નાસ લેવાથી દૂર ભાગે છે કોરોના વાયરસ? તમે આવું માનતા હો તો જાણી લો હકીકત
લોકોમાં કોરોના વાયરસનો ફફડાટ છે. આ વિશે લોકો ઈન્ટરનેટ પર જેટલી માહિતી મળે છે તમામને સાચી માને છે. એટલું જ નહીં કોરોનાથી બચવા માટેના દરેક ઘરેલુ નુસખાને સાચા માનવાની સાથે તેનો ઘરે અમલ પણ કરે છે. આવો જ એક નુસખો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ છે નાસ લેવાનો મતલબ કે ગરમ પાણીની વરાળ લેવાનો. લોકો માની રહ્યા છે સ્ટીમ થેરપી (નાસ લેવો) દ્વારા કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે અને તેને મારી શકાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કોરોનાથી પોતાના પરિવારને બચાવવા માટે લોકો જાતભાતના કીમિયા અપનાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારતાં પીણાંની સાથે હવે સ્ટીમ થેરપી લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો માને છે કે વરાળના ગરમાવાથી કોરોના મરી જશે અને શરીર પર કોઈ અસર નહીં થાય. એક તરફ કેટલાક લોકો સાદા પાણીથી નાસ લઈ રહ્યા છે તો કેટલાક લોકો વિક્સ, સંતરા, લીંબુના છોતરાં, લસણ, ટી-ટ્રી ઓઈલ, આદુ, લીમડાના પાન વગેરે જેવા હર્બ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા હર્બ એન્ટીમાઈક્રોબિયલ હોય છે જેથી લોકો માને છે વાયરસને મારવામાં અસરકારક સાબિત થશે. કેટલાક લોકો તો એવી સલા...