કોરોના વાયરસઃ નિયમિત આટલી વસ્તુઓનું કરો સેવન, રોગપ્રતિકારક ક્ષમતા થશે મજબૂત
દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ત્રણ હજાર લોકો મોતને ભેટ્યા છે. ભારતમાં પણ આ વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને ચેતવણી જાહેર કરતાં કહ્યું કે, આ વાયરસ SARS કરતાં પણ વધારે ખતરનાક છે. કારણ કે કોરોના વાયરસ ફેલાવામાં માંડ 10 સેકન્ડનો સમય લાગે છે. જો કોઈની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે, તો તેમને આ વાયરસ જલ્દીથી ચપેટમાં લઈ લે છે. તેવામાં ઈમ્યૂનિટી એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી જરૂરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
કોરોના વાયરસની ચપેટમાં ન આવવાની બેસ્ટ રીત છે સાવચેતી
આ જીવલેણ વાયરસથી બચવા માટેની સારવાર હજુ સુધી શોધી શકાઈ નથી. તેવામાં ડોક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે આ બીમારીથી બચવું હોય તો સાવચેતી રાખવી જરૂરી છે. આ દરમિયાન તમારી લાઈફસ્ટાઈલ, ફિઝિકલ એક્ટિવિટી અને ખાવાપીવા પર પૂરતું ધ્યાન આપો. તમારા ડાયટમાં એવી ચીજો સામેલ કરો જેમાં એન્ટી-વાયરસ પ્રોપર્ટીઝ હોય. જેથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને અને તે તમારા શરીરને દરેક પ્રકારની બીમારીથી બચાવી શકે.
ઈન્ફેક્શનથી બચવું હોય તો ઈમ્યૂનિટી બનાવો મજબૂત
બેઝિક હાઈજીન એટલે કે સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપો. દિવસ દરમિઆન એન્ટિએપ્ટિક હેન્ડ વોશનો ઉપયોગ કરીને હાથને સારી રીતે ધુઓ. ઘર બહાર જાઓ તો ઓઈલ-બેઝ્ડ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો. ગંદા હાથથી આંખ, નાક અને મોંને બિલકુલ અડકશો નહીં. ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બનાવવા માટે ખાવા-પીવા પર ધ્યાન આપવું જરૂરી છે.
તુલસી અને મધ
એન્ટી-વાયરલ અને એન્ટી-ઈન્ફ્લેમેટ્રી પ્રોપર્ટીથી ભરપૂર તુલસીનું નિયમિત સેવન કરો, જેનાથી તમારી રોગ સામે લડવાની તાકાત મજબૂત થશે. પરંતુ ખૂબ જરૂરી વાત એ છે કે તુલસીનું સેવન સવારે ભૂખ્યા પેટે જ કરવું. નિયમિત તુલસીના પાંચ પાનને એક ચમચી મધ અને 3-4 મરીના દાણા સાથે ખાઓ.
સૂર્યમુખીના બીજ
આ બીજ સેલેનિયમનો બેસ્ટ સોર્સ છે, જે આપણા સેલ્સના નુકસાનની ભરપાઈ કરે છે. આ વિટામિન ઈ માટેનો પણ સારો સ્ત્રોત છે. એટલે કે તે આપણે બહારના ઈન્ફેક્શનથી બચાવે છે. સૂર્યમુખીના બીજને તમે સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો.
હળદર અને આદુ
હળદર અને આદુમાંથી મળનારા એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમિટ્રી કમ્પાઉન્ડ એલર્જી સામે લડે છે. એન્ટી-વાયરલથી ભરપૂર આદુ ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એક ચમચી હળદર પાઉડરને ગરમ દૂધમાં મિક્સ કરીને પીઓ.
તજ પણ છે ફાયદાકારક
પોલિફેનોલ્સ અને પ્લાન્ટ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર તજ ઈમ્યૂનિટી મજબૂત બનાવે છે. આ સિવાય તેની એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ હોવાની ખાસિયતથી તે ફ્લૂ અને શરદી માટે સારી દવા સાબિત થાય છે. જો તમે ઈચ્છો તો તજ પાઉડરને ચામાં ઉમેરીને અથવા તો પેનકેક પર સ્પ્રિન્કલ કરીને ખાઈ શકો છો.
અળસીના બીજ
અળસીના બીજમાં એન્ટી-એલર્જિક સીલિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. એક ચમચી અળસીના બીજને ગરમ દૂધમાં ઉમેરીને પીઓ. સલાડ અને દહીંના સાથે પણ ખાઈ શકો છો. અળસી પણ તમને રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
કેન્સરથી લઈને પથરી દૂર કરવા માટે બેસ્ટ છે આ જ્યૂસ
source https://www.iamgujarat.com/health-news/corona-virus-eat-these-food-to-make-your-immunity-strong-531018/
Comments
Post a Comment