Posts

Showing posts from July, 2020

આ સમયમાં હેલ્ધી રહેવા માટે કીવી જ્યુસ ફાયદાકારક પણ આ રીતે પીશો તો જ

Image
કોરોન સમયમાં ખૂબ હેલ્ધી છે આ ફ્રુટ વરસાદન સીઝનમાં અનેક લોગોને અલગ અલગ બીમારીનો સામનો કરવો પડે છે. પોતાના આરોગ્યનું ધ્યાન રાખવા માટે લોકો જુદી જુદી અનેક પદ્ધતીઓ અપનાવતા હોય છે. વરસાદની સીઝનમાં એક ફ્રુટ કીવી ખાવાની સલાહ તો ડોક્ટર પણ આપતા હોય છે કેમ કે આ ફ્રુટમાં પ્લેટલેટ્સ વધારવાના ગુણ હોય છે. જ્યારે આ સીઝનમાં ડેંગ્યુના કેસ ખૂબ વધી જતા હોય છે. તેમાં પણ કીવીનું સેવન જ્યુસના સ્વરુપે કરવામાં આવે તો તે આરોગ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. કીવીના જ્યુસથી નીચેના ફાયદા થાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: અસ્થમાના જોખમને ઓછું કરે છે કીવી ફળનું સેવન જો જ્યુસ સ્વરુપે કરવામાં આવે તો અસ્થમાના દર્દીને તેનો ખૂબ જ ફાયદો થાય છે. એવું માનવામાં આવે છે કે અસ્થમા દરમિયાન શ્વસન તંત્રને યોગ્યરુપે કાર્ય કરવા માટે કીવીમાં રહેલા ગુણ ફાયદો પહોંચાડે છે. પાચનતંત્રને મજબૂત બનાવે છે વરસાદની સીઝનમાં પાચન તંત્ર મંદ પડી જતું હોવાથી તેને લગતી સમસ્યાઓ રહે છે. તેવામાં આ જ્યુસ પાચન તંત્રને ખૂબ મજબૂત બનાવે છે. કીવીમાં રહેલી ફાઇબરની માત્રા પાચનને યોગ્ય કરે છે અને પેટ...

કોરોના: રોજ કારમાં અવરજવર કરતા હો તો આટલી વસ્તુઓ સાફ કરવાનું ભૂલતા નહીં

Image
કારની યોગ્ય સફાઈ જરૂરી કોરોના વાયરસને લીધે જાહેર કરાયેલું લોકડાઉન હળવું કરવામાં આવતા આપણે સૌ ‘ન્યૂ નોર્મલ’માં ગોઠવાઈ રહ્યા છીએ. હાલ તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જવું જોખમી છે એટલે લોકો પોતાની કાર કે ટુ-વ્હીલર લઈને જ જે-તે સ્થળે જવાનું પસંદ કરે છે. પરંતુ શું કાર મુસાફરી માટે સુરક્ષિત છે? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કારને સેનિટાઈઝ કરવી જરૂરી છે કોવિડ હોય કે ના હોય કાર એવી જગ્યા છે જ્યાં બેક્ટેરિયા અને જર્મ્સનું પ્રમાણ વધારે હોય છે. તમારી પોતાની કારમાં મુસાફરી કરતા હો તો એવું જરાય ના સમજતાં કે તમે કોવિડ-19 ઈન્ફેક્શનથી 100 ટકા સુરક્ષિત છે. જેમ તમે બહારથી લાવેલી અન્ય વસ્તુઓની સફાઈ કરો છો તેમ કારને પણ સેનિટાઈઝ કરવી જોઈએ. ખાસ કરીને જો તમે રોજરોજ તેનો ઉપયોગ કરતા હો તો. અહીં તમને જણાવીશું કે, કારને સાફ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શેની સૌથી વધુ સફાઈ થવી જોઈએ? કારની અંદર એવી ઘણી જગ્યા છે જ્યાં તમે વારંવાર સ્પર્શ કરો છો. આ બધી જગ્યાઓ કોઈપણ પ્રકારના જીવાણુઓ કે કોરોના વાયરસ ચેપના ઉછેર માટે મહત્વની બની રહે છે. યાદ રાખો કે, કોર...

કોરોનાથી થતાં મોતનો ખતરો ઓછો કરવામાં આ ડિવાઈસ ખૂબ ઉપયોગી

Image
ઉપયોગી સાબિત થયું આ ડિવાઈસ દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ, કોરોના વાયરસની આપત્તિને ફેલાતી રોકવામાં આ નાનકડું ઓક્સિમીટર (Oximeter) નામનું હેલ્થ ડિવાઈસ ઉપયોગી સાબિત થયું છે. ગત દિવસો દરમિયાન દિલ્હીમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઓક્સીમીટરને ‘સુરક્ષા કવચ’ના નામથી લોકો સુધી પહોંચાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ નાનકડા Oximeter ડિવાઈસે દિલ્હીમાં કોરોનાને કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં રોક લગાવી છે. હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ માટે ઉપયોગી કોરોના વાયરસના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને જ્યારે હોમ ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી ત્યારે તેઓને આ પલ્સ ઓક્સિમીટર આપવામાં આવ્યું હતું. જેથી આ Oximeterની મદદથી દર્દીઓ નિયમિતરીતે પોતાની તપાસ કરતા રહે અને કોઈપણ સમસ્યા ધ્યાનમાં આવે તો હોસ્પિટલને જણાવે. દર્દીઓને આ પલ્સ ઓક્સિમીટર તપાસ બાદ સરકાર તરફથી આપવામાં આવી રહ્યા છે જે દર્દીએ સંપૂર્ણરીતે સ્વસ્થ થયા પછી હોસ્પિટલને પરત કરવું પડશે. કેવી રીતે કામ કરે છે આ પલ્સ ઓક્સિમીટર? તમને જણાવી દઈએ કે પલ્સ ઓક્સિમીટર (Oximeter) ક્લિપ જેવું નાનકડું ...

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

Image
આ વસ્તુ કોરોના વાયરસને મારી શકે છે હાલ તો મજબૂત રોગ પ્રતિકાત્મક શક્તિ અને સ્વચ્છતા બે જ એવી વસ્તુ છે જે આપણે કોરોના વાયરસથી બચાવી શકે છે. આ જીવલેણ અને ખતરનાક વાયરસ કાર્ડબોર્ડ પર 24 કલાક અને પ્લાસ્ટિક સરફેસ પર 3 દિવસ સુધી રહી શકે છે. અન્ય સ્ટડીમાં સામે આવ્યું છે કે, વાયરસ કાંચ, મેટલ અને પ્લાસ્ટિક પર 9 કલાક રહે છે. તેથી ઈન્ફેક્શનથી બચવા માટે જે જગ્યાએ વારંવાર અડાઅડ થતી હોય તેને નિયમિત ડિસઈન્ફેક્ટ કરવી જરૂરી છે. સરફેસને ડિસઈન્ફેક્ટ કરવા માટે તમારે બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. કારણ કે તમારા ઘરમાં રહેલી 3 વસ્તુ એવી છે જે અસરકારક રીતે કોરોના વાયરસનો ખાત્મો બોલાવી શકે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: બ્લીચ વાયરસનો નાશ કરવા માટે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને બ્લીચને પાણી સાથે મિક્સ કરીને ઉપયોગ કરવાની ભલામણ કરી છે. વાયરસને મારવા અડધા કપ બ્લીચમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરો. જ્યારે તમે બંને વસ્તુ મિક્સ કરો ત્યારે હાથમાં ગ્લવ્ઝ પહેરવાનું ભૂલશો નહીં. સાથે જ તેમાં અન્ય કોઈ કેમિકલ મિક્સ કરવું નહીં. આ મિશ્રણથી ઘરની સરફેસને સ...

સેનિટાઈઝરનો આ રીતે ઉપયોગ કરતા હોય તો ચેતજો, હેલ્થ અને મોબાઈલ બંને ખરાબ થઈ શકે

Image
સેનિટાઈઝરની આડઅસર કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે કેટલાક લોકો રોજ અથવા દિવસમાં કેટલીયવાર પોતાના હાથની સાથે-સાથે મોબાઈલને પણ સેનિટાઈઝ કરી રહ્યા છે. પરંતુ સેનિટાઈઝેશનની યોગ્ય રીતની જાણ ન હોવાથી મોટી સંખ્યામાં ફોન ખરાબ થવાની ફરિયાદ મળી રહી છે, તો બીજી તરફ વધુ માત્રામાં સેનિટાઈઝરના ઉપયોગથી લોકોમાં કેમિકલ ઈફેક્ટના કારણે ઉબકા આવવા, મૂડ ખરાબ થવો અને ચિડચિડિયાપણું વધી જવું જેવી સમસ્યા જોવા મળી રહી છે… હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સેનિટાઈઝરથી ખરાબ થઈ રહ્યો છે મોબાઈલ – માર્કેટમાં મોબાઈલ ફોન રિપેરિંગ સેન્ટર્સ પર રોજ કેટલાય લોકો એવી ફરિયાદ લઈને જઈ રહ્યા છે કે, તેમનો ફોન સ્વિચ ઓન નથી થઈ રહ્યો. અવાજ ઓછો આવી રહ્યો છે. ડિસ્પ્લે ખરાબ થઈ રહી છે અથવા ટચ સ્ક્રીન કામ કરી રહી નથી. – આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે મોબાઈલને સેનિટાઈઝ કરતી વખતે મોટાભાગના લોકો સ્પ્રે બોટલ અથવા સ્પ્રે જેલનો ઉપયોગ કરે છે અને ફોનને પકડીને ચારે બાજુ સ્પ્રે કરી દે છે. – આ પ્રોસેસ દરમિયાન, ફોનની અંદર મોઈશ્ચર જતું રહે છે. જેનાથી ફોનની અંદરની સિસ્ટમમાં ગરબડ થવા લાગે છે...

માસ્ક પહેરવાથી વધી રહી છે સ્કિનને લગતી સમસ્યા, આ ઉપાયથી મેળવો છુટકારો

Image
‘માસ્કથી થઈ રહી છે સ્કિનને લગતી સમસ્યા’ ડો.શૈલી પટેલ કોરોના વાયરસ મહામારીના કારણે માસ્ક પહેરવું ફરજિયાત થઈ ગયું છે પરંતુ સતત માસ્ક પહેરવાથી તે સ્કિનને લગતી સમસ્યાઓને આમંત્રણ પણ નોતરે છે. શહેરના ડર્મટલૉજિસ્ટ ડો. શૈલી પટેલનું કહેવું છે કે, માસ્કના સતત ઉપયોગથી ખીલ, ફંગલ ઈન્ફેક્શન અને ખરજવાના કેસ વધી ગયા છે. તેથી હાલના સમયમાં વન ટાઈમ યુઝ અથવા મેડિકલ ગ્રેડ માસ્ક પહેરવું જ ઉચિત રહેશે. જો રિયુઝેબલ માસ્ક સરખી રીતે ધોવાયું ન હોય તો તેનાથી સ્કિનને લગતી તકલીફો થાય છે. માસ્કને વધારે પડતું ન ધોવો અને એકદમ ટાઈટ હોય તેવું ન પહેરો. કોટન માસ્કમાં સરળતાથી શ્વાસ લઈ શકાય છે, જ્યારે ડિઝાઈનર માસ્ક સ્કિન પર ઉઝરડા પાડી દે છે. જ્યારે આપણે માસ્ક પહેરીએ છીએ ત્યારે તે જ હવામાં શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. મોઈશ્ચર અંદર રહે છે, ખાસ કરીને જ્યારે તમે હવાઉજાસવાળા વિસ્તારમાં ન હો ત્યારે. તે ફૂગ અને બેક્ટેરિયા માટેના બ્રીડિંગનું કેન્દ્ર બને છે. જેનાથી પોર્સ ભરાય જાય છે અને ખીલ થાય છે. મેકઅપ સ્થિતિને વધારે ખરાબ કરે છે. તેથી માઈલ્ડ ક્લીન્ઝરથી દિવસમાં બેથી ત્રણ વખત તમારો ચહેરો વોશ કરો. જો જરૂર લાગે તો થોડું મોઈશ્ચ...

પ્રેગનેન્સીમાં મહિલાને જોખમી ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે થ્રી ઈન વન વેક્સિનેશન, જાણો તેની તમામ વિગતો

પ્રેગનેન્સી દરેક સ્ત્રી માટે જીવનનો સૌથી યાદગાર અને નાજુક તબક્કો છે. આ દરમિયાન ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતા થવી સ્વાભાવિક છે, પરંતુ તેની કોઈ અસર તમારા પર ના પડવી જોઈએ. મા બનવા જઈ રહેલી દરેક સ્ત્રીને હેલ્ધી અને હેપ્પી બેબી સિવાય કંઈ નથી જોઈતું હોતું. તેવામાં વેક્સિનેશન માત્ર તમારા બાળકને જ નહીં પરંતુ તમને પણ રસીથી અટકાવી શકાતા રોગોથી દૂર રાખશે. માતાને અપાતી વેક્સિન બાળકમાં પણ એન્ટિબોડીનું નિર્માણ કરે છે, અને તેને જોખમી રોગો સામે રક્ષણ આપે છે. બાળક વેક્સિનેશન માટે યોગ્ય ઉંમર ના ધરાવતું હોય ત્યારે આ એન્ટીબોડી શરુઆતના કેટલાક મહિના દરમિયાન કેટલાક રોગો સામે તેને રક્ષણ આપે છે. એટલું જ નહીં, પ્રેગનેન્સી દરમિયાન પણ તે માતાને રક્ષણ આપે છે. આમ, માતા અને બાળક બંનેના પ્રોટેક્શન માટે તમારા ગાયનેક પાસેથી પ્રેગનેન્સી પહેલા, પ્રેગનેન્સી દરમિયાન અને પ્રેગનેન્સી બાદ કઈ-કઈ વેક્સિન જરુરી છે તે સમજી લેવું જરુરી છે. આવી જ એક મહત્વની વેક્સન છે થ્રી ઈન વન પ્રોટેક્શન, જે પ્રેગનેન્સી દરમિયાન જરુરી છે. ચાલો સમજીએ થ્રી ઈન વન વેક્સિનેશનની અસરકારકતા, કે જે ગર્ભવતી મહિલા અને બાળકને ત્રણ રોગો સામે રક્...

કોરોના વાયરસના લક્ષણોમાં શામેલ થઈ વધુ એક નવી સમસ્યા!

Image
કોરોના વાયરસના ઘણા લક્ષણોમાં વધુ એક નવું લક્ષણ શામેલ થઈ ગયું છે. તમે આ બીમારી અંગે કોઈપણ રીતે કન્ફ્યૂઝ ન થાઓ, કારણ કે, આ એક એવી મહામારી છે જે આપણા જીવનકાળમાં અચાનકથી ઉદભવી છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. એટલે આના લક્ષણોથી લઈને તેની વેક્સીન અને દવાઓ સુધી બધાની શોધ આપણે જ કરવાની છે. એટલે પેનિક થવાને બદલે પ્રેક્ટિકલ થઈને વિચારો… મુશ્કેલ છે પણ ડરવાનું નથી કોવિડ-19 અને અન્ય કોઈ ફ્લૂમાં તફાવત કરવો એટલે મુશ્કેલ હોય છે કારણ કે, શરૂઆતી સ્તર પર કોરોનાના લક્ષણ સામાન્ય ફ્લૂ જેવા જ લાગે છે. જેમ કે, તાવ, સૂકી ખાસી અને શ્વાસ લેવામાં તકલીફ. જેવા કોરોનાના અન્ય લક્ષણો વિશે જાણવા મળ્યું તો સામે આવ્યું કે, શરદી થવી, સ્મેલ અને ટેસ્ટનું ખતમ થઈ જવું પણ કોરોનાના લક્ષણ છે. આ બધી તકલીફો કોઈપણ સામાન્ય ફ્લૂ અને વાયરલ દરમિયાન થાય છે. કોરોનાના તાજા લક્ષણોમાં શામેલ થઈ છે મ્હોમાં રેશેઝ થવાની સમસ્યા. આ જાણકારી સ્પેનના ડૉક્ટર્સ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમની પાસે ઘણા એવા કેસ આવ્યા છે, જેમાં કોરોનાના દર્દીઓને મ્હોમાં ચાંદાની સમસ્યા હતા. મ્હોમાં ચાંદીની સમસ્યાને મેડિકલ ભાષામાં એનાન્થમ (Enanthem) કહેવામાં આ...

શ્રાવણના સોમવારનું છે ખાસ મહત્વ, જો ઉપવાસ કરવાના હો તો આ ખાવાનું ટાળજો

ઉપવાસ કરવાથી આપણા શરીરને આરામ મળે છે અને ટોક્સિનથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે. પરંતુ આજના સમયમાં ઉપવાસની પરિભાષા જ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. અમુક લોકો તો ઉપવાસ રહેવા માટે ફરાળ કરે છે કે ફરાળ કરવા માટે ઉપવાસ રહે છે તે વાત જ સમજાતી નથી. પહેલાના સમયમાં લોકો એક ટાઈમ જમીને અથવા નકોરડો ઉપવાસ કરતાં. પરંતુ આજે તો ફરાળી વાનગીઓ પણ નવી-નવી વેરાયટી જોવા મળી રહી છે. જેમ કે, ફરાળી ઢોંસા, ફરાળી પિઝા, ફરાળી ઉપમા, ફરાળી દાબેલી, ફરાળી ભેળ, ફરાળી પાપડ, ફરાળી વેફર વગેરે… હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પરંતુ શું તમે જાણો છો કે, આવું બધુ ખાઈને ઉપવાસ કરવાથી તમારા શરીરને નુકસાન થાય છે? તેથી ઉપવાસ કેવી રીતે કરવો કે જેથી શરીર તંદુરસ્ત રહે તે માટે અહીંયા થોડી ટિપ્સ આપવામાં આવી છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ન્યૂટ્રિશનિસ્ટ ડો.માનસી ચતરથ સાથે વાત કરી હતી અને ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ખાવું તે વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તો જાણો તેમનું શું કહેવું છે… તમારા ઉપવાસને રસપ્રદ બનાવો જો તમે શ્રાવણ મહિનાના સોમવાર કરવાના હો તો દર સોમવારે શું ખાશો તેન...

શું તમારું બાળક પણ નહાતી વખતે રડે છે? તો આટલું જાણી લો

Image
નહાતી વખતે તમારું બાળક રડે છે? તમારા નાનકડા બાળકને નવડાવવું એ માત્ર હાઈજીન માટે જ નહીં પરંતુ તેમને શાંતિથી ઊંઘ આવે તે માટે પણ જરૂરી છે. દરેક મમ્મીને તેમના બાળકને નવડાવતી વખતે અલગ-અલગ અનુભવ થાય છે. કેટલાક બાળકોને તો નહાવું ખૂબ ગમતું હોય છે, તેઓ પાણી જુએ કે તરત જ રાજી-રાજી થઈ જાય અને પાણીમાં જતાની સાથે જ છબછબીયા કરવા લાગે. તો કેટલાક બાળકો તો બાથરુમમાં જતાની સાથે જ મોટે-મોટેથી રડવા લાગે. આવા બાળકને નવડાવવામાં તો મમ્મીઓ પણ થાકી જાય. જો તમારું બાળક પણ આમ કરતું હોય તો તમે તે જાણવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે કે તે કેમ નહાતી વખતે રડે છે? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પાણીનું તાપમાન બાળકો ઠંડા અને ગરમ તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેથી તેનું નહાવાનું પાણી વધારે ઠંડુ કે વધારે ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. તેમને હુંફાળા પાણીથી નવડાવવું વધારે ઉચિત રહેશે. આવું પાણી તેમને શાંત પાડશે અને સાથે જ તેઓ નહાવું પણ પસંદ કરશે. પાણીનો પ્રવાહ જ્યારે બાળકને નવડાવો ત્યારે તેમના પર ધીમે-ધીમે પાણી રેડો. જો તમે બાથટબ વાપરતા હો તો પહેલા બાળકને તેમા બ...

કોરોનાથી સાવધાન રહે ડાયાબિટીસના દર્દી, સુગર લેવલ પર નિયંત્રણ જરૂરી

Image
ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ખતરો વધુ ડાયાબિટીસના દર્દીઓને કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધારે રહેલો છે. ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને લીધે તેઓ જલદી કોરોના વાયરસનો શિકાર બને છે. આવી જાણકારી કોરોના વાયરસના સંક્રમણના શરૂઆતના સમયથી જ હેલ્થ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહી છે. હાલમાં જ પ્રકાશિત એક રિસર્ચમાં એવું સામે આવ્યું હતું કે ડાયાબિટીસના રોગી એવા દર્દીનું કોરોના વાયરસના કારણે મોત થવાનું કારણ તેમના શરીરમાં સુગર લેવલમાં વધારો થવો પણ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કોરોનાથી સાવધાન રહેવાની જરૂર એક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થયા પછી હોસ્પિટલમાં ભરતી થયેલા મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં નોંધનીય છે કે ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધારે છે. ડાયાબિટીસના દર્દીએ કોરોના વાયરસથી સાવધાન રહેવાની ખૂબ જરૂર છે અને કોરોના સંક્રમણનું એકપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. જો ડોક્ટર સલાહ આપે તો...

એક્સપર્ટ્સની ચેતવણી: વાલ્વવાળા માસ્ક પહેરવામાં રહેલું છે મોટું જોખમ

Image
કોરોના ફેલાવી શકે છે આવા માસ્ક લંડન: કોરોનાથી બચવા માટે આખી દુનિયાના મોટાભાગના દેશોમાં માસ્ક ફરજિયાત છે. જો માસ્ક ના પહેરો તો મોટો દંડ પણ ભરવો પડે છે. માસ્ક ના હોય તો મોઢા પર રુમાલ બાંધીને પણ કોરોના સામે ઘણાખરા અંશે રક્ષણ મેળવી શકાય છે. જોકે, એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે વાલ્વવાળા માસ્ક ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. ઓક્સફોર્ડના પ્રોફેસર રોરી સ્ટુઅર્ટ તો ત્યાં સુધી કહે છે કે આવા માસ્ક પહેરવા તે કંઈ ના પહેરવા જેટલું જ જોખમી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો વાલ્વમાં મોટું રિસ્ક એક્સપર્ટ્સનું માનીએ તો, માસ્કમાં રહેલો વન-વે વાલ્વ જ્યારે વ્યક્તિ શ્વાસ લે ત્યારે બંધ થઈ જાય છે, અને જ્યારે તે શ્વાસ બહાર કાઢે ત્યારે ખૂલી જાય છે. જેના કારણે વાલ્વવાળું માસ્ક પહેરેલી વ્યક્તિ શ્વાસ લે ત્યારે તેના શ્વાસમાં હવા ફિલ્ટર થઈને આવે છે. જોકે, તે શ્વાસ કાઢે ત્યારે વાલ્વના નાનાકડા કાણાંમાંથી હવા પ્રેશર સાથે બહાર નીકળે છે. આ હવા ફિલ્ટર થઈને બહાર નથી આવતી. મતલબ કે, માસ્ક પહેરનારા વ્યક્તિને જો કોરોનાનો ચેપ લાગેલો હોય તો તે હવામાં વાયરસ ફેલાવી શકે છે. ...