આ કારણથી બેડ પર બેસીને ક્યારેય ન કરવું જોઈએ કોઈ કામ
કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોકડાઉન પહેલા આપણે બધા વહેલા ઉઠી જતા હતા અને પોતપોતાના ભાગનું કામ પતાવીને ઓફિસે જતા રહેતા હતા. ઓફિસેથી આવીને ફરી થોડું કામ, પરિવાર સાથે બેસીને ડિનર અને પછી થોડીવાર ટીવી જોઈને ઊંઘી જતા. પરંતુ હવે દિનચર્યા બદલાઈ ગઈ છે. લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ પણ હજુ કેટલીક ઓફિસો બંધ છે અને લોકો ઘરે બેસીને કામ કરી રહ્યા છે. જેના કારણે સવારે ઊઠવાથી લઈને રાત્રે ઊંઘવાનો સમય બદલાઈ ગયો છે. આટલું જ નહીં કેટલાક તો સવારે ઊઠતાની સાથે જ ફ્રેશ થયા વગર લેપટોપ લઈને બેડમાં જ ઓફિસનું કામ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ એક સ્ટડી પ્રમાણે બેડ પર બેસીને કામ કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: બેડ ઊંઘવા માટે છેઃ બેડ પર બેસીને કામ કેમ ન કરવું જોઈએ તે પાછળનું પહેલું અને મુખ્ય કારણ એ છે કે, બેડ ઊંઘવા માટે છે, કામ કરવા માટે નહીં. હાવર્ડના ડિવિઝન ઓફ સ્લીપ મેડિસિન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, કોઈએ પણ ઊંઘવાની જગ્યાએ બેસીને કામ ન કરવું જોઈએ. જે રૂમમાં તમે ઊંઘો છો ત્યાંથી લેપટોપ, ટ...