Posts

Showing posts from January, 2020

શું છે થર્મલ સ્કેનર? કેવી રીતે ખબર પડે કે કોરોના વાયરસ છે કે નહિ?

ચીનમાં લોકોને કોરોના વાયરસનું ઈન્ફેક્શન લાગ્યું છે કે નહિ તે જોવા માટે એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. તમે કોરોના વાયરસના સમાચાર વચ્ચે થર્મલ સ્કેનર અંગે ઘણું સાંભળ્યું હશે. તો જાણી લો કે થર્મલ સ્કેનર આખરે છે શું અને તે કેવી રીતે કામ કરે છે. થર્મલ સ્કેનર કેવી રીતે પકડી પાડે છે કે કોરોના વાયરસ છે કે નહિ? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો થર્મલ સ્કેનર એક એવું ઉપકરણ છે જેના માધ્યમથી કોરોનાવાયરસ કે પછી તેના જેવા જ બીજા રોગથી ઈન્ફેક્ટેડ વ્યક્તિની ઓળખ કરી શકાય છે. આ એવું મશીન છે જે સ્વસ્થ વ્યક્તિ અને વાયરસથી ઈન્ફેક્ટેડ વ્યક્તિ વચ્ચે સ્પષ્ટ અંતર દર્શાવી દે છે. સ્કેનરની ખાસ વાત એ છે કે તેમાંથી નીકળતા તરંગોનો માણસના શરીર પર કોઈ ખરાબ પ્રભાવ નથી પડતો. તેનો ઉપયોગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ. સામાન્ય રીતે થર્મલ સ્કેનિંગ કરાવનારા લોકોના મનમાં અજાણ્યો ડર રહે છે. લોકો થર્મલ સ્કેનિંગને સીટી સ્કેન જેવી મશીન સાથે જોડીને જુએ છે. થર્મલ સ્કેનિંગ માનવ શરીરની તપાસ માટે સૌથી આસાન ઉપાયમાંનો એક છે. તેના માટે તમારે કોઈ મોટા ઉપકરણમાંથી પસાર થવાની જરૂર પડતી નથ...

દિવસમાં ત્રણથી ચાર વખત પીવો કાકડી અને ફુદીનાનો જ્યૂસ, ઝડપથી ઉતરવા લાગશે વજન

વજન ઝડપથી વધી જાય છે. પરંતુ તેને ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને આજની બિઝી લાઈફસ્ટાઈલ અને જંકફૂડ ખાવાથી આદતના કારણે મોટાભાગના લોકો સ્થૂળતાથી પીડાઈ છે. વજન ઓછું કરવા માટે તેઓ વિવિધ પ્રકારના ઉપાયો પણ કરે છે, જેમ કે ડાયેટ પ્લાન ફોલો કરવો, જિમમાં જવું, યોગાસન કરવા. તેમ છતાં વજન ઉતરતું નથી. ત્યારે હવે દિવસમાં 3થી 4 વખત કાકડી અને ફુદીનાનો જ્યૂસ પીવા લાગો ફાયદો થશે. જાણી લો બનાવવાની રીત. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સામગ્રી 1 નંગ કાકડી 1 ચમચી છીણેલું આદુ જરૂર મુજબ પાણી 10-12 ફુદીનાના પાન 1 ચમચી લીંબૂનો રસ સ્વાદાનુંસાર મીઠું/ સંચળ પાઉડર બનાવવાની રીતઃ કાકડી-ફુદીનાનો જ્યૂસ બનાવવા માટે સૌ પહેલા કાકડીને ધોઈને તેના ટુકડાં કરી લો. હવે એક મિક્સર જાર લો, તેમાં કાકડી, આદુ અને ફુદીનો લઈને ક્રશ કરી લો. બનાવવાની રીતઃ આ મિશ્રણને બાઉલમાં લઈ લો અને તેમાં જરૂર પાણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લીંબૂનો રસ તેમજ સ્વાદાનુંસાર મીઠું/ સંચળ પાઉડર એડ કરો. તો તૈયાર છે કાકડી અને ફુદીનાનો જ્યૂસ. આ રીતે બનાવો કાજુ-ટમેટાની ગ્રેવી, ઘરે પણ હોટેલ...

સોનાથી દારુ સુધી, આપણા શરીરમાં તૈયાર થાય છે આ 7 વસ્તુઓ

Image
અદભૂત સંરચના છે માનવ શરીર માનવ શરીર એક અદભુત મશીન સંરચના ધરાવે છે. શરીરની રચના કંઈક એવા પ્રકારની હોય છે કે આપણે પૃથ્વીના બદલતા વાતાવરણ અનુસાર પોતાને ઢાળી શકીએ છીએ. આવો આજે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવીશું જે આપણા શરીરમાં જોવા મળે છે. કુદરતની આ અજાયબીઓ વિશે જાણીને તમને ખૂબ જ આશ્ચર્ય થશે… હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ઈથેનોલ (દારુ) ઈથેનોલ કુદરતી રીતે મળી આવે છે. માનવ શરીરમાં મોં અને આંતરડાની અંદર કેટલાક એવા બેક્ટેરિયા મળી આવે છે. જે ઈથેનોલ તૈયાર કરે છે. બેક્ટેરિયા અને ખમીર આપણાં શરીરમાં હાજર રહેલા કાર્બોહાઈડ્રેટ જેવા શુગરનું કિણ્વન પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયામાં થોડી જ માત્રામાં ઈથેનોલ તૈયાર થાય છે. જે લોહીમાં ભળી જાય છે. ઓઝોન આશરે બે દશક પહેલા વૈજ્ઞાનિકોને ખબર પડી કે આપણું ઈમ્યુન સિસ્ટમ ઓઝોનના જૈવિક ખતરાઓ સામે લડવા માટે તૈયાર કરે છે. આપણા શરીરમાં એક પ્રકારની કોશિકાઓ હોય છે. જેને ન્યૂટ્રોફિલ્સ કહેવામાં આવે છે. આ આપણા શરીરમાં અંદર ફરે છે અને સંક્રમક બેક્ટેરિયા અને ફંગસને મારે છે. ન્યૂટ્રોફિલ્સ શ્વેત રક્ત કોશિકાઓ હોય છે. જેમાં એન...

આ કારણોસર માથાના વાળ જલદી ખરવા લાગે છે

આ કારણોસર માથાના વાળ ખરવાના ચાલુ થાય છે. સાવચેતી રાખવી છે જરૂરી. source https://www.iamgujarat.com/health-news/few-of-the-reasons-of-hair-falling-512943/

કેન્સરના દર્દીઓ માટે વરદાનરુપ, મુંબઈની આ હોસ્પિટલમાં હવે મળશે પ્રોટોન થેરાપી

કેન્સરની સારવાર એક જટીલ પ્રક્રિયા અને ખૂબ જ પીડાદાયક હોય છે. કેન્સરની સારવાર દરમિયાન આપવામાં આવીત ટ્રિટમેન્ટમાં સામાન્ય રીતે કેન્સરગ્રસ્ત કોષની સાથે સાથે સ્વસ્થ અને આરોગ્યપ્રદ કોષો પણ નાશ પામે છે. જેના કારણે દર્દીનું આરોગ્ય પણ નબળું પડે છે. તેવામાં આ સારવાર માટે ખાસ પ્રોટોન થેરાપી મુંબઈમાં આવેલ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં શરુ કરવામાં આવી છે. પ્રોટોન થેરાપી અંતર્ગત ફક્ત દર્દીના શરીરમાં રહેલા કેન્સરગ્રસ્ત કોષો જ ટાર્ગેટ કરીને નાશ કરી શકાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સામાન્ય રીતે અત્યાર સુધી કેન્સરના દર્દીઓને રેડિએશન થેરાપી આપવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં અનેકવાર શરીરના સ્વસ્થ કોષો પણ નાશ પામતા હતા. વિશ્વમાં હાલ ગણતરીના દેશોમાં જ આ પ્રોટોન બીમ થેરાપી ઉપલબ્ધ છે. હવે તેમાં ભારતની ટાટા કેન્સર મેમોરિયલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જોકે પ્રોટોન થેરાપી ખૂબ ખર્ચાળ પણ માનવામાં આવે છે. અમેરિકા જેવા દેશમાં પણ પ્રોટોન થેરાપી અતંર્ગત એક સર્કલ માટે લગભગ 10થી 12 લાખ રુપિયા જેટલો ખર્ચ આવે છે. જોકે ટાટા કેન્સર હોસ્પિટલમાં આ થેરાપી માટે દર્દીઓને ...

સરકારની સલાહઃ કોરોના વાયરસથી બચવું છે? તો અપનાવો હોમિયોપેથી અને યૂનાની ચિકિત્સા

ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસે અત્યાર સુધીમાં 132 લોકોના જીવ લઈ લીધા છે. તો ચીન અને દુનિયાભરમાં આ વાયરસને પગલે હાહાકાર મચી ગયો છે. ચીનની બહાર પણ આ વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે જેને લઈને ભારતીય વિમાન મથકો અને નેપાળ-ચીન સાથે લાગેલી ભારતની બોર્ડર પર પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બધા વચ્ચે આયુષ મંત્રાલય અંતર્ગત રિસર્ચ કાઉંસિલે આયુર્વેદ, હોમિયોપેથી અને યૂનાની સારવાર પદ્ધતિના ફાયદા ગણાવાત એક એડવાઈઝરી જાહેર કરી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કોરોના વાયરસ માટે આ પ્રમાણે સાવધાની રાખોઃ – સ્વચ્છ રહો અને પોતાની આસપાસ ગંદકી ન ફેલાવા દો. – લગભગ 20 સેકન્ડ સુધી સાબુથી સારી રીતે હાથ ધુઓ. – 1 લીટર ગરમ પાણીમાં ખસ, ચંદન, પીપ્પળી અને પર્પત જેવી વસ્તુઓ ભેગી કરીને બોટલમાં ભરી રાખો. પછી જ્યારે તરસ લાગે ત્યારે પીઓ. – આંખ, નાક, મોઢા પર હાથ લગાવ્યા બાદ તરત જ હાથ ધોઈ નાખો. – રોગી વ્યક્તિના સંપર્કમાં આવતા બચો. – ઉધરસ અથવા છીંકતા સમયે મોઢા પર હાથ જરુર રાખો. જે બાદ સાબુથી હાથ ધુઓ. – સાર્વજનીક સ્થળ અને કામકાજના સ્થળે મોઢ...

બાળકને ચાંદીના વાસણમાં જમાડો, યાદશક્તિ વધશે તેમજ બીમારીઓ પણ દૂર રહેશે

હિંદુ ધર્મમાં ચાંદીને શુભ માનવામાં આવે છે. ચાંદી એવી ધાતુ છે જેના પર ભોજન કરવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે. પૂજામાં પણ ચાંદીમાંથી બનેલા પાત્રોનો જ ઉપયોગ કરવામાં આવે છે. જો બાળકને ચાંદીના વાસણમાં જમાડવામાં આવે અથવા તો ચાંદીના ગ્લાસમાં પાણી પીવડાવવામાં આવે તો તે હેલ્ધી રહે છે. source https://www.iamgujarat.com/health-news/health-benefits-of-feeding-babies-in-silver-vessels-511795/

60 વર્ષ પહેલા શોધાયો હતો કોરોના વાયરસ, અત્યારસુધીમાં લઈ ચૂક્યો છે ઘણા લોકોનો ભોગ

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં દુનિયાભરમાંથી 6 હજાર જેટલા લોકો ચપેટમાં આવી ગયા છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ ચીનના છે. આ વાયરસના કારણે આશરે 132 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. જે વાયરસે દુનિયાભરના લોકોમાં દહેશત ફેલાવી છે તેની શોધ હકીકતમાં 1960ના દશકામાં થઈ હતી. ત્યારે તે બ્રોન્કાઈટિસ વાયરસ તરીકે ઓળખાતો હતો. જે સૌથી પહેલા મરધીઓમાં જોવા મળ્યો હતો. જે બાદ તે ખતરનાક બનતો ગયો અને માણસોના નાક અને ગળામાં જોવા મળ્યો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: માણસોના નાક અને ગળામાં કોરોના વાયરસના બે પ્રકાર જોવા મળ્યા. જેનું નામ છે હ્યુમન કોરોના વાયરસ 229E અને હ્યુમન કોરોના વાયરસ OC43. આ બંને વાયરસ ખૂબ જ ખતરનાક છે. સામાન્ય શરદી-ઉધરસથી લઈને તે ન્યુમોનિયાનું રૂપ ધારણ કરે છે. જે બાદ કોરોના વાયરસનું ઘાતક રૂપ 2003માં સામે આવ્યું. જે સાર્સ (SARS-CoV)તરીકે ઓળખવાયો. આ વાયરસના કારણે દુનિયાભરમાં 8,096 જેટલા લોકોને ચેપ લાગ્યો હતો. જેમાં 774ના મોત થયા હતા. આ પ્રકારનું ભોજન લેવાથી ફેલાય છે કોરોના વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય...

આ ત્રણ પ્રકારના ચીઝ છે સૌથી હેલ્ધી, વજન ઉતારવામાં પણ છે મદદરુપ

ચીઝનું નામ પડે એટલે તરત જ આંખો સામે ચીજી યમ્મી પીઝ્ઝા અને બર્ગર તરવા લાગે. આમ તો ચીઝ લવર્સને કોઈપણ ફૂડ આઈટમમાં ચીઝ આવે પછી તે આપાણા દેશી બર્ગર જેવા વડાપાઉંમા પણ કેમ ન હોય. આપણામાંથી મોટાભાગના ચીઝને ના નથી કહી શકતા. સામાન્ય રીતે જુદા જુદા અનેક ફ્લેવર અને ટેક્સચરમાં આવતું ચીઝ ફાયદાકારક કે નુકસાનકારક તેના અંગે બે જુદા જુદા મત છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કેટલાક લોકો માને છે કે ચીઝ ખૂબ ફેટ, સોડિયમ અને કેલેરીથી ભરપૂર હોવાથી ટાળવું જોઈએ જ્યારે કેટલાક ચીઝ ખાવાનો એક પણ મોકો છોડતા નથી. જોકે સૌથી મહત્વનું છે કે ચીઝમાં અનેક પ્રકારના શરીર માટે જરૂરી ન્યુટ્રિશન તત્વો જેવા કે પ્રોટીન અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોવાથી તે શરીરને ફાયદો પણ ખૂબ કરે છે. એટલું જ નહીં યોગ્ય પ્રમાણમાં લેવાયેલું ચીઝ શરીર ઉતારવામાં પણ મદદ કરે છે. તો હૃદયરોગ સામે પણ રક્ષણ આપે છે. જોકે બધા ચીઝ નહીં પણ કેટલાક ખાસ પ્રકારના ચીઝ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. મોઝરેલા ભારતમાં મળતા ચીઝ પૈકી ખૂબ જ કોમન નામ એટલે મોઝરેલા ઘણાબધાનું ફેવરીટ હોય છે. આ ચીઝ સોફ્ટ, સફેદ કલરનું અને પ...

ફેમિલી પ્લાનિંગ અંગે વિચારી રહ્યા હો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો

જો તમને પણ ફેમિલી પ્લાન કરી રહ્યા હો તો પ્રેગ્નેન્સી પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખજો. ગર્ભધારણ કરતાં પહેલા ગાયનેકોલોજિસ્ટને મળો, જે તમારી પ્રેગ્નેન્સી અને ઓવ્યૂલેશન વિશે જણાવી શકે. source https://www.iamgujarat.com/health-news/if-you-are-planning-for-a-baby-then-keep-these-things-in-mind-510719/

મલાઈમાં આ વસ્તુ ઉમેરીને ઘરે બનાવો ફેસ પેક, શિયાળામાં પણ ચહેરો એકદમ ગ્લો કરશે

દૂધની મલાઈ સ્કિન માટે સૌથી બેસ્ટ વસ્તુ છે. મલાઈ ન માત્ર ગ્લો વધારે છે પરંતુ તેનાથી ડ્રાયનેસની તકલીફ પણ દૂર થાય છે. મલાઈના આવા જ કેટલાક ફેસપેક વિશે જાણી લો, જે તમારી સ્કિનને નીખારી દેશે. source https://www.iamgujarat.com/health-news/malai-face-pack-for-good-healthy-and-glowing-skin-510681/

10 વર્ષથી માથું દુ:ખતું હતું, દર્દીના મગજમાંથી જે નીકળ્યું તે જોઈ ડોક્ટરો પણ ચોંકી ગયા

ઓસ્ટિન: માથામાં સતત દુ:ખાવો થતો હોય તો તેને અવગણવો ન જોઈએ. ક્યારેક નાની લાગતી આ વાત પાછળ મોટું કારણ પણ જવાબદાર હોઈ શકે છે. અમેરિકામાં સામે આવેલા એક કિસ્સામાં ટેક્સાસમાં રહેતા એક વ્યક્તિને પણ આવી જ સમસ્યા હતી. તેને માથાના દુ:ખાવા સાથે ઉલ્ટીઓ પણ થતી હતી. આ વ્યક્તિ જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટરો પણ કેસ જોઈને માથું ખંજવાળવા લાગ્યા હતા. પરંતુ જ્યારે પેશન્ટની ડિટેઈલમાં તપાસ કરાઈ ત્યારે ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો સામાન્ય રીતે આવી સમસ્યા પાછળ મગજમાં થયેલી ગાંઠ એટલે કે ટ્યૂમર જવાબદાર હોય છે. જોકે, આ દર્દીના મગજમાં ટ્યૂમર નહોતું. ડોક્ટરોએ પેશન્ટના મગજની તપાસ કરી ત્યારે તેમાં તેમને કંઈક સળવળતું દેખાયું. વધુ બારીકાઈથી મગજને સ્કેન કરાતા પેશન્ટના મગજમાં ઈયળ હોવાનું કન્ફર્મ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, દર્દી છેલ્લા દસેક વર્ષથી માથાના દુ:ખાવાથી પીડાતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમસ્યા અસહ્ય થઈ જવાથી તે હોસ્પિટલ પહોંચ્યો હતો. પેશન્ટ પર તાત્કાલિક સર્જરી કરીને ડોક્ટરોએ તેના મગજમાં રહેલી ઈયળને કા...

કબજિયાતની તકલીફથી હંમેશ માટે છુટકારો અપાવશે આ યોગાસન, ટ્રાય કરી જુઓ

દિવસેને દિવસે લોકોની લાઈફસ્ટાઈલમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ જેવી વસ્તુઓનું સેવન કરવા લાગ્યા છે અને તેના કારણે જ તેઓ કબજિયાતની તકલીફનો શિકાર બની રહ્યા છે. કબજિયાતની તકલીફ સામાન્ય બની રહી છે અને જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો મસા, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો તેમજ પેટ ફુલવાની તકલીફ થાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કબજિયાત દૂર કરવામાં મદદગાર છે યોગ અને એક્સર્સાઈઝઃ આમ તો કબજિયાત પાછળનું કારણ સમયસર ભોજન ન લેવું પણ છે. કબજિયાત દરમિયાન ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર પડે છે. કેટલીક ચીજ એવી છે જે ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે, તો કેટલીક વસ્તુ કબજિયાત દરમિયાન બિલકુલ ન ખાવી જોઈએ. ખાવા-પીવાની સાથે-સાથે અન્ય એક વાતનું ધ્યાન રાખવાથી પણ રાહત મળે છે અને તે છે એક્સર્સાઈઝ અને યોગ. જો તમે શરીરને એક્ટિવ રાખશો તો કબજિયાત દૂર કરવામાં મદદ મળશે. ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાની સાથે-સાથે નિયમિત રીતે યોગ કરવાથી પણ ફાયદો થશે, આવું જ એક યોગાસન છે- ઉદરાકર્ષણાસન. ઉદરાકર્ષણાસનના લાભઃ યોગમાં ષટ્ક...

ખાલી પેટે પીઓ ગોળ અને જીરાનું પાણી, મળશે ચમત્કારિક પરિણામ

મોટા ભાગના ઘરોમાં જીરાનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પોતાની સુગંધ અને સ્વાદથી જીરુ શાકના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે. ગોળ નેચરલ સ્વીટનર તરીકે ઉપયોગમાં આવે છે. આયુર્વેદમાં અનેક બીમારીઓના ઉપચારમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આ બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે તો તે અનેકગણું ફાયદાકારક પુરવાર થઈ શકે છે. જીરાનું પાણી અને ગોળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાલી પેટ તેનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. – ગોળ અને જીરાનું પાણી શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. તેને કારણે એનિમિયાનો ખતરો ઘટી જાય છે. – ગોળ અને જીરાનું પાણી માથાના દુઃખાવામાં રામબાણ ઈલાજ પુરવાર થાય છે. – એક શોધ અનુસાર ગોળ અને જીરાનું પાણી પીવાથી તાવમાં પણ રાહત મળે છે. – ગોળ અને જીરાના પાણીમાં એવા ગુણ મળે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. – આ બંનેના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. – ગોળ અને જીરાનું પાણી પીવાથી પીરિયડ્સમાં થનારી સમસ્યામાં રાહત મળે છે. – આ મિશ્રણ બેક પેઈનની સમસ્યામાં આરામ અપાવે છે. અનેક ગુણો ધરાવતા જીરા-ગોળનું પાણી બનાવવાની રેસિપી પણ શીખી લો. – મિડિ...

આ પ્રકારનું ભોજન લેવાથી ફેલાય છે કોરોના વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય

ચીનમાં ફેલાઈ રહેલો કોરોનો વાયરસ ભારતમાં પણ પગપેસારો કરી રહ્યો છે. આ વાયરસની ચપેટમાં આવી છે એક ભારતીય નર્સ. આ વાયરસ ચીનના વુહાન શહેરમાં ફેલાયો છે. કોરોનો વાયરસ સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે, જે સી ફૂડ ખાવાથી થાય છે. આ એકમાંથી બીજામાં સરળતાથી ફેલાતો વાયરસ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ચીન સિવાય જાપાન, થાઈલેન્ડ, સિંગાપોર અને ઈન્ગલેન્ડમાં પણ આ વાયરસથી પ્રભાવિત લોકો જોવા મળ્યા છે. WHOએ પણ તેને ખતરનાક વાયરસની શ્રેણીમાં રાખ્યો છે. આ સાથે WHOએ લોકોને આ વાયરસ પ્રત્યે જાગૃત થવા અને તેનાથી બચવા માટે સાવધાની રાખવાની અપીલ કરી છે. કોરોના વાયરસથી બચવા માટે કોઈ વેક્સીન એટલે રસી નથી. તેના લક્ષણ પણ તાવના લક્ષણો સાથે મળતા આવે છે. તેથી આ બીમારીને સમજવા અને તેનાથી બચવાના ઉપાયો જાણવા જરૂરી છે. કોરોનોમાં ન્યુમોનિયા અને અસ્થમાનું સંયુક્ત રૂપ જોવા મળે છે. જે આંતરડા પર ખરાબ અસર કરે છે. કોરોનો વાયરસ ઠંડીમાં વધારે ફેલાય છે અને વાયરસ એકવાર એટેક કરે તેના ચાર મહિના બાદ ફરીથી એટેક કરે છે. આ વાયરસના એન્ટીબોડી લાંબા સમય સુધી ચાલતા નથી. કોરોનો વાયરસના લક...

આ યુવાને માત્ર 7 મહિનામાં ઉતાર્યું 41 કિલો વજન, હવે બન્યો દોડવીર

Image
વિશેષ પાઠક નામના આ 30 વર્ષીય યુવકનું જ્યારે કુલ વજન 108 કિલો હતું ત્યારે તેણે વજન ઉતારવાનું નક્કી કર્યું. આ યુવક વ્યવસાયે આર્કિટેક્ટ છે અને તેણે માત્ર 7 મહિનામાં 41 કિલોગ્રામ વજન ઉતાર્યું છે. હવે વજન ઉતાર્યા બાદ આ યુવાન દોડમાં પણ ભાગ લે છે અને વિજેતા બન્યો છે, તો ચાલો જાણીએ આ યુવાનની વજન ઉતારવાની પ્રક્રિયા વિશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન આ યુવાન દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં થોડા ફળ અને બદામ ખાતો હતો તેમજ સાથે 1 કપ કોફી પીતો હતો. જ્યારે બપોરે લંચ દરમિયાન લીલા શાકભાજીનો સલાડ ખાતો હતો. ડિનર દરમિયાન તે ટોમેટો સૂપ સાથે 2 બ્રેડ ખાતો હતો. તે રાત્રે ગ્રીન ટી પીતો હતો. આ યુવાન જણાવે છે કે વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહારનું અને વધુ કેલરીયુક્ત ભોજન ટાળવું જોઈએ. આ યુવાન વજન ઉતારવા માટે દરરોજ સવારે કસરત માટે જિમમાં જતો હતો અને પછી 2 કિલોમીટર જેટલું દોડવા પણ જતો હતો. વજન ઉતારવા માટે માત્ર કસરત કરવી જરૂરી નથી પણ સાથે-સાથે તમારા દૈનિક ભોજન પણ નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. કારણકે કસરત અને જમ...

સ્કિન એલર્જીને દૂર કરવા માટે બેસ્ટ છે આ ઘરેલું ઉપચાર, અઠવાડિયામાં જ મળશે પરિણામ

સ્કિનની એલર્જી થવી આમ તો સામાન્ય વાત છે, પરંતુ તેને અવગણવી જોઈએ નહીં. કારણ કે તેનાથી સ્કિન ખરાબ થઈ જાય છે. એલર્જીના કારણે સ્કિન પર ડાઘ પડી જાય છે અથવા તો કાળી પડી જાય છે. જો તમને પણ આ તકલીફ છે તો ચિંતા કરવાની જરૂર નથી કેટલાક ઘરેલું ઉપાયથી તમે રાહત મેળવી શકો છો. source https://www.iamgujarat.com/health-news/these-home-remedies-will-you-relief-in-skin-allergy-508083/

પ્રેગનેન્સીમાં બ્લીડિંગ થાય તો ગભરાશો નહિ, આ હોઈ શકે છે કારણ

માતા બનવું એ દુનિયાની કોઈપણ સ્ત્રી માટે જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ હોઈ શકે છે. બાળકને 9 મહિના સુધી ગર્ભમાં મોટું કરવું કોઈ આસાન કામ નથી. આ દરમિયાન શરીરમાં અનેક પ્રકારના બદલાવ થાય છે, અમુક સારા તો અમુક પીડાદાયક પણ હોય છે. તમે પ્રેગનેન્ટ હોવ ત્યારે થોડું પણ બ્લીડિંગ કે સ્પોટિંગ જોવા મળે તો તમે પેનિક કરો અને ગભરાઈ જાવ તે સામાન્ય છે. પરંતુ આ સ્પોટિંગનો અર્થ એવો નહિ કે તમારી પ્રેગનેન્સીમાં કશું ખોટું થી ગયું છે. એવી ઘણી મહિલાઓ છે જેને આખી પ્રેગનેન્સી દરમિયાન બ્લીડીંગ કે સ્પોટિંગ થતું રહે છે. આમ છતાં તે હેલ્ધી બાળકને જન્મ આપે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો ડોક્ટર્સ અને ગાયનેકોલોજિસ્ટ્સનું માનીએ તો પહેલા ટ્રિમેસ્ટર એટલે કે ત્રણ મહિના દરમિયાન બ્લીડિંગ કે સ્પોટિંગ થવું ખૂબ કોમન કે નોર્મલ છે. 25 ટકા ગર્ભવતી મહિલાઓને પ્રેગનેન્સીના 12 અઠવાડિયા સુધી હળવા બ્લીડિંગ કે સ્પોટિંગનો અનુભવ થાય છે. પ્રેગનેન્સીના છઠ્ઠા અને સાતમા અઠવાડિયે તે ખૂબ કોમન છે. ગર્ભવતી સ્ત્રીઓ આ જોઈને ખૂબ ગભરાઈ જાય છે. પ્રેગનેન્સી દરમિયાન થનારા સ્પોટિંગનો રંગ અને ફ્લો બંને મેન્સ્ટ્રુઅલ પીરિ...

દરરોજ 20 હજાર પગલા ચાલીને આ યુવકે ઉતાર્યું 30 કિલો વજન

Image
કોઈ વ્યક્તિનું વજન વધારે હોય ત્યારે લોકો તેની મજાક ઉડાવતા હોય તેવી ઘટના સામાન્ય છે. 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર નરસિંહાએ વજન વધારે હતું એટલે દરરોજ 20 હજાર સ્ટેપ્સ ચાલીને વજન ઉતાર્યું. આ યુવાનની હાઈટ 5 ફૂટ 11 ઈંચ છે અને તેનું કુલ વજન જ્યારે 115 કિલો હતું ત્યારે તેણે વજન ઉતારવાનું નક્કી કર્યું હતું. તેણે માત્ર 5 મહિનામાં 30 કિલોગ્રામ વજન ઉતાર્યું. તો ચાલો જાણીએ આ યુવકની વજન ઉતારવાની પ્રક્રિયા વિશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન આ યુવક દરરોજ સવારે બ્રેકફાસ્ટ દરમિયાન બ્રેડ અને ઈંડા ખાતો હતો જ્યારે લંચ દરમિયાન થોડા ભાત અને સાથે શાક ખાતો હતો. ડિનરમાં ઓટ્સ જમતો હતો અને મહિનામાં એક દિવસ બિરયાની ખાતો હતો. આ યુવક દરરોજ સવારે જિમમાં જતા પહેલા થોડી બદામ ખાતો હતો. વજન ઉતારવા માટે આ યુવક દરરોજ સવારે 5 વાગ્યે ઉઠીને જિમમાં જતો હતો અને દરરોજ 2 કિલોમીટર ચાલતો હતો. આ સિવાય તે દરરોજ 20 હજાર પગલા જેટલું ચાલતો હતો. તે દરરોજ તાજા ફળ અને શાકભાજી સહિત 1 કપ ગ્રીન ટી પીતો હતો. આ યુવક જણાવે છે કે વજન ઉતારવા માટે માત્ર કસરત કરવી...

કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીથી માંડીને આ બીમારીઓ નિયંત્રિત કરવામાં મદદ કરે છે વાલોળ

પાપડી વાલોળ કે વાલોળનું શાક તમારા ઘરે બનતું જ હશે. ક્યારેક રીંગણ સાથે કે ઊંધિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરે આ શાક અલગ-અલગ રીતે બનતું હોય છે. પરંતુ પરિવારમાં એકલદોકલ સભ્ય તો હોય જ જેમને આ શાક ભાવતું ના હોય. જો તમારા પરિવારમાં પણ કોઈ આવું સભ્ય હોય તો તેને વાલોળના ફાયદા જણાવજો. પ્રોટીન, ફાઈબ, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળો વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સ જેવા રોગોથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત વાલોળ હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત પણ વાલોળના ઘણાં ફાયદા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પાચન અને કોલેસ્ટ્રોલ માટે પોષકતત્વોથી ભરપૂર વાલોળ એક નહીં અને બીમારીઓ દૂર રાખવામાં મદદ કરે છે. ફાઈબરનું ભરપૂર પ્રમાણ વાલોળમાં રહેલું છે. જે પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોળમાં વિટામિન B, ફોલેટ, કેલ્શિયમ અને સેલિનિયમનું પણ પ્રમાણ રહેલું છે. આયર્નથી ભરપૂર હોવાને લીધે એનિમિયામાં પણ મદદગાર સાબિત થાય છે. વાલોળ ખાવાથી...

સેક્સ ન કરવાથી મેનોપોઝની સમસ્યા વહેલી થાય છે, સંશોધનમાં ખુલાસો

એક સંશોધનમાં સામે આવ્યું કે જે મહિલાઓ વધુ માત્રામાં સંભોગ કરે છે અને જેમની સેક્સ્યુઅલ લાઈફ એક્ટિવ હોય છે તેમને પીરિયડ્સની સમસ્યા નથી રહેતી અને મેનોપોઝ વહેલા થવાની શક્યતા ઓછી થાય છે. મહિનામાં એકવાર સેક્સ કરતી મહિલાની સરખામણીએ સપ્તાહમાં એકવાર સેક્સ કરતી મહિલાઓને મેનોપોઝની સમસ્યા 28 ટકા જેટલી ઓછી થઈ જાય છે. શોધકર્તાઓએ કહ્યું કે, ‘સંભોગના ભૌતિક સંકેત શરીરને જણાવી શકે છે કે મહિલામાં હજુ ગર્ભવતી થવાની શક્યતા છે.’ હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ અભ્યાસમાં જણાવાયું છે કે જે મહિલાઓ મિડ લાઈફમાં વારંવાર સંભોગ નથી કરતી તેમને જલ્દીથી મેનોપોઝની શક્યતા રહે છે. યુનિવર્સિટી કોલોજ ઓફ લંડનના અભ્યાસકર્તા મેગન અર્નોટે કહ્યું કે, ‘અભ્યાસના નિષ્કર્ષ જણાવે છે કે જો કોઈ મહિલા શારીરિક સંબંધ નથી બનાવતી અને ગર્ભધારણની કોઈ શક્યતા નથી તો શરીર ઓવ્યુલેશન બંધ કરી દે છે. કેમ કે શરીર સમજે છે કે આ નકામી પ્રક્રિયા છે.’ અભ્યાસમાં કહેવાયું કે, ‘ઓવ્યુલેશન દરમિયાન મહિલાઓમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેથી શરીરમાં બીમારીની શક્યતા વધી જાય છે. આ અભ્યાસ માટે 2936 મહિલ...

ચહેરાની સ્કિન સતત કાળી પડી રહી છે? તો આ વસ્તુઓનું સેવન આજથી જ બંધ કરી દો

સ્કિનનો ટોન ફેર હોય તેમ દરેક ઈચ્છે છે. તેના માટે સ્કિનનું ધ્યાન પણ રાખવું પડે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે પૂરતી સંભાળ રાખી હોય તેમ છતાં સ્કિન કાળી પડવા લાગે. જો તમારી સાથે પણ આવું કંઈક થયું હોય તો તેના માટે જવાબદાર છે આ 5 ફૂડ source https://www.iamgujarat.com/health-news/these-five-foods-makes-your-skin-darker-506275/

શિયાળામાં કફની સમસ્યા દૂર કરવા અકસીર ઈલાજ છે ગાયનું ઘી, આ રીતે ઉપયોગ કરો

ઘી વાળી રોટલી, દાળમાં નાંખેલું ઘી, ઘીમાં સાંતળેલો શીરો… ઘી કોને ન ભાવે? ઘી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ ફાયદાકારક છે. તે અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. શિયાળામાં ઘી વધારે ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં ઘટતી જતી એનર્જી લેવલને વધારવામાં મદદ કરવાની સાથે સાથે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. માનસિક સ્વાસ્થ્ય અને સ્કિન માટે પણ ઘી ખૂબ ફાયદાકારક છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો પોષકતત્વોનો ખજાનોઃ ઘીમાં હેલ્ધી ફેટ્સ ઉપરાંત વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન ડી જેવા પોષકતત્વો જોવા મળે છે. ઘણા લોકોને એવું છે કે ઘીમાં ફેટ વધારે હોવાથી તે સ્વાસ્થ્ય માટે સારુ નથી પરંતુ આ વાત ખોટી છે. ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ મળે છે જે બ્રેઈન અને હાર્ટ હેલ્થ માટે જરૂરી છે. કફની સમસ્યા દૂર કરે છેઃ શિયાળામાં ઘણા લોકોને કફની સમસ્યા નડે છે. આવામાં કફ દૂર કરવાનો સૌથી કારગર અને સરળ ઘરેલુ નુસ્ખો ઘીનો છે. નાની-દાદીના જમાનાથી કફ દૂર કરવામાં ઘીનો અસરકારક ઉપચાર તરીકે ઉપયોગ થાય છે. આ માટે 1 ચમચી ઘી ગરમ કરો. તેનું સીધું સેવન કરો અથ...

માંસપેશીઓમાં નબળાઈ! યુવાન વયમાં પણ આ બીમારીના થઈ શકો છો શિકાર

શિયાળામાં સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. એવું કહેવાય છે કે શિયાળો એકમાત્ર ઋતુ એવી છે. જેમાં તમે ભરપૂર પ્રમાણમાં સ્વાસ્થ્યવર્ધક ખોરાક લો અને થોડી કસરત કરો તો તમને આખું વર્ષ વાંધો નથી આવતો. સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવાથી શરીરની માંસપેશીઓ અને હાડકાઓ મજબૂત બને છે. જોકે, શરીરના હલનચલનને નિયંત્રિત કરવા માટે માંસપેશીઓ યોગ્ય રીતે કામ કરે તે ખૂબ જ જરુરી છે. જો માંસપેશીઓ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો ખૂબ જ મુશ્કેલીઓ થઈ શકે છે. આવી મુશ્કેલીને લોકોમોટિવ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આવો જાણીએ તેના લક્ષણો… હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો શરીરમાં ફેરફાર થવો જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ-તેમ શારીરિક ફેરફાર પણ જોવા મળે છે. આ કારણોસર કરોડરજ્જુની તકલીફ, માંસપેશિઓનું સંકુચિત થયું, આર્થરાઈટીસ, ઓસ્ટિયોપોરોસિસ જેવી તકલીફો થઈ શકે છે. આ એક પ્રકારની એવી મુશ્કેલીઓ છે જે ઉંમર વધવાની સાથે જ આગળ વધતી જ રહે છે. આવી મુશ્કેલીઓ શારીરિક ફેરફારને આધારે સર્જાતી હોય છે. શા માટે જરુરી છે જાણકારી? એવું કહેવાય છે કે ભારત એ યુવાનોનો દેશ છે. ભારતની મોટાભાગની વસ્તી ...

શરદી-ઉધરસથી લઈને સાંધાના દુખાવાને દૂર કરશે અજમાના પાન, આ રીતે કરો ઉપયોગ

ભારતીય વ્યંજનોમાં જો અજમો નાખવામાં આવે તો તેનો ટેસ્ટ વધી જાય છે. હેલ્થની રીતે પણ અજમાના ઘણા ફાયદા છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર અજમો જ નહીં તેના પાન પણ લાભદાયી છે. source https://www.iamgujarat.com/health-news/health-benefits-of-ajwain-leaves-497962/

સ્ટેમિના વધારવા માટે બેસ્ટ છે આ 5 ફૂડ, આજથી જ ખાવાનું શરૂ કરી દો

કોઈ પણ કામ થાક્યા વગર લાંબા સમય સુધી કરવાની શારીરિક ક્ષમતાને સ્ટેમિના કહેવાઈ છે. ઘણીવાર ચાલવાથી, સીડી ચડતી કે ઉતરતી વખતે શ્વાસ ચડવા લાગે છે અથવા તો થાક લાગે છે. આ સ્ટેમિના ઓછી હોવાના લક્ષણ છે. સ્ટેમિના વધારવા માટે હેલ્ધી ફૂડ તેમજ ઘરેલૂ ઉપાયોની જરૂર પડે છે. source https://www.iamgujarat.com/health-news/eat-these-5-foods-for-increase-stamina-naturally-502322/

આ પાંચ ખતરનાક વસ્તુઓથી બનેલી છે તમારી લિપસ્ટિક, જાણો છો?

બ્યૂટી પ્રોડક્ટ્સની મદદ તમે તમારા લૂકને પૂરી રીતે બદલી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે બ્યૂટી પ્રોડક્ટમાં જે તત્વો હોય છે તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ પ્રમાણે, લિપસ્ટિક બનાવવા માટે એવા પાંચ ખતરનાક વસ્તુનો ઉપયોગ કરવામાં આવે જેનાથી મહિલાને લાંબેગાળે પેટમાં ટ્યૂમરની તકલીફ થઈ શકે છે source https://www.iamgujarat.com/health-news/some-toxic-ingredients-that-are-found-in-lipstick-501925/

અમદાવાદઃ શિયાળામાં વધી રહ્યા છે હાર્ટ ફેલ્યોરના કેસ, આટલું ખાસ ધ્યાન રાખો

પાર્થ શાસ્ત્રી, અમદાવાદઃ વહેલી સવારે થોડું દોડ્યા પછી હાંફ ચડતી હોય તો તે ફક્ત ઉંમર વધવાની નિશાની નથી. તમારું હૃદય તમને સંકેત આપતું હોય તેવું પણ બને. છાતીમાં દુઃખાવો, ચક્કર આવવા, પગમાં સોજા જેવા લક્ષણો દેખાય તો તમારે ચેતી જવું જોઈએ. શહેરના હૃદયરોગના નિષ્ણાંતો જણાવે છે કે શિયાળામાં હાર્ટ ફેલ્યોરના મહત્તમ કેસ નોંધાય છે. આ એવી સ્થિતિ છે જેમાં હૃદય આખા શરીરમાં પૂરતુ લોહી પમ્પ નથી કરી શકતું. આથી ડોક્ટરો હૃદયના દર્દીઓને શિયાળા દરમિયાન વધુ સારસંભાળ રાખવાની ચેતવણી આપે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા માટે અહીં ક્લિક કરો શહેરના કાર્ડિયોલોજિસ્ટ ડો. સુનીલ થાન્વીએ જણાવ્યું કે શિયાળાના મહિના દરમિયાન હૃદયને લગતી સમસ્યાઓમાં 20થી 35 ટકાનો વધારો નોંધાય છે. તેમણે જણાવ્યું, “શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. તેને કારણે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. શિયાળામાં વધુ કેલેરી વાળો ખોરાક એ હૃદયની સમસ્યામાં વધારો થવાનું અન્ય એક કારણ છે. અગાઉના સમયમાં લોકો એટલા શારીરિક સક્રિય હતા કે ઘી વાળા અડદિયા આસાનીથી પચાવી જતા હતા. પરંતુ હવે હાર્ટની તકલીફ હોય એવા લોકો માટે વસા...

પ્રેગ્નેન્સી દરમિયાન ભૂલથી પણ ન કરતાં આ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ

સુંદર દેખાવા માટે દરેક સ્ત્રી મેકએપ કરે છે પરંતુ પ્રેગ્નેન્સી દરમિયાન મેકઅપ કરતી વખતે કેટલીક સાવધાની રાખવાની જરૂર પડે છે. બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવવામાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્કિનની અંદર જઈને પેટમાં રહેલા બાળકને પણ નુકસાન પહોંચાડી શકે છે. એક રિસર્ચ પ્રમાણે જે મહિલા પ્રેગ્નેન્સી દરમિયાન વધારે મેકઅપ કરે છે, તેને સમય કરતાં પહેલા એટલે કે પ્રીમેચ્યોર બેબી થવાની શક્યતા રહે છે. source https://www.iamgujarat.com/health-news/do-not-use-these-harmful-makeup-products-during-pregnancy-499164/

વિચિત્ર એલર્જી: સેક્સના નામથી જ ફફડે છે યુવાન, ડોક્ટર્સ પણ નથી શોધી શક્યા ઈલાજ

બોસ્ટન: અમેરિકાના એક યુવાનને જવ્વલે જ જોવા મળે તેવી એલર્જી છે. આ યુવાન તેના કારણે સેક્સના નામથી જ ફફડી ઉઠે છે. 25 વર્ષનો આ યુવક કે જેનું નામ નથી જાહેર કરાયું, પોતાની શારીરિક તકલીફને કારણે સેક્સ કરવા જ અસમર્થ બન્યો છે. હાલ ડોક્ટરો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા તેનો ઈલાજ કરવાની કોશીશ કરી રહ્યા છે. જોકે, તે સક્સેસફુલ રહેશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. મેસાચ્યુસેટ્સમાં રહેતો 25 વર્ષનો યુવક સ્ખલનની એલર્જીથી પીડાય છે. ચરમસીમાએ પહોંચતા જેવું શરીરમાંથી સ્ખલન થાય કે તેના શરીરમાં વિચિત્ર ફેરફાર થવા લાગે છે. આ કારણે તે હવે હસ્તમૈથુન કરવાથી પણ ડરે છે. ક્યારેક સેક્સ કરવાની હિંમત કરી પણ લે તો પણ તે સ્ખલન ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, આ યુવકને પોસ્ટ ઓર્ગેઝમ ઈલનેસ સિન્ડ્રોમ (POIS) છે. આ તકલીફને કારણે જો તેને સ્ખલન થઈ જાય તો આઠ-દસ દિવસ સુધી તેને બેચેની, થાક લાગવો, માથું ભમ્યા કરવા જેવી સમસ્યા થાય છે. ક્યારેક સ્ખલન થયાના બે-ત્રણ દિવસ બાદ પણ તેને આ પ્રકારની સમસ્યા થઈ જાય છે. યુવક 16 વર્ષનો હતો ત્યારથી જ તેને આ સમસ્યા થઈ રહી છે. હાલ ડોક્ટર્સ તેને હોર્મોનના ઈન્જેક્શન આપી...

વૈજ્ઞાનિકોએ બનાવ્યો જિનેટિકલી મોડિફાઈડ મચ્છર, જે પોતે જ ડેન્ગ્યુ સામે લડશે

સાન ડિએગો: ડેન્ગ્યુને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. એક અંદાજ અનુસાર, દુનિયામાં દર વર્ષે ડેન્ગ્યુનો શિકાર બનનારાની સંખ્યા 3.9 કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે. જેમાં એશિયા, કેરેબિયન તેમજ નોર્થ અને સેન્ટ્રલ અમેરિકામાં આ રોગનો સૌથી વધુ કહેર જોવા મળે છે. એડિસ ઇજિપ્ત નામનો મચ્છર ડેન્ગ્યુના વાયરનો ફેલાવો કરે છે. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવામાં વર્ષોની મહેનત બાદ પણ કોઈ સફળતા ન મળતા હવે વૈજ્ઞાનિકોએ આ રોગનો ફેલાવો અટકાવવા નવી જ દિશામાં પ્રયાસ આદર્યા છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થતો હોય છે. જોકે, તેમાં મચ્છરનો પણ વાંક નથી હોતો. તેના શરીરમાં જ આ રોગના વાયરસ હોય છે, જે તેના કરડવાથી માણસના શરીરમાં પ્રવેશે છે, અને આ રોગ થાય છે. હવે વૈજ્ઞાનિકોએ મચ્છરો જ આ વાયરસ સામે લડી શકે તેના માટે તેની રોગપ્રતિકારક શક્તિને સુધારવા સંશોધન શરુ કર્યું છે. મચ્છરોને જિનેટિકલી મોડિફાઈડ કરીને તેમના શરીરમાં ડેન્ગ્યુનો વાયરસ ટકી ન શકે તેવા બનાવાઈ રહ્યા છે. જો મચ્છરના શરીરમાં જ આ વાયરસ નહીં હોય, તો તેમના કરડવાથી તે માણસના શરીરમાં પણ નહીં પ્રવેશે, અને આ રોગનો ફેલાવો અટકી જશે. મચ્છરોમાં આ ક્ષમતા સર્જવા માટે તેમના...

સ્ટેન્ટની કિંમત ઘટ્યા પછી ડોક્ટરો બાયપાસ સર્જરીને બદલે એન્જિયોપ્લાસ્ટી વધારે કરે છે?

પાર્થ શાસ્ત્રી, અમદાવાદઃ ફેબ્રુઆરી 2017માં ભારત સરકારે હૃદયમાં મૂકાતા સ્ટેન્ટની કિંમતમાં ધરખમ 85 ટકાનો ઘટાડો કર્યો અને તેની મહત્તમ રિટેલ કિંમત રૂ. 30,000 જેટલી નિશ્ચિત કરી. આ કારણે જે દર્દીઓ અગાઉ મોંઘીદાટ એન્જિયોપ્લાસ્ટી (PTCA) હાર્ટ ટ્રીટમેન્ટ નહતા કરાવી શકતા તે પણ આ સારવાર લેવા સક્ષમ બન્યા. ભારત સરકારના આ પગલાના ત્રણ વર્ષ બાદ નિષ્ણાંતોને સવાલ થઈ રહ્યો છે કે શું આ પગલાને કારણે જે દર્દીઓને મલ્ટીપલ નળીઓમાં બ્લોકેજ હોય અને ખરેખર બાયપાસની જરૂર હોય તેવા કેસમાં પણ ડોક્ટર ઓપન હાર્ટ સર્જરીના બદલે સ્ટેન્ટ બેસાડીને તો પતાવી નથી દેતાને? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો IIM-Aના એક ગૃપ અને ISB ફેકલ્ટી ચિરંતન ચેટર્જી અને સારંગ દેઓએ એક અભ્યાસ હાથ ધર્યો હતો. તેમાં તેમણે કર્ણાટક વાજપેયી આરોગ્યશ્રી સ્કીમના દર્દીઓના ફેબ્રુઆરી 2016થી ફેબ્રુઆરી 2018 વચ્ચેના ગાળાના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. સંશોધકોની ટીમે તાજેતરમાં જ એક પેપર પ્રકાશિત કર્યું છે. તેમાં જણાવાયું છે કે હોસ્પિટલોમાં દર મહિને પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી ઓન્જિયોપ્લાસ્ટી (PTCA)ની સંખ્યા કોરોનરી આર...

વૈજ્ઞાનિકોનો દાવો: આ તેલથી વધે છે સ્પર્મ કાઉન્ટ, વૃષણની સાઈઝમાં પણ થાય છે વધારો

Image
ડેન્માર્કના વૈજ્ઞાનિકોનું સંશોધન ઘણા પુરુષો પોતાની મર્દાનગી વધારવા માટે જાતભાતના નુસ્ખા અપનાવતા હોય છે. જોકે, ડોક્ટર્સ તેમાંથી ભાગ્યે જ કોઈ નુસ્ખાને સમર્થન આપતા હોય છે. તેવામાં ડેનમાર્કના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ફિશ ઓઈલ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારે છે. એટલું જ નહીં તેના નિયમિત સેવનથી વૃષણની સાઈઝમાં પણ વધારો થાય છે. વૃષણની સાઈઝ વધી, ઈજેક્યુલેશન પણ વધ્યું રિસર્ચ અનુસાર, ઓમેગા-3 ફેટી એસિડ્સની કેપ્સ્યુલ નિયમિત લેનારા પુરુષોના વૃષણની સાઈઝ 1.5 મિલી વધારે હતી, અને તેઓ 0.64 મિલી વધુ સ્પર્મ ઈજેક્યુલેટ કરતા હતા. છેલ્લા 90 દિવસોમાંથી 60 દિવસ સુધી આ ઓઈલની કેપ્સ્યુલ લેનારા સરેરાશ 18 વર્ષના પુરુષો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. મોટા વૃષણ, વધુ સ્પર્મ મતલબ સારી ફર્ટિલિટી મોટા વૃષણ અને વધુ સ્પર્મનો મતલબ થાય છે ટેસ્ટોસ્ટેરોનનું વધુ પ્રમાણ. જે ફર્ટિલિટી સારી હોવાનો નિર્દેશ કરે છે. જોકે, આ રિસર્ચમાં આવરી લેવાયેલા પુરુષોની ફર્ટિલિટી કેટલી હતી તે અંગે કોઈ અભ્યાસ નહોતો કરાયો. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ રિસર્ચ યોગ્ય પદ્ધતિથી અને ઉંડાણપૂર્વક કરવામાં આવ્યું હતું. પરંતુ ફિશ ઓઈલથી મર્દાનગી વધે છે તેવ...

હવે દૂધમાં ભેળસેળ અશક્ય! રાજ્યમાં ગામડે ગામડે ફરીને દૂધની ગુણવત્તા ચકાસશે FDCA

કપિલ દવે, ગાંધીનગર: ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી (FDCA) રાજ્યભરમાં દૂધની ગુણવત્તાની તપાસ કરવાનું કામ ઉપાડશે. સહકારી મંડળીઓ પાસે દૂધ પહોંચે તે પહેલા ગ્રામ્ય સ્તરે જ દૂધની ગુણવત્તા ચકાસવામાં આવશે. જો દૂધના સેમ્પલ બિનઆરોગ્યપ્રદ કે ભેળસેળયુક્ત નીકળ્યા તો દૂધ ઉત્પાદક સામે કડક પગલાં ભરવામાં આવશે, તેમ FDCAના અધિકારીઓએ જણાવ્યું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો આ ઉપરાંત દૂધમાં ભેળસેળ છે કે નહીં તે ચકાસવા માટે અસંગઠિત ડેરીઓ સામે પણ ડ્રાઈવ શરૂ કરશે. અધિકારીએ જણાવ્યું, “છૂટક દૂધ વેચતી ડેરીઓમાં પણ તપાસ કરવામાં આવશે.” આ ડ્રાઈવ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) સાથે મળીને શરૂ કરાશે. ગુજરાત FDCAના કમિશનર એચ. જી. કોશિયાએ કહ્યું, અમૂલ જેવી મોટી કંપનીઓમાં FSSAIના સ્ટાન્ડર્ડ પ્રમાણે, દૂધની ગુણવત્તા ચકાસવાની સુવિધા છે. પરંતુ ગ્રામ્ય સ્તરે દૂધ ઉત્પાદકો સહકારી મંડળીમાં દૂધ જમા કરાવે તે પહેલા તેમાં ભેળસેળ કે આરોગ્યપ્રદ છે કે નહીં તે ચકાસવા માટેની સુવિધા નથી. કોશિયાએ જણાવ્યું, “ખેડૂતો ગાય કે ભેંસને દોહે છે તે જગ્યાએ જ જઈને દૂધની ગુ...

ટ્રેન્ડમાં છે વજન ઘટાડવા માટેના આ 5 અલગ પ્રકારના ડાયેટ પ્લાન

વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ડાયેટ ફોલો કરે છે. કેટલાક લોકો માટે વજન ઘટાડવું સરળ હોય છે તો કેટલાકે ખુબ મહેનત કરવી પડે છે. વધી રહેલા વજનને કારણે મુશ્કેલી અનુભવી રહેલા લોકો નવા નવા ડાયેટ ટ્રેન્ડ બનાવે છે. આ ડાયેટ ટ્રેન્ડ સમય-સમયે બદલાતા રહે છે. તો આવા જ કેટલાક અત્યાર સુધીના કંઈક અલગ જ પ્રકારના ડાયેટ ટ્રેન્ડ અંગે અમે તમને જણાવીશું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો બેબી ફૂડ ડાયેટ આ ડાયેટ લેવા પાછળનું કારણ છે કે ભોજનમાં ઓછી કેલરી લેવી. આ પ્રકારના ડાયેટમાં લોકો પોતાના ભોજનની જગ્યાએ બેબી ફૂડ ખાય છે. આ બેબી ફૂડને સ્નેક્સની જેમ લેવામાં આવે છે. જ્યૂસ ડાયેટ જ્યૂસ ડાયેટમાં કોઈ પણ પ્રકારનું સોલિડ ફૂડનો સમાવેશ થતો નથી. આ ડાયેટમાં લોકો માત્ર ફળ અને શાકભાજીના જ્યૂસ જ પીવે છે. આ સાથે અન્ય કંઈ વસ્તુ ખાવામાં આવતી નથી. વજન ઘટાડવા માટે આ સૌથી લોકપ્રિય ડાયેટ છે. અરિસાની સામે ભોજન કરવું અરિસાની સામે પોતાને ભોજન કરતા જોવા ખુબ જ અજીબ લાગશે. આ ડાયેટને ફોલો કરનારા લોકોને પોતાને અલગ તર્ક છે. તેને ફોલો કરનારા લોકોનું કહેવું છે કે અરિસાની સામે ખાવ...

કડકડતી ઠંડીમાં પીવો આ ‘લાલ રંગ’ની ચા, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Image
મોટાભાગના લોકોને સવારે ઉઠતા જ એક કપ ગરમાગરમ ચા પીવા માટે જોઈએ છે. ખાસ કરીને ઠંડીની સીઝનમાં ચા પીધા વગર ચાલતું નથી. કેટલાક લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીવે છે. પરંતુ શું તમે ક્યારેય જાસુદના ફૂલોની ચા પીધી છે? તો જાણો કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ ચા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો જાસુદના ફૂલોની ચા ખુબ ઝડપથી તૈયાર થઈ જાય છે કેમ કે તેમાં ખાંડ કે દૂધ હોતું નથી. આ ચા વજન ઘટાડવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. હ્રદયની બીમારીઓથી પણ બચાવે છે. આ ઉપરાંત તેને પીવાથી સ્કિન પર ગ્લો પણ આવે છે. જાસુદના ફૂલોની ચામાં વિટામિન, મિનરલ્સ, ફાયબર, આયરન અને એન્ટીઓખ્સીડેન્ટ મળે છે. આ ચાની ખાસ વાત છે કે તેમાં આવા ઘણા તત્વો મળે છે. જે તણાવ ઘટાડે છે અને તમારું મગજ શાંત રાખે છે. તેને પીવાથી ડિપ્રેશન દૂર થાય છે. રોજ એક કપ જાસુદના ફૂલોની ચા પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સાથે લીવર સંબંધીત મુશ્કેલીઓ થતી નથી. જાસુદની ચામાં જાસુદના ફૂલોના પાંદડા નાખવામાં આવે છે જેથી આ ચાનો રંગ લાલ થઈ જાય છે. તેને ગરમ કે ઠંડી બંને રીતે પી શકાય છે. જા...

કોફી બનાવતી વખતે ઉમેરો આ બે ચીજ, વેટ લોસની સાથે ઈમ્યૂન સિસ્ટમ થશે મજબૂત

કોફીમાં નારિયેળ તેલ અને તજ પાઉડર મિક્સ કરીને પીવો તો કેવું લાગે? આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે પરંતુ તેનો ટેસ્ટ તમારી જીભને ભાવશે તે વાત 100 ટકા સાચી છે. આ બંને વસ્તુને કોફીમાં મિક્સ કરીને પીવાથી તે મૂડ બૂસ્ટર તેમજ વેટ લોસમાં મદદ કરે છે. આ સિવાય તેના અન્ય પણ ઘણા ફાયદા છે જાણો તેના વિશે. source https://www.iamgujarat.com/health-news/add-cinnamon-powder-and-coconut-oil-in-coffee-to-remove-many-diseases-497294/

ડ્રાય વાળ માટે બેસ્ટ છે ઘરે બનાવેલું આ હેર માસ્ક, એક અઠવાડિયામાં જ દેખાશે અસર

દરેકના રસોડામાંથી મળી આવતા મસાલામાંથી હળદર એક એવો મસાલો છે જેનો ઉપયોગ સુંદરતા વધારવા માટે પણ કરવામાં આવે છે. કારણ કે તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તમે હળદરનું પેક બનાવીને પણ વાળમાં લગાવી શકો છો. source https://www.iamgujarat.com/health-news/hair-care-tips-turmeric-pack-for-healthy-hair-497292/