Posts

Showing posts from April, 2020

કોરોના સામે જંગઃ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ રીતે ઘરે જ બનાવો હર્બલ ટી

સમગ્ર દેશ હાલમાં કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે અને હજી સુધી તેની કોઈ ચોક્કસ સારવાર અને દવા શોધી શકાઈ નથી. તેવામાં આ ચેપને કાબૂમાં રાખવા અને કોવિડ-19ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દરરોજ હર્બલ ટીનું સેવન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જોકે, આ લોકો પણ આ હર્બલ ટી ઘરે બનાવી શકે છે અને તેઓ પણ તેનું સેવન કરીને પોતાની રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોનાની સારવાર લઈ રહેલા 932 જેટલા દર્દીઓને ગુરૂવારથી હર્બલ-ટી આપવામાં આવી રહી છે. આ હર્બલ ટીમાં સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળનું મિશ્રણ હોય છે. આ રીતે ઘરે જ બનાવો હર્બલ ટીમ (100 મિલી ચા માટે) તજ (1 ગ્રામ), મરી (3 નંગ), સૂંઠ (1 ગ્રામ), કાળી દ્રાક્ષ (10 નંગ), તુલસી-ફૂદીનાના પાન (20 નંગ), દેશી ગોળ (5 ગ્રામ), લીંબુ (અડધી ચમચી). આ તમામ વસ્તુઓનું મિશ્રણ કરીને હર્બલ ટી બનાવી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમા...

લ્યૂકેમિયા બ્લડ કેન્સરના પીડિત હતા ઋષિ કપૂર, જાણો લક્ષણો, કારણો અને તેની સારવાર વિશે

Image
67 વર્ષની વયે ઋષિની દુનિયાને અલવિદા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે 30 એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કહી દીધું. તેમનું 67 વર્ષ વયે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં અવસાન થઈ ગયું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. બીગ બીની ટ્વીટમાં તેમની પીડા દેખાઈ આવે છે. એક દિવસ પહેલા જ એક્ટર ઈરફાન ખાનનું પણ કેન્સરને કારણે અવસાન થયું છે ત્યારે હવે રિષી કપૂરના અવસાનથી બોલિવૂડ જ નહીં પરંતુ આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: લ્યૂકેમિયા બ્લડ કેન્સરે લીધો જીવ જણાવી દઈએ કે, ઋષિ કપૂર કેન્સરથી પીડિત હતા. છેલ્લા બે વર્ષથી તે લ્યૂકેમિયાથી પીડાતા હતા જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. લોકોમાં લ્યૂકેમિયા કેન્સર અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે. આવો જાણીએ લ્યૂકેમિયા કેન્સર શું હોય છે… શું છે લ્યૂકેમિયા લ્યૂકેમિયા એક પ્રકારનું બ્લડ કેન્સર છે. લ્યૂકેમિયાને ક્રોનિક લિમ્ફોસાઈટિક લ્યૂકેમિયા અથવા CLL પણ કહેવામાં આવે છે. લ્ય...

લસણ ફોલ્યા બાદ કે ડુંગળી સમાર્યા બાદ હાથમાંથી તેની દુર્ગંધ જતી નથી? આ ઉપાય અજમાવો

Image
લસણ-ડુંગળીની હાથમાંથી સ્મેલ આવે છે? લસણ ફોલ્યા બાદ કે ડુંગળી સમાર્યા બાદ આંગળીઓમાં તેની સ્મેલ બેસી જાય છે. સાબુ તેમજ પાણીથી હાથ ધુઓ તો પણ તે સ્મેલ જતી નથી. જો તમે પણ આ તકલીફથી પરેશાન હો તો કેટલાક નુસખા અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: મીઠું હથેળીમાં મીઠું લઈને બંને હાથને બસો. બે-ત્રણ ટીપાં પાણી પણ ઉમેરો, જેથી મીઠાના દાણા આંગળીઓમાં ચોંટેલા રહે. જ્યારે આ રીતે ઘસીને હાથ ધોશો તો તેની સ્મેલ આપોઆપ ગાયબ થઈ જશે. વિનેગર અને બેકિંગ સોડા જો તમે ફટાફટ લસણ અને ડુંગળીની સ્મેલથી છુટકારો મેળવવા માગતા હો તો બેકિંગ સોડામાં થોડું વિનગેર ઉમેરીને પેસ્ટ બનાવી લો અને પછી તેનાથી હાથ ધોઈ લો. કોફી કોફીથી પણ લસણ-ડુંગળીની સ્મેલથી છુટકારો મેળવી શકો છો. હાથમાં થોડી કોફી લઈને આંગળીઓ ઘસો. બાદમાં સાબુ અને પાણીથી હાથ ધોઈ લો. ટૂથપેસ્ટ જે રીતે તમે દાંતની સફાઈ કરો છો તે રીતે હાથમાંથી દુર્ગંધને પણ દૂર કરી શકો છો. આંગળીઓમાં ટૂથપેસ્ટ લગાવો અને પછી બરાબર ઘસો. બાદમાં હાથ પાણીથી ધોઈ લો. સફેદ ટૂથપેસ્ટનો જ ઉપયોગ કરવો. લીંબૂ લીંબૂને...

બાળકોમાં જોવા મળી રહ્યા છે કોરોના વાયરસના નવા લક્ષણો, બ્રિટનના ડૉક્ટરોએ આપી ચેતવણી

લંડન: કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં છે. કોવિડ-19ની દવા શોધવાનો પ્રયાસ દુનિયાભરના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. પરંતુ આ વાયરસની શરીર પર ઘણાં પ્રકારે અસર થતી હોવાથી દવા શોધવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. સંક્રમણના ઘણા કેસ એવા પણ સામે આવ્યા છે જેમાં દર્દીમાં એકપણ લક્ષણ જોવા મળ્યું ના હોય. આ દરમિયાન બ્રિટનના સ્વાસ્થ્યકર્મીઓએ નવી ચેતવણી જાહેર કરી છે જે સંક્રમણના વધુ એક વિકરાળ સ્વરૂપને દર્શાવે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો બ્રિટન, ઈટાલી અને સ્પેનના ડૉક્ટરોએ બાળકોમાં રેર ઈન્ફ્લૅમેટરી સ્થિતિની ચેતવણી આપી છે જેનો સંબંધ નવા કોરોના વાયરસ સાથે હોઈ શકે છે. આ અઠવાડિયાના પ્રારંભે બ્રિટનની પીડિયાટ્રિક ઈન્ટેન્સિવ કેર સોસાયટીએ ડૉક્ટરોને ચેતવણી આપી હતી કે, બાળકોમાં દેખાઈ રહેલા કોવિડ-19ના લક્ષણો ચિંતાજનક છે. જો કે, આ લક્ષણો કોવિડ-19ના કારણે છે કે અન્ય કોઈ રોગ જવાબદાર છે તે જાણવું જરૂરી છે. આ કેસોમાં ટોક્સિક શૉક સિન્ડ્રોમ અથવા કાવાસાકી (Kawasaki) ડિસીઝ (રેર બ્લડ વેસલ ડિસઓર્ડર) જેવા લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે. ઓછી સંખ્યામાં બાળકો કોવિડ-19નો શિકાર બ...

એક સમયે 127 કિલો હતું આ યુવતીનું વજન, આ રીતે 43 કિલો ઘટાડીને મેળવ્યું સ્લિમ ફિગર

Image
સ્થૂળતા એક સામાન્ય સમસ્યા છે, જેની સામે મોટાભાગના લોકો ઝઝૂમી રહ્યા છે. બિઝી લાઈફસ્ટાઈલ અને જંકફૂડના કારણે વજન વધી જવું સામાન્ય છે. પરંતુ મનોબળ મક્કમ હોય તો વજન ઘટાડવું એટલું પણ મુશ્કેલ નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: વ્યવસાયે બેંકર તેવી 36 વર્ષીય રેણુકા પમનાની વાસવાનીનું વજન 127 કિલો થઈ ગયું હતું. ત્યારે તેણે પોતાની લાઈફસ્ટાઈલમાં ફરફાર કર્યો અને અઢી વર્ષમાં 43.5 કિલો વજન ઘટાડ્યું, આજે તેનું વજન 83.5 કિલો છે. વેટ લોસ માટે તેણે શું કર્યું, જાણો… વજન ઘટાડવાનો નિર્ણય કેવી રીતે લીધો ‘મારું વજન સતત વધી રહ્યું હતું અને એક સમય એવો આવ્યો જ્યારે વજન 127 કિલો થઈ ગયું. મારો આત્મવિશ્વાસ ઓછો થવા લાગ્યો અને મને સારો પાર્ટનર નહીં મળે તેવું વિચારીને તણાવમાં રહેવા લાગી. જ્યારે હું નાની હતી ત્યારે મને ઘણો પ્રેમ મળતો હતો. પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારું વજન ત્રણ આંકડા સુધી પહોંચી જશે. પછી મેં વેટ લોસનું નિર્ણય લીધો. મારી ડાયટિશ્યન ખ્યાતિ રુપાણી અને ફિટનેસ કોચ રાકેશ પવારે મને ઘણી મદદ કરી’. વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન બ્રેકફાસ્ટઃ ઓટ્સ,...

COVID 19: રંગ બદલી રહ્યો છે કોરોના વાયરસ, સામે આવ્યા નવા લક્ષણ

Image
ન્યૂ દિલ્હીઃ કોરોના વાયરસ દિવસેને દિવસે ખતરનાક થઈ રહ્યો છે. દિવસેને દિવસે તેના નવા લક્ષણો સામે આવી રહ્યા છે. હવે તેનું વધું એક લક્ષણ સામે આવ્યું છે.. તેના લક્ષણો માત્ર શરદી, ઉધરસ અને તાવ જ નથી પરંતુ હવે તેના લક્ષણ પગમાં પણ જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસના દર્દીઓના પગના અંગુઠામાં આ નવું લક્ષણ જોવા મળ્યું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: COVID TOES ઈટાલીમાં સૌથી પહેલા દેખાયું હતું આ લક્ષણ સૌથી પહેલા માર્ચમાં આ લક્ષણ ઈટાલીમાં એક 13 વર્ષના બાળકમાં જોવા મળ્યું હતું. તેના પગમાં લાલ કલરના નિશાન હતા. શરુઆતમાં માનવમાં આવ્યું કે કીડીના કારણે થયું હશે. કારણ કે નિશાન તેને મળતું આવતું હતું. પરંતુ બાદમાં કોરોનાના અન્ય દર્દીઓમાં પણ આ લક્ષણ જોવા મળ્યું. હવે આ લક્ષણ અમેરિકામાં ઘણા નવા દર્દીઓમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે ત્યાંના ડોક્ટર પણ આ વિશે ચર્ચા કરી રહ્યા છે. કોવિડ 19થી સંક્રમિત દર્દીઓની ઓળખમાં પગના લક્ષણ પણ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને બાળકો અને યુવાનોમાં. લક્ષણનું નામ છે ‘કોવિડ ટોઝ’ આ લક્ષણને ‘કોવિડ ટોઝ’ નામ આપવામાં આવ્યું છે. આ ...

10 સેકંડ શ્વાસ રોકવાથી કોરોનાના સંક્રમણનું સ્વ નિદાન શક્ય છે?, જાણો દાવાની હકીકત

Image
કોરોના વાયરસ મહામારી કોરોના વાયરસે આખી દુનિયાને ભરડામાં લીધી છે. રોજેરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને 1 લાખ 83 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના સંક્રમિતોની વધતી સંખ્યા લોકોમાં ભયની સાથે અફવા પણ ફેલાવી રહી છે. આ ગેરમાન્યતાઓ અર્ધસત્ય અને સમજણશક્તિને આધારિત હોય છે, જે સાચા સમયે તોડવામાં ના આવે તો ગંભીરરૂપ ધારણ કરી શકે છે. શું છે દાવો? થોડા દિવસથી સોશિયલ મીડિયા પર એવો સંદેશ ફરતો થયો છે કે, તમે કોરોના વાયરસનું નિદાન જાતે કરી શકો છો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો તમે 10 સેકંડ સુધી ઉધરસ કે અસ્વસ્થતા અનુભવ્યા વિના 10 સેકંડ સુધી શ્વાસ રોકી શકો તો તમે સુરક્ષિત છો. કારણકે કોવિડ-19 તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે. દાવાનો આધાર શું છે? આ દાવાનો આધાર એ માન્યતાને આભારી છે કે, કોવિડ-19ના દર્દીને તાવ કે ઉધરસ જેવા લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તો તેના ફેફસામાં 50 ટકા ફાઈબ્રોસિસથી ભરાઈ જાય છે. જેના કારણે તેમની સારવારમાં અડચણ ઊભી થાય છે. શ્વાસ રોકી રાખવાથી તમારા ફેફસાને નુકસાન થયું છે કે નહીં ...

એક સમયે 90 કિલો હતું આ મહિલાનું વજન, આ ડાયટ પ્લાન ફોલો કરીને ઘટાડ્યું 35 કિલો વજન

સ્થૂળતા એક એવી બીમારી છે જેનાથી બોડી શેપ ખરાબ થઈ જાય છે સાથે જ્યારે લોકો ખરાબ નજરથી જુએ છે ત્યારે આત્મવિશ્વાસ પણ ઓછો થઈ જાય છે. આજની બિઝી લાઈફસ્ટાઈલમાં વજન વધવું સામાન્ય છે અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ સ્થૂળતાનો ભોગ બની શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, વજન ઘટાડવા માટે તમે કઈ-કઈ રીત અપનાવી રહ્યા છો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ફિટનેસ કન્સલટન્ટ અને હોમ મેકર 33 વર્ષીય આકાંક્ષા શર્માનું વજન વધીને 90 કિલો થઈ ગયું હતું. તે પોતાના જીવનથી થાકી ગઈ હતી. વધેલા વજનને કારણે આત્મવિશ્વાસ ઘટી ગયો હતો. ડિલિવરી બાદ વજન વધારે વધી ગયું. કમરના દુખાવો થતો હોવાથી તે ધ્યાન રાખી શકતી નહોતી. બાદમાં તેણે પોતાના બોડી ફેટથી શરમ અનુભવીને વજન ઘટાડવાનો નિર્ણય લીધો અને 24 મહિનામાં 35 કિલો વજન ઘટાડ્યું. આ રીતે વજન ઘટાડવાનો નિર્ણય લીધો ‘પ્રેગ્નેન્સી પહેલા મને પીસીઓએસ હતું. ડિલિવરી બાદ મારા બાળકનું વજન 3 કિલો હતું પરંતુ હું તેને ખોળામાં લઈ શકતી નહોતી. એ આખી રાત રડતો અને મને કમરમાં એટલો દુખાવો થતો હતો કે તેને શાંત રાખી શકતી નહોતી. તે સમયે મેં નક્કી કર્યું કે મા...

ડાર્ક સર્કલને ગાયબ કરી દેશે ચારોળી, આ રીતે કરો ઉપયોગ

ઘરમાં બનતી ખીર અને ડેઝર્ટમાં ચારોળીનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવું ડ્રાય ફ્રૂટ છે જેનો ઉપયોગ તમે આંખ નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે પણ કરી શકો છો. ચારોળીમાં વિટામિન C, વિટામિન B2, B1 અને નિયાસિન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે પણ ડાર્ક સર્કલમાંથી છુટકારો મેળવવા માગતા હો તો ચારોળીની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. source https://www.iamgujarat.com/health-news/cuddapah-almond-face-pack-remove-your-dark-circles-545401/

જાણીને આશ્ચર્ય થશે પણ વાયરસ વગર અશક્ય છે આપણું જીવન

Image
આ વાયરસ ઘાતક નહીં પણ જીવનદાયક છે નવી દિલ્હીઃ આજકાલ ભલે આપણને વાયરસ આ શબ્દ સંભળાય તો પણ ડર અને શરીરમાંથી લખલખું પસાર થઈ જાય. કદાચ વાયરસ શબ્દ ડિક્શનેરીમાં સૌથી અણખામણો શબ્દ બની ગયો હશે. પરંતુ તમને નહીં ખબર હોય કે એક સાથે હજારો લોકોના મોત માટે જવાબદાર વાયરસો પૈકી કેટલાક એવા પણ છે જેના કારણે માણસ જીવી શકે છે અને જે તે ન હોય તો માણસનું જીવન લગભગ શક્ય જેવું જ નથી. આપણે અહીં કોરોના વાયરસની વાત નથી રહી રહ્યા. કેટલાક વાયરસ માણસના શરીર માટે ઘાતક છે તો કેટલાક વરદાનરુપ, આવા વાયરસ આપણા શરીરમાં જ જન્મે છે અને કાયમ માટે રહે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જન્મ પહેલા જ શિશુમાં હોય છે આ વાયરસ વૈજ્ઞાનિક સંશોધનમાં તો જાણકારી મળી છે કે કેટલાક વાયરસ તો આપણા જન્મ પહેલા જ્યારે આપણે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી આપણી અંદર એક્ટિવ હોય છે અને તેમના કારણે જ આપણું જીવન શક્ય બને છે. પાછલા કેટલકા વર્ષોથી વૈજ્ઞાનિકો માણસ જાતના DNA પર અનેક સંશોધન કરી રહ્યા છે. તેમને જોવા મળ્યું કે DNAમાં પણ વાયરસની એક આખી વંશાવલી રહેલી હોય છે. માણસના જીન્સમાં વાયરસના લગભગ 1...

કોરોના વાયરસ: માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટ ખરીદીને લાવ્યા બાદ આ રીતે કરો સાફ

કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન વધારી દેવાયું છે. હવે લોકો પહેલા કરતાં વધારે એલર્ટ થઈ ગયા છે અને ડોક્ટરની સલાહ માનીને સંક્રમણથી બચવાના ઉપાયો પણ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો બહારથી લાવેલી કોઈ વસ્તુને પહેલા સેનિટાઈઝ કરી દેવામાં આવે તો સંક્રમણ ફેલાવાનો ખતરો ઓછો થઈ જાય છે, તે પછી કરિયાણું હોય કે પછી ફ્રૂટ-શાકભાજી. તેથી તમે પણ જ્યારે માર્કેટમાંથી શાકભાજી ખરીદીને લાવો તો આ રીતે સાફ કરી લો… હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પત્તાવાળા શાકભાજી એક મોટા બાઉલમાં પાણી લો અને તેમાં પત્તાવાળા શાકભાજી અથવા લીલી ભાજીને થોડા સમય માટે ડૂબાડી રાખો. બાદમાં હળવા હાથે સાફ કરી લો. તેને ચારણીમાં મૂકો. ફરીથી ઠંડા પાણીથી ધોઈ લો. ગાજર, બટાકાને આ રીતે કરો સાફ બટાકા જમીનની અંદર ઉગે છે તેથી તેમાં માટી લાગેલી હોય છે. બજારથી લાવ્યા બાદ તેના પર બ્રશ ફેરવીને માટી કાઢી લો. બાદમાં હુંફાળા પાણીથી ધોઈ લો. બેકિંગ સોડાનો કરો ઉપયોગ બજારથી લાવેલા ફ્રૂટ અને શાકભાજી પર બેકિંગ સોડા છાંટીને 15 મિનિટ માટે એમ જ રહેવા દો. તેનાથી ઉપરની પરત પર જામેલા બેક્ટેરિયા અન...

આ યુવતીને ‘ફેટમેન’ કહીને બોલાવતા હતા પરિવારના લોકો, 8 મહિનામાં ઘટાડ્યું 30 કિલો વજન

આજની બિઝી લાઈફમાં સ્થૂળતા દરેક વ્યક્તિને પરેશાન કરી રહી છે. બાળકોથી લઈને યુવાનો તેમજ વૃદ્ધો પણ વધતા વજનથી પરેશાન છે. વજન ઘટાડવું પણ સરળ નથી. વેટ લોસ માટે લોકો અલગ-અલગ રીતો અપનાવે છે પરંતુ જ્યાં સુધી નક્કી કરો ત્યાં સુધી તેને ઉતારવું સરળ નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: વ્યવસાયે વકીલ અને ઈન્સ્ટાગ્રામ બ્લોગર 24 વર્ષીય નિકિતા મારવાહ બાળપણથી જ સ્થૂળતાનો ભોગ બની હતી. 5.3 ફૂટ ઊંચાઈ ધરાવતી નિકિતાનું વજન વધીને 97.4 કિલો થઈ ગયું હતું. તેણે વેટ લોસ માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેને હંમેશા નિષ્ફળતા મળી. જો કે, તેણે હાર માની નહીં અને 8 મહિનામાં 30 કિલો વજન ઘટાડ્યું આ રીતે કર્યો વજન ઘટાડવાનો નિર્ણય નિકિતાનું કહેવું છે કે, ‘મારી ઈમ્યૂનિટી નબળી પડી ગઈ હતી અને ટેસ્ટ કરાવવા પર મને થાઈરોઈડ હોવાની જાણ થઈ. તેનાથી મારો સ્વભાવ ચિડચિડીયો થઈ ગયો હતો. મારો પરિવાર મને ફેટમેન કહીને બોલવાતો. તેમના મોંએથી આ શબ્દ સાંભળીને હું ભાંગી પડી અને મેં વજન ઘટાડવાનો નિર્ણય લીધો’. વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન બ્રેકફાસ્ટઃ ઓટ્સ ચીલા, પરાઠા અને વેજિટેબલ ઓમલેટ લંચઃ પનીર, ...

કોરોનાના ભય વચ્ચે ઉનાળાની ગરમીમાં AC ચલાવો પણ આ રીતેઃ નિષ્ણાંતો

Image
ગરમી વધી છે, પણ કોરોનાના ભય વચ્ચે AC કરાય? પાર્થ શાસ્ત્રી, અમદાવાદઃ ઉનાળાની તો હજુ શરુઆત જ થઈ રહી છે તેમાં જ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે. ઉપરથી લોકડાઉન પણ 3 મે સુધી વધારવામાં આવ્યું છે. ત્યારે ઘણા અમદાવાદીઓ માટે આ ગરમીના ઘરમાં એસી વગર રહેવું મુશ્કેલ બની ગયું છે. જોકે કોરોનાના સંક્રમણને લઈને જાહેર કરવામાં આવેલ એડવાઈઝરી મુજબ ઘણા ઘરમાં અને કોર્પોરેટ ઓફિસમાં ACને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: નિષ્ણાંતોએ આપી ગાઈડલાઈન્સ જોકે ઈન્ડિય સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ અને એર કંડિશનિંગ એન્જિનિયર્સ(ISHRAE) નામની સંસ્થા જેના સભ્યો પ્રેક્ટિશનર્સ, એન્જિનિયર્સ, એકેડેમિશિયન અને સર્વિસ પ્રોવાઈડર્સ છે તેમણે કહ્યું કે, ‘જો ગરમી સહન ન થતી હોય તો તમે AC ચલાવી શકો છો પરંતુ તમારા આરોગ્યને ધ્યાને રાખીને કેટલીક બાબતોની સાવધાની રાખવી પડશે.’ ઘર હોય કે હોસ્પિટલ આ પ્રકારે ચલાવો AC સેપ્ટ યુનિવર્સિટીના સેન્ટ્રલ એડવાન્સ્ડ રીસર્ચ ઇન બિલ્ડિંગ સાયન્ય એન્ડ એનર્જીના ટેક્નિકલ ડિરેક્ટર ડો. યશ શુક્લા કે જેઓ ISHRAEની ટાસ્ક ફોર્...

કોરોનાની સારવારમાં 130 વર્ષ જૂની પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ, જાણો શું છે અને કેવી રીતે કરે છે ઈલાજ

Image
પ્લાઝ્મા થેરાપી દ્વારા કોરોનાની સારવાર પ્લાઝ્મા ટ્રિટમેન્ટ કે થેરાપી કોરોના વાયરસની સારવારમાં કેટલી ઉપયોગમાં આવશે તે તો હજુ જોવું રહ્યું. આ પહેલા સાર્સ અને મર્સ વખતે પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીઓનો ઈલાજ કરવામાં આવ્યો હતો. જે કોરોના વાયરસની કેટેગરીમાં આવતા વાયરસ સંક્રમણ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: લગભગ 130 વર્ષ જૂની ઈલાજ થેરાપી તમે પ્લાઝ્મા ટ્રિટમેન્ટનું નામ ભલે હાલમાં જ સાંભળ્યું હોય પરંતુ આ ઈલાજ નવો નથી. તે આશરે 130 વર્ષ જીનો એટલે કે 1890ની આસપાસ શોધાયેલી ઈલાજ પદ્ધતી છે. આ થેરાપી જર્મન ફિઝિયોલોજિસ્ટ એમિલ વોન બેહ્નિંગે શોધી હતી. આ માટે તેમને નોબેલ પારીતોષિતથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જે દવાના ક્ષેત્રે સૌથી પહેલું નોબેલ હતું. રાજ્ય સરકારોએ માગી મંજૂરી દેશના ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારોએ કોરોના સામે લડવા માટે પ્લાઝ્મા ટેક્નોલોજીના ઉપયોગ અંગે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી છે. કેટલાક કેસમાં મંજૂરી આપી પણ દેવામાં આવી છે. જે હાલ એક મેડિકલ ટ્રાયલ તરીકે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. તેમાં દિલ્હી, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર અને તામિ...

આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંકથી પણ ફેલાય છે કોરોના?

શિશિર ચૌરસિયા, નવી દિલ્હી: ગરમીની શરૂઆત અને તમે તેમજ તમારો પરિવાર આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંકથી દૂર રહે, એ ખરેખર જ સામાન્ય સ્થિતિ નથી. પરંતુ, અત્યારે કોવિડ-19ની મહામારીને જોતા સોશયલ મીડિયા પર આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક દ્વારા કોરોના સંક્રમણ ફેલાવા સંબધિત ઘણા સંદેશ શેર કરવામાં આવી રહ્યા છે. એટલે લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા છે. પરંતુ, ભુવનેશ્વરના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડો. મનોજ કુમાર સાહુનું કહેવું છે કે આ ભ્રામક જાણકારી છે. હકીકત કંઈક અલગ જ છે. હાલમાં તેઓ દેશભરમાં તે પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial WHO તરફથી આવી પ્રતિક્રિયા ડો. સાહુએ જણાવ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ મિથકને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. હજુ સુધી એ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે પૂરી સાફ-સફાઈ સાથે બનાવાયેલા ફ્રોજન ફૂડ અને આઈસ્ક્રીમ ખાવાથી કોરોના વાયરસ ફેલાય છે. હકીકતમાં, કોઈપણ ખાદ્ય પદાર્થથી આ સંક્રમણ નથી ફેલાતું, પછી તે ગરમ હોય કે ઠંડા. યુનિસેફે પણ નકાર્યું છે તેમના કહેવા મુજબ, યુનિસેફના...

કોરોના: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતાં હો તો ડિલિવરી લેતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

રાજધાની દિલ્હીમાં એક પિઝા ડિલિવરી બોય કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી સંકટ વધુ ગંભીર બન્યું છે. લોકડાઉન દરમિયાન ઓનલાઈન ફૂડ ડિલિવરી સિસ્ટમને છૂટ આપવામાં આવી હતી. એવામાં પિઝા ડિલિવરી બોય કામ કરી શકતા હતા. પરંતુ હવે પિઝા ડિલિવરી બોય જ કોરોના પોઝિટિવ નીકળતા સંપર્કમાં આવેલા 72 લોકોને ક્વૉરન્ટીન કરાયા છે. ત્યારે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું કેટલું સુરક્ષિત છે એ વાતે ચિંતા વધી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો નિષ્ણાતોનું માનીએ તો, જો તમે ઓનલાઈન ખાવાનું મંગાવતા હો તો તમારે ઘણી બાબતે સતર્કતા રાખવી જરૂરી છે. જો તમે ઓનલાઈન ફૂડ મંગાવતા હો તો ડિલિવરી લેતી વખતે આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખજો: – જો તમારા ઘરે ડિલિવરી માટે કોઈ આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરો. – ભોજનની ડિલિવરી ઘરની બહાર જઈને લો. – સામાનની ડિલિવરી લેતી વખતે માસ્ક પહેરવું અને શક્ય હોય તો ગ્લવ્ઝ પણ પહેરવા. – ડિલિવરી આપનાર વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય તો ડિલિવરી લેવાની ના પાડી દેવી. – પેમેન્ટ ડિજિટલ મોડથી જ કરો. રોકડ વ્યવહાર ટાળો. – ડિલિવરી લીધા બાદ હાથ બરાબર સાફ કરો અને સેનિટ...

કોરોના સામેની લડાઈમાં આ 3 વસ્તુ બનશે તમારું સુરક્ષા કવચ

કોરોના સામે તમારું કવચ કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં જીત તો જ મેળવી શકાશે જ્યારે સાફ સફાઈની સાથે સાથે ખાન-પાન અંગે પણ ધ્યાન રાખવામાં આવે. હાલ લોકો કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું તે શોધી રહ્યા છે. ત્યારે આવો અમે તમને બેસ્ટ ફૂડ, વિટામિન અને દિનચર્યાનું એક એવું રુટિન જણાવીશું જેનાથી તમને હાલના સમયમાં જોઈતી તમામ સુરક્ષા મળી રહેશે. કેમ કે ઇન્ટરનેટ પર મળતી તમામ માહિતીઓ વિશ્વાસપાત્ર નથી હોતી જ્યારે અમે અહીં એક જાણીતી મેડિકલ વેબસાઈટ MedicineNetમાં છાપવામાં આવેલ લેખ મુજબ વિટામિન A,C,D,E, મિનરલ ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ રીચ ફૂડ દ્વારા ઇમ્યુનિટી કઈ રીતે વધારવી તેનું માર્ગદર્શન આપીશું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: રોગપ્રતિકારક શક્તિ પર પડે છે આની અસર કેટલાય ન્યુટ્રિશનિસ્ટનું તો કહેવું છે કે ઇમ્યુનિટી વધારવા માટે ન તો કોઈ દવા આવે છે ન એવું કોઈ ફૂડ છે જે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને રાતોરાત વધારી દે. જોકે કેટલાક અભ્યાસ મુજબ શરીરમાં જરુરી પોષકતત્વોની ઉણપ હોય તો તમારી ઈમ્યુન સિસ્ટમ પર ચોક્કસ અસર પડે છે. નિમોનિયા અને અને અ...

મહિલાઓએ રોજ સવારે પીવું જોઈએ કેસરનું પાણી, આ સમસ્યાઓથી મળશે છુટકારો

કેસર ગુણોથી ભરપૂર હોય છે અને તેનું ઘણું મહત્વ પણ છે. કેસરનું દૂધ પીવાના પણ ઘણા ફાયદા છે. કેસરનું આયુર્વેદમાં પણ ઘણું મહત્વ છે. તેમાં ઘણા ઔષધિય ગુણો હોય છે. જો કેસરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને ઠીક કરી શકાય છે. source https://www.iamgujarat.com/health-news/health-benefits-of-saffron-water-for-women-544368/

ACમાં રહેવાથી વધે છે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો? ડૉક્ટરે જણાવી હકીકત

દેશમાં સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 11 હજારને પાર થયો છે જ્યારે 377 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા ઘરમાં રહેવા ઉપરાંત પણ લોકો ઘણા ઉપાયો અજમાવી રહ્યા છે. કોરોનાના સંકટ વચ્ચે લોકોના મનમાં ઘણા સવાલો પેદા થઈ રહ્યા છે. જેના જવાબ એમ્સના ડાયરેક્ટરે આપ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ખાનગી મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં દિલ્હી સ્થિત એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ લોકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા છે. ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોને એ સવાલ મૂંઝવી રહ્યો છે કે કાર અથવા ઘરમાં AC ચલાવવાથી કોરોનાના સંક્રમણનું જોખમ વધે છે? ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું, ‘AC ચલાવવા સામે જોખમ ત્યારે ઊભું થાય જ્યારે ક્રોસ વેન્ટિલેશન થતું હોય. જો તમારા ઘરમાં વિન્ડો એસી હોય તો હવા માત્ર તમારા રૂમ પૂરતી જ સીમિત રહેશે. એટલે જ વિન્ડો એસી કાર કે રૂમમાં ચલાવવાથી કોઈ સમસ્યા થતી નથી. પરંતુ સેન્ટ્રલ એસીથી સંક્રમણ થવાનો ખતરો રહે ...

Coronavirus: બજારથી આવ્યા બાદ આ રીતે કપડાં ધોવાથી સંક્રમણનો ખતરો ટાળી શકાશે

દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 7,600 લોકો સંક્રમિત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે વારંવાર હાથ ધોવાની અને સામાજિક અંતર જાળવવાની સલાહ આપી છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ કપડાં સહિત અન્ય વસ્તુઓ પર અમુક કલાકોથી લઈને દિવસો સુધી રહી શકે છે. આપણે સ્વચ્છતાની આદતો અંગે સભાન થયા છીએ તેમ છતાં કપડાંને લઈને વધારે સાવધાની રાખવી જોઈએ. કપડાં પર પણ કોરોના વાયરસ હોઈ શકે છે. જો કે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કપડા જેવી સોફ્ટ વસ્તુથી કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો ઓછો હોય છે. એવામાં આ મહામારી દરમિયાન કપડાં કેવી રીતે સ્વચ્છ રાખશો તે જાણી લો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એવામાં જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા તો ઘરની બહાર નીકળવું જ પડે છે. ત્યારે બજારમાંથી ઘરે આવ્યા બાદ તરત જ કપડાં વોશિંગ મશીનમાં ધોવા નાખી દેવા કારણકે કપડાં પર વાયરસ હોઈ શકે છે. કપડાંની સપાટી અન્ય વસ્તુઓની સરખામણીમાં મુલાયમ હોય છે એટલે તેને સાબુથી સાફ કરવી જોઈએ. માત્ર કપડાંની કિનારો જ સાફ કરવી ...

લોકોને માનસિક રોગી બનાવી રહ્યો છે કોરોનાનો ડર, આ રીતે આપો ફાઈટ

કોરોના વાયરસથી સંક્રમિત લોકોને શરદી, ઉધરસ સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ શરુ થઈ જાય છે. હવે આ વાયરસ લોકોને માનસિક રીતે પણ બીમાર કરી રહ્યો છે. ખાસ વાત તો એ કે, આ વાયરસ તેવા લોકોને માનસિક રીતે અસર પહોંચાડી રહ્યો છે. જેને તેણે સંક્રમણની ઝપેટમાં લીધા નથી. ફેમસ ફિઝિશિયન ડોક્ટર દિવાકર તેજસ્વીએ અમારા સહયોગી NBT સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકડાઉન અત્યંત જરુરી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો લોકડાઉન દરમિયાન કરો આ કામ આ કારણે જ લોકડાઉનના કારણે ઘરમાં રહેતા લોકોને હંમેશા પોઝિટિવ રીતે વિચારવું જોઈએ. જો ઘરમાં કોઈ હાર્ટ, શુગર અથવા તો હાઈ બીપીનું પેશન્ટ હોય તો તે પોતાની દવાને નિયમિત સમય પર લે તે જરુરી છે. આ ઉપરાંત મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરવા માટે ઘરમાં જો ગાર્ડન હોય તો તેનું કામ કરો. જો ન હોય તો અન્ય કામમાં સહયોગ આપો. શારીરિક શ્રમ કરો. યોગ અને પ્રાણાયામની મદદ લો. ઓચામાં ઓછું સાત કલાક તો ઉંઘ લેવી જ જોઈએ. પોઝિટિવ ન્યૂઝ બતાવે મીડિયા ડૉ.દિવાકર તેજસ્વીએ જણાવ્યું કે લોકડાઉનમાં કોરોના વાયરસના ન્યૂઝ અને ટીવી તેમજ સોશિયલ મી...

જાણો, શું થાય છે જ્યારે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગે છે

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. વિશ્વમાં અત્યાર સુધી 15 લાખથી વધારે લોકો આ વાયરસથી ચેપગ્રસ્ત બન્યા છે. જ્યારે 89,000 જેટલા લોકોના મોત નીપજ્યા છે. ભારતની વાત કરીએ તો આ વાયરસથી અથ્યાર સુધી 166 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 5,734 લોકો ચેપગ્રસ્ત બન્યા છે. SARS-Cov-2 વાયરસના કારણે કોવિડ-19 થાય છે જે શ્વાસ દ્વારા તમારા શરીરમાં દાખલ થાય છે. કોઈ સંક્રમિત વ્યક્તિ તમારી નજીકમાં ઊધરખ કે છીંક ખાય અથવા તો વાયરસ ધરાવતી કોઈ સપાટીને તમે તમારા હાથ દ્વારા સ્પર્શ કરો છો અને બાદમાં તમારા ચહેરાને સ્પર્શ કરો છો ત્યારે તે વાયરસ શ્વાસ દ્વારા તમારા શરીરમાં જાય છે. આ રીતે આ વાયરસનો ફેલાવો થાય છે. તેથી જ સરકાર દ્વારા લોકોને વારંવાર સાબુ-પાણીથી અથવા તો સેનિટાઈઝર વડે હાથ સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પ્રથમ સ્ટેજ આ વાયરસના ચેપના પ્રથમ તબક્કામાં ટારગેટ તમારા ગળાની કોશિકાઓ અને ફેફસા હોય છે અને ચેપ લાગ્યા બાદ આ ભાગ કોરોના વાયરસની ફેક્ટરીમાં બદલાઈ જાય છે. આ ચેપગ્રસ્ત કોશિકાઓથી વધારે વાયરસ પેદા ...

જીવનમાં આયુર્વેદનાં આ 8 નિયમોનું કરો પાલન, હંમેશા રહેશો નિરોગી

નિરોગી કેવી રીતે રહેવું તે માટે દરેક લોકો અલગ-અલગ ટિપ્સ જણાવે છે. પરંતુ જે કામ ડેઈલી લાઈફનો ભાગ બની ગયું હોય તેના પર કંટ્રોલ લાવવો અઘરો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કેટલીક એવી વાતો જેનાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો. source https://www.iamgujarat.com/health-news/best-tips-to-live-healthy-life-according-to-ayurveda-542401/

એક્ટ્રેસ જૂહી પરમારે શેર કરી ઈમ્યૂનિટી બૂસ્ટર જ્યૂસની રીત, પીવાથી સંક્રમણનો ખતરો રહેશે દૂર

વાયરલ બીમારી સામે લડવા માટે ઈમ્યૂનિટી મજબૂત હોવી જરૂરી છે. ઈમ્યૂનિટી ત્યારે જ મજબૂત બને જ્યારે તમે પૂરતું ધ્યાન આપો. ટીવી એક્ટ્રેસ જૂહી પરમારે એક જ્યૂસની રેસિપી શેર કરી છે, જે પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધશે. source https://www.iamgujarat.com/health-news/tv-actress-juhi-parmar-shares-recipe-of-immunity-booster-juice-542387/

લૉકડાઉન : વધારે કરિયાણું ભરવું તમારા માટે બની શકે છે મુસીબત

Image
જરૂર કરતા વધારે કરિયાણું સ્ટોર ન કરો લૉકડાઉનની પહેલા અને લૉકડાઉન દરમિયાન પણ સરકાર લોકોને સતત અપીલ કરી રહી છે કે, તે એટલો જ સામાન લે જેટલી તેમને જરૂર છે. તેમણે જરૂરિયાતના સામાનને વધુ એકઠો ન કરવાની સલાહ આપી હતી. આમ છતાં લોકો ડરીને પોતાના ઘરમાં વધુ સામાન ભરવા લાગ્યા છે. જોકે, તેમનું આવું કરવું તેમને જ નુકસાન કરી શકે છે. બજેટ પર અસર સામાન વધારે લાવવો મતલબ કે વધારે પૈસા ખર્ચ થવા. આવું થવાથી તમારા મહિનાના બજેટ પર અસર પડી શકે છે. ભલે લૉકડાઉન હોય પણ ઘરના જે અન્ય ખર્ચ છે જેમ કે, કરિયાણું, લાઈટ બિલ વગેરે તો તમારે દર મહિને ભરવાનું જ છે. આવામાં બજેટ કરતા વધારે ખર્ચને લીધે તમે તંગીમાં આવી શકો છો. એક્સપાયરી ડેટ લગભગ તમામ દુકાનો પર વિલંબથી માલ પહોંચી રહ્યો છે. આ કારણે ત્યાં એવા સામાન બાકી રહી ગયા છે જેની કાં તો એક્સપાયરી ડેટ નજીક અથવા તારીખ લખેલી જ નથી. બંને પ્રકારની વસ્તુઓ તમારા માટે સારી નથી. આવો સામાન લેવો બીમારીનું કારણ બની શકે છે. બીજી તરફ જલ્દી એક્સપાયર થઈ જનારી વસ્તુને સમય પર ખતમ ન કરી શક્યા તો તે તમારા કોઈ કામની નહીં રહે. કીડા પડી જવાનો ડર અનાજમાં મોસમના કારણે કીડા પડી જવાનો ડર રહે...

ઘરે બનાવો કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપતાં આ બે શરબત, ફટાફટ બની જશે

Image
ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને દિવસ થતાં ગરમીનો પારો વધુ ઊંચો જશે. જો આ સમયે શરીરનું પૂરતું ધ્યાન ન રાખવામાં આવે તો થાક, નબળાઈ તેમજ ચક્કર આવવા જેવી તકલીફ થઈ શકે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે ઘરમાં જ ઉપસ્થિત વસ્તુમાંથી ઉપાય કરી શકીએ છીએ. આજે અમે તમને એવા બે દેશી ડ્રિંક્સ બનાવતા શીખવીશું જે પીવાથી શરીરને ઠંડક મળશે અને તેનું તાપમાન પણ મેન્ટેન રહેશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: તકમરિયાંમાંથી ડ્રિંક બનાવવા માટેની સામગ્રી 1/2 ચમચી તકમરિયાં 1 ચમચી ગોળ 1 કપ પાણી બનાવવાની રીતઃ સૌ પ્રથમ એક ગ્લાસમાં પાણી લો અને તેમાં તકમરિયા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. બાદમાં તેમાં ગોળ મિક્સ કરો. તમે ઈચ્છો તો મધ પણ ઉમેરી શકાય. જો તમને ખાટ્ટું ભાવતું હોય તો તેમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તકમરિયાંના ફાયદાઃ તકમરિયાં ગરમીમાં પીવાતા જ્યૂસ અને શરબતમાં ઉમેરવામાં આવે છે. તકમરિયાં ગરમીને દૂર કરવાની સાથે-સાથે વજન પણ ઘટાડે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એની ભરપૂર માત્રા હોય છે. આ બીજ ફાલુદા, આઈસક્રિમ અને મિલ્કશેકમાં પણ ...

કોરોના વાયરસ સામે લડાઈઃ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારશે આ આયુર્વેદિક ઉપાયો

Image
કોરોના વાયરસ હાલમાં મહામારી બનીને કહેર વર્તાવી રહ્યો છે. એવામાં પોતાને વાયરસના સંક્રમણથી દૂર રાખવા સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે તમે આયુર્વેદ મુજબ કેટલાક ઉપાયો કરીને સ્વયંની સારસંભાળ રાખવા સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કેટલાક આયુર્વેદિક ઉપાયોનું સૂચન કર્યું છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જે મુજબ, આ મુશ્કેલ સમયમાં લોકોએ ખાસ કરીને વૃદ્ધોએ ખાવા-પીવામાં સાવધાની રાખવી જોઈએ. ઘરના ગરમ, સાત્વિક અને પચવામાં સરળ આહારનું સેવન કરવાનું રાખો. વાસી, આથાવાળા ખોરાક, જંકફૂડ કે ઠંડાપીણાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આયુર્વેદ મુજબ કરો આ ઉપાય સુંઠ નાખી ઉકાળેલું પાણી અને તુલસીના રસમાં મરી પાવડરનું સેવન કરો. હળદર મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા ઉકળતા પાણીમાં અજમો નાખીને નાસ લેવો આવી સ્થિતિમાં વધારે હિતાવહ છે. એક-એક ચમચી સુંઠ અને નાગરમોથને દસ ગ્લાસ પાણીમાં ઉકાળી પાંચ ગ્લાસ જેટલું પાણી થાય ત્યારે ...

જાણો, શા માટે કોરોનાના કારણે સગર્ભા મહિલાની ડિલિવરી બન્યું ‘મેજર ઓપરેશન’

દુર્ગેશ નંદન, નવી દિલ્હીઃ કોરોન વાયરસ મહામારી દરમિયાન સગર્ભાની ડિલિવરીનું ઓપરેશન પણ મેજર ઓપરેશન બની ગયું છે. હેપેટાઈટિસ બી અને સી તથા એચઆઈવીથી પીડાતી મહિલાઓ માટે પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે તેવું જ પાલન ડિલિવરી માટે કરવામાં આવી રહ્યું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો દિલ્હીના સાકેતમાં આવેલી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર અને ગાયનેક ડોક્ટર અનુરાધા કપૂરે જણાવ્યું છે કે સગર્ભાની ડિલિવરીમાં એટલા માટે આટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમ કે નવજાત બાળકને કોરના વાયરસનું ટ્રાન્સમિશન થવાનું જોખમ હોય છે. તેમણે કહ્યું હતું કે, ‘અમે પ્રોટેક્ટિવ એપ્રોન, માસ્ક, આંખો માટેનું માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીએ છીએ જેથી કરીને ડિલિવરી દરમિયાન અમે ઈન્ફેક્શનનું જોખમ ટાળી શકીએ. ઓપરેશન બાદ આ તમામ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ)નો નાશ કરી દેવામાં આવે છે.’ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વ્યક્તિ જ્યારે ઉધરસ કે છીંક ખાય છે ત્યારે વાયરસ હવામાં આવે છે અને તે અન્યના શ્વાસોચ્છ્વાસમાં પણ જાય છે. આ ઉપરાંત જે સપાટી પર આ વાયરસ હોય છે તે સપાટીને અડ્યા બાદ મોઢા...

Coronavirus: જાણો, કઈ રીતે સિલાઈ મશીનના ઉપયોગથી ફેસ માસ્ક બનાવી શકાય

Image
જ્યારે કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર વર્તાવ્યો છે ત્યારે તેના ચેપથી બચવા માટે કેટલાક સાવચેતીના પગલા ભરવા જરુરી છે, બજારમાં ફેસ માસ્ક અને સેનિટાઈઝરની અછત વર્તાઈ રહી છે. આ બધાની વચ્ચે કોરોનાથી બચવા માટેની દવા પણ હજુ સુધી સામે આવી નથી. હાલની સ્થિતિમાં કોરોના વાયરસ તમારા નાક, આંખ કે મોઢા દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. આવા સમયે માસ્ક મદદરુપ બની શકે છે. Pub Medમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ જો 50 ટકા વસ્તી માસ્ક પહેરે તો 50 ટકા લોકો જ વાયરસથી બચી શકશે. જો 80 ટકા લોકોએ માસ્ક પહેરવાનું શરુ કરી દીધું તો વાયરસથી બચી શકાય તેમ છે. માસ્ક પહેરવું એ લોકોએ વધુ જરુરી છે જે લોકો ભીડભાડવાળી જગ્યા પર રહે છે, એટલે કે જ્યાં વસ્તી વસ્તી ગીચતા વધુ હોય. જો તમે પણ તમારા માટે માસ્ક શોધી રહ્યા છો તો તમને બજારમાં કદાચ માસ્ક મળવું મુશ્કેલ છે. આવા સમયમાં તમે ઘરે જ માસ્ક બનાવી શકો છો. સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર શૈલજા વૈદ્ય ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, “ઘર પર બનેલા માસ્ક એ લોકો માટે જરુરી છે, જેઓ માસ્ક પહેરવા માગે છે, પણ તેમને માસ્ક મળી શકતા નથી.” નીચે દર્શાવેલી રીત પ્રમાણે તમે ઘરે સિલાઈ મશીનનો ઉપયોગ કરીને મા...

કોરોના વાયરસથી બચવા ઘરે હાથરૂમાલમાંથી જ બનાવો માસ્ક

Image
દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ભારત સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા જ્યારે પણ બહાર નીકળો ત્યારે ઘરે જ બનાવેલા અને ફરીથી વપરાશમાં લઈ શકાય તેવા માસ્કનો ઉપયોગ કરવાની સલાહ સરકારે આપી છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ની નવી ગાઈડલાઈન પ્રમાણે, સાદું ઘરે બનાવેલું માસ્ક પણ કોરોના વાયરસથી બચવા લેવાતાં પગલામાં અસરકારક નીવડી શકે છે. વારંવાર હાથ ધોવા અને સામાજિક અંતર જાળવવા ઉપરાંત માસ્ક પહેરવાથી પણ ઈન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. CDCની આ ગાઈડલાઈન બાદ સરકારે જનતાને ઘરે જ બનેલા માસ્ક પહેરવાની ભલામણ કરી હતી. અહીં તમને જણાવીશું કે કેવી રીતે સરળતાથી ઘરમાં રહેલી વસ્તુઓથી જ માસ્ક તૈયાર કરી શકાય છે. સીવણ મશીનના ઉપયોગ વિના જ તમે ઘરે માસ્ક બનાવી શકો છો. source https://www.iamgujarat.com/health-news/covid-19-outbreak-how-to-make-your-own-mask-at-home-541131/

COVID 19: સંક્રમણથી બચવા માટે કયું માસ્ક તમારા માટે શ્રેષ્ઠ રહેશે?

Image
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તેમજ તેનાથી સંક્રમિત થવાથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. સરકારે પણ ભલામણ કરી છે કે, દેશમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટેના ઉપાયોના ભાગરૂપે લોકો જ્યારે પણ ઘર બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: માત્ર માસ્ક પહેરવું પૂરતું નથી. લોકોએ અન્ય બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે જેમ કે, સોશિયલ ડિસ્ટન્સ તેમજ સાબુ-પાણી અથવા હેન્ડ સેનિટાઈઝરથી વારંવાર હાથ ધોવા. અહીં અમે તમને વિવિધ માસ્ક વિશે જણાવી રહ્યા છીએ. source https://www.iamgujarat.com/health-news/coronavirus-how-effective-are-different-types-of-face-masks-541116/