવાથી ઊંઘમાં ખલેલ નહીં પહોંચે અને તમારી ઊંઘ પણ પૂરી થશે. તણાવ દૂર કરશે લીંબુનું સુગંધને તણાવ મુક્ત કરનારી પણ કહેવાય છે. લીંબુની સુગંધથી તણાવ દૂર થઈ શકે છે અને તમારી ઈંદ્રિયોને આરામ મળે છે. જો તમે બહુ થાકેલા કે ટેન્શનમાં હો તો લીંબુનો એક ટુકડો સમસ્યા દૂર કરી શકે છે. મચ્છર-માખીને ભગાડશે દૂર મચ્છર અને ...

દિવસ દરમિયાન પાંચ કરતા વધારે ખજૂર ખાશો તો શરીરને થશે આવું ગંભીર નુકસાન

ડાયટ્રી ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન બી6, આર્યન જેવા ગુણોથી ભરપૂર ખજૂર સ્વાસ્થ્ય માટે સારી છે. ખજૂરને દૂધ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો પાચન તંત્ર મજબૂત બને છે. જો કે દરેક વસ્તુ ખાવાની એક લિમિટ હોય છે. જો તમે દિવસમાં પાંચથી વધારે ખજૂર ખાઈ લેશો તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. source https://www.iamgujarat.com/health-news/eating-more-than-5-dates-a-day-causes-severe-health-problems-527132/

બાળક પલંગ પરથી નીચે પડી જાય તો સહેજ પણ મોડું કર્યા વગર આટલું કરો

બાળક નાનું હોય તો તેને સંભાળતા-સંભાળતા તો મા-બાપના કપાળે પરસેવો વળી જાય. તેમાય બાળક જો પથારી પર ઊંઘીને આળોટતા શીખી જાય તો સમજો મુશ્કેલી વધારે વધી ગઈ. બાળક ખૂબ નાજુક હોય છે અને તેને સહેજ પણ વાગે તો સહન કરી શકતું નથી. ઘણીવાર તો તેને ક્યાં વાગ્યું છે તે પણ જાણી શકાતું નથી. જો તમારૂં બાળક પણ પથારીમાં આળોટીયા મારવાનું શીખી ગયું છે, તો તે વાતની જરૂરથી ધ્યાન હોવું જોઈએ કે, તે પલંગ પરથી પડી જાય તો શું કરવું…. પહેલા શું કરશો? બની શકે તે બાળક પડવાના કારણે બેભાન થઈ જાય. જો આમ થાય તો તેને ઊઠાડવાનો પ્રયાસ કરો. જો બાળકને માથામા ગંભીર રીતે વાગ્યું હોય, જેમ કે લોહી વહી રહ્યો હોય કે પછી બેભાન થવાના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો સૌથી પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ. જો બાળક ઉલ્ટી કરે તો… જો તમારૂં બાળક ઉલ્ટી કરી રહ્યું છે, તો તેની ડોકને સીધી કરો અને તમારી તરફ ફેરવો. જો માથામાંથી લોહી નીકળી રહ્યું છે તો રૂમાણ કે કપડાથી હળવા હાથથી ત્યાં દબાવીને રાખો અને ડોક્ટર પાસે લઈ જાઓ જો ગંભીર ઈજા ન થઈ હોય તો… જો બાળકને ઈજા નથી પહોંચી તો, તેને ધીમેથી ઉપાડો અને છાતીસરસો ચાંપી લો. બાળક પડવાથી ડરી જાય છે. જો બાળક 1 વર્...

તમને પણ રાત્રે ખૂબ ઉધરસ આવે છે? હોઈ શકે છે આ કારણો, રાહત મેળવવા આટલું કરો

એવા ઘણા લોકો હોય છે જેમને દિવસ દરમિયાન ઉધરસ ના આવે પરંતુ રાત્રે જ આવે. સામાન્ય રીતે આ ઘણાં લોકો સાથે થતું હોય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે રાત્રે જ ઉધરસ શા માટે આવે છે? જો તમે રાત્રે આવતી ઉધરસને અવગણતા હો તો ચેતી જજો. રાત્રે ઉધરસ આવવાના અનેક કારણો હોઈ શકે છે. જેમની શ્વાસનળીમાં લીંટનું પ્રમાણ વધી જાય તેમને સૌથી વધારે રાત્રે ઉધરસ આવવાની તકલીફ થાય છે. આ સમસ્યા સામાન્ય રીતે સાઈનસથી પીડાતા લોકોને થાય છે. અહીં કેટલીક ટિપ્સ જણાવીશું જે રાત્રે આવતી ખાંસીમાં રાહત આપી શકે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો સામાન્ય ખાંસી હોય તો શું કરશો? કેટલીક ઉધરસ સામાન્ય હોય છે. જે લોકોને થતી હોય છે. એવામાં ઉધરસની દવા પીવાથી રાહત મળે છે. જો કે, ઉધરસની દવા નિયમિત લેતા હોવા છતાં રાહત ના થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સાઈનસના દર્દીઓ કરે આ ઉપાય સાઈનસના દર્દીઓને લીંટ વધી જવાને કારણે રાત્રે ઉધરસ આવે છે. એટલે સાઈનસના દર્દીઓએ લીંટનું પ્રમાણ વધે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. રાત્રે કોઈપણ ચીકણી વસ્તુ જેવી કે ઘી-માખણ વગેરે ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે દહીં ના ખ...

સવારે ભૂખ્યા પેટે ખાઓ મીઠા લીમડાના પાન, વજન ઘટશે સાથે જ કબજિયાતથી મળશે રાહત

મીઠા લીમડાના પાનનો સ્વાદ અને સુગંધ કોઈ પણ ડિશને ચાર ચાંદ લગાવી દે છે. મીઠા લીમડાના પાનમાં ઔષધીય ગુણો હોય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા છે. આયુર્વેદિક દવાઓમાં લીમડાના પાનનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન એ, બી, બી12 સિવાય આર્યન અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. source https://www.iamgujarat.com/health-news/eating-curry-leaves-in-morning-helps-in-weight-loss-526858/

આયુર્વેદ પ્રમાણે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશો બીમાર

આયુર્વેદ પ્રમાણે સીઝન પ્રમાણે ખાવા-પીવા પર રાખવું જોઈએ. પરંતુ આજની જનરેશનની સૌથી મોટી તકલીફ એ છે કે આપણને ખબર નથી કે કયા ફૂડની તાસીર કેવી છે એટલે કે કયા ફૂડની તાસીર ઠંડી છે અને કયા ફૂડની તાસીર ગરમ. અમે આજે તમને દાળની તાસીર વિશે જણાવીશું. ફેબ્રુઆરી-માર્ચમાં ન ઠંડી ન ગરમી આયુર્વેદાચાર્ય સુરેન્દ્ર સિંહનું કહેવું છે કે, ફેબ્રુઆરી અને માર્ચ એવો મહિનો છે જ્યારે ન વધારે ઠંડી પડે છે કે ન વધારે ગરમી. આ સીઝનમાં ખાસ ખાવા-પીવાનું ધ્યાન રાખવું જોઈએ. કઈ દાળ ખાવી સારી રહેશે? આયુર્વેદ પ્રમાણે, આ સીઝનમાં મિક્સ દાળ ખાવી જોઈએ. જેમ કે તમે અડદની દાળમાં મસૂરની દાળ મિક્સ કરીને ખાશો તો બદલાતી સીઝનમાં બીમારીથોથી બચી શકશો. મગ અને મસૂરની દાળ મગની દાળની તાસીર ગરમ હોય છે અને મસૂર દાળ ઠંડી હોયછે. તેવામાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ બંને દાળને બરાબર માત્રામાં મિક્સ કરીને ખાવી જોઈએ. જેનાથી શરીરને સીઝન પ્રમાણે તાપમાન કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. પેટ રહે સાફ મગ દાળની અસર મોટા આંતરડા પર થાય છે. આ પેટને ગરમીના કારણે થનારા રોગોમાં ફાયદાકારક છે. ઠંડીની સીઝનમાં ગરમ તાસીરવાળી વસ્તુઓ વધારે ખાશો તો કબજિયાતની સમસ્...

પ્રેગ્નેન્સીમાં પેટમાં દુખાવો રહેતો હોય તો ગભરાયા વિના આટલું કરો, આરામ મળશે

જો તમે હાલમાં જ પ્રેગ્નેન્ટ થયા હો તો સંભવ છે કે તમને ખુશીની સાથે સાથે નાની-નાની વાતે ચિંતા પણ થતી હશે. એમાં પણ પહેલીવાર પ્રેગ્નેન્ટ થતી મહિલાઓ સાથે તો આવું વધારે થતું હશે. પ્રેગ્નેન્સીમાં ઊલટી થવી, ચક્કર આવવા, શરીરમાં દુખાવો થવો, કંઈ ખાવાપીવાની ઈચ્છા ના થવી વગેરે જેવા લક્ષણ દેખાય તો એવો વિચાર ઝબકતો હશે કે શું આ નોર્મલ છે? શું આ બધાની સાથે થતું હશે? ક્યાંય મારા બાળકને કોઈ મુશ્કેલી તો નહીં હોય ને? આ સવાલોની સાથે સૌથી વધુ ડર ત્યારે લાગે છે જ્યારે પ્રેગ્નેન્સી વખતે પેટમાં દુખાવો થાય. અહીં તમને જણાવીશું કે પ્રેગ્નેન્સીમાં ક્યારે દુખાવો થવો સામાન્ય ગણાય અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પેટનો સામાન્ય દુખાવો પ્રેગ્નેન્સીની શરૂઆતના ત્રણ મહિનામાં એટલે કે 1થી 12 અઠવાડિયા દરમિયાન પેટમાં સામાન્ય દુખાવો થતો રહે છે. કારણકે આ દરમિયાન તમારા શરીરમાં ઘણા ફેરફાર આવતા હોય છે. તમારું ગર્ભાશય પહોળું થાય છે, લિગમેન્ટ્સ ખેંચાવા લાગે છે, મોર્નિંગ સિકનેસ રહે છે. આ બધાને કારણે પેટમાં દુખાવો થવો સામાન્ય છે. ગર્ભાશયનો આકાર મોટો...

પિરિયડ્સ પાછળ ઠેલવવા ગોળી લેતા હો તો ચેતજો, નહીં તો શરીરને થશે આવું ગંભીર નુકસાન

તમારી સાથે પણ ક્યારેકને ક્યારેક તો એવું થયું જ હશે કે જ્યારે તમારે ફ્રેન્ડના લગ્નમાં કે પછી ઘરે કોઈ પ્રસંગ હોય અથવા તો પછી વેકેશન પર જવાનું હોય અને ત્યારે જ પિરિયડ્સની તારીખ હોય. આ સમયે તેને પાછળ ઠેલાવવા માટે તમે કોઈપણ પ્રકારની otc દવાનું સેવન કર્યું હશે. આ દવા લેવી આમ તો સરળ છે પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ પણ વધારે હોય છે. જેના વિશે તમે કદાચ નહીં જાણતા હો. પિરિયડ્સ લેટ કરવા માટેની દવા લેવાથી શરીરને કેટલુ નુકસાન થાય છે, જાણો…. મેન્સ્ટ્રુઅલ સાઈકલને અસર પિરિયડ્સ લેટ કરતી દવાથી મેન્સ્ટ્રુઅલ સાઈકલને અસર થાય છે. જો તમે વધારે પડતી આવી દવા લેતા હો તો પ્રેગ્નેન્સીમાં પણ તકલીફ થઈ શકે છે. પીરિયડ્સ સાઈકલ પણ બગડી જાય છે જેનાથી તે સમય પહેલા અથવા મોડું આવે છે. ડીવીટી (નસમાં ક્લોટ)નો ખતરો પિરિયડ્સની તારીખ પાછળ જાય તે માટે દવા ખાતા હો તો તેનાથી ગંભીર રોગ થવાનો ખતરો પણ વધી જાય છે. તેમાંથી જ એક બીમારી છે ડીવીટી એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસ, જેમાં લોહીમાં બ્લડ ક્લોટ થઈ જાય છે. આ બ્લડ ક્લોટ જો હૃદય કે પછી મગજ સુધી પહોંચી જાય તો જીવ પણ જઈ શકે છે. વધારે બ્લીડિંગ થઈ શકે 20 ટકા મહિલાઓને પિરિયડ્સ લેટ કરવા માટ...

જમ્યા બાદ રોજ 15 મિનિટ ચાલવાની ટેવ પાડી લો, શરીરમાં થવા લાગશે આવા ફેરફાર

રાત્રે જમ્યા બાદ પેટ ભારે-ભારે થઈ જતું હોય છે. એટલે જ ડોક્ટર જમ્યા બાદ ઊંઘી જવાના બદલે થોડું ચાલવાની સલાહ આપે છે. પરંતુ આખો દિવસ કામ કરીને થાક લાગવાથી કેટલાક લોકો ઊંઘી જવાનું કે ટીવી જોવાનું વધારે પસંદ કરે છે. પરંતુ તમે જમ્યા બાદ 10 કે 15 મિનિટ પણ ચાલશો તો તમારા શરીરમાં આવી તકલીફ ક્યારેય નહીં થાય source https://www.iamgujarat.com/health-news/benefits-of-walking-after-dinner-525967/

માતાના ગર્ભમાં જ મોતને ભેટેલા બાળકે બહેનના શરીર પર છોડ્યું પોતાનું નિશાન

Image
બાળકના શરીર પર દેખાયો અદ્દભૂત બર્થમાર્ક માતાના ગર્ભમાં જ મોતને ભેટીને તેની અંદર જ સમાઈ ગયેલા એક બાળકે પોતાના જુડવા ભાઈ પર એક અકલ્પનિય બર્થમાર્ક છોડ્યો છે. બાળકની માતાને 11 સપ્તાહની પ્રેગનેન્સી હતી ત્યારે તેના ગર્ભમાં રહેલા જુડવા બાળકોમાંથી એકનું મોત થયું હતું. 13મા સપ્તાહે જ્યારે સોનોગ્રાફી કરાઈ ત્યારે ડોક્ટરે પ્રેગનેન્ટ મહિલાને જાણ કરી હતી કે તેનું એક બાળકની હાર્ટબિટ બંધ થઈ ગઈ છે, અને તે ગર્ભમાં જ સમાઈ ગયું છે. સોનોગ્રાફીમાં દેખાયા ટ્વીન્સ અમેરિકાના લ્યૂઈસિયાનામાં રહેતી કિસલેવોનિઆ પ્રેગનેન્ટ હતી. તેના ગર્ભમાં બે બાળકો વિકસી રહ્યા હતા. 10મા સપ્તાહે જ્યારે તેણે સોનોગ્રાફી કરાવી ત્યારે ગર્ભમાં બે ભ્રૂણ ભ્રૂણ દેખાયા હતા, જેમાંથી એક થોડું નબળું લાગી રહ્યું હતું. જોકે, 13મા સપ્તાહે કરાયેલી સોનોગ્રાફીમાં જાણવા મળ્યું હતું કે એક બાળકની ના તો હાર્ટબીટ મળી રહી છે કે ના તો તે ક્યાંય દેખાઈ રહ્યું છે. આ સાંભળીને કિસલેવોનિઆ ખૂબ જ વ્યથિત થઈ ગઈ હતી. વેનિશિંગ ટ્વીન સિન્ડ્રોમને કારણે એક બાળક ગુમાવ્યું તેને ચિંતા હતી કે ક્યાંક હવે બીજા બાળક પર પણ ખતરો ઉભો ના થાય. જોકે, ડોક્ટરે તેને જણાવ્યું કે જ...

શું તમારું બાળક વારંવાર ગળ્યું ખાવાની જીદ કરે છે? તો આ ખાસ જાણી લો

નાના બાળકો ચૉકલેટ, આઈસક્રીમ, જેલી ખાવાની જીદ કરતા હોય છે અને વધારે પડતું ગળ્યું ખાવાથી દાંતને નુકસાન થાય છે અને શરીર વધે છે. Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો. source https://www.iamgujarat.com/health-news/has-your-child-addicted-with-chocolate-524554/

વજન ઘટાડવામાં અસરકારક છે આ ડ્રિંક, ફેટમાંથી ફિટ બનાવી દેશે!

આજકાલ મોટાભાગના લોકો મેદસ્વીતાનો સામનો કરી રહ્યા છે. વધતું વજન જાણે લોકો માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે. બદલાતી લાઈફસ્ટાઈલ વજન વધવા પાછળ મહત્વનું કારણ છે. વજન ઘટાડવા માટે લોકો કરસત ઉપરાંત જાતભાતના નુસખા અપનાવતા હોય છે. કેટલાંક ગ્રીન ટી તો કેટલાંક લેમન ટી પીતાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય લેમન ગ્રાસ ટીનું નામ સાંભળ્યું છે? આ ટીનો સ્વાદ લેમન ટી કરતાં અલગ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. અહીં જાણી લો કેવી રીતે બનાવશો લેમન ગ્રાસ ટી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો જરૂરી સામગ્રી 1 ઝૂડી લેમન ગ્રાસ 1 ટીસ્પૂન લીંબુનો રસ 1 ટીસ્પૂન મધ 1 ગ્લાસ પાણી એક ચપટી મીઠું બનાવવાની રીત સૌથી પહેલા લેમન ગ્રાસને કાપી લો. મીડિયમ આંચ પર એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકો. એક ઊભરો આવ્યા બાદ લેમન ગ્રાસ પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો. બાદમાં આ પાણી એક કપમાં ગાળી લો. તેમાં લીંબુનો રસ, મીઠું અને મધ ઉમેરો. તૈયાર છે લેમન ગ્રાસ ટી. બીટમાંથી બનાવો ટેસ્ટી કબાબ, આ ખાવાથી હેલ્થ પણ જળવાઈ રહેશે source https://www.iamgujarat.com/healt...