10 સેકંડ શ્વાસ રોકવાથી કોરોનાના સંક્રમણનું સ્વ નિદાન શક્ય છે?, જાણો દાવાની હકીકત

કોરોના વાયરસ મહામારી

કોરોના વાયરસે આખી દુનિયાને ભરડામાં લીધી છે. રોજેરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને 1 લાખ 83 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના સંક્રમિતોની વધતી સંખ્યા લોકોમાં ભયની સાથે અફવા પણ ફેલાવી રહી છે. આ ગેરમાન્યતાઓ અર્ધસત્ય અને સમજણશક્તિને આધારિત હોય છે, જે સાચા સમયે તોડવામાં ના આવે તો ગંભીરરૂપ ધારણ કરી શકે છે.

શું છે દાવો?

થોડા દિવસથી સોશિયલ મીડિયા પર એવો સંદેશ ફરતો થયો છે કે, તમે કોરોના વાયરસનું નિદાન જાતે કરી શકો છો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો તમે 10 સેકંડ સુધી ઉધરસ કે અસ્વસ્થતા અનુભવ્યા વિના 10 સેકંડ સુધી શ્વાસ રોકી શકો તો તમે સુરક્ષિત છો. કારણકે કોવિડ-19 તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે.

દાવાનો આધાર શું છે?

આ દાવાનો આધાર એ માન્યતાને આભારી છે કે, કોવિડ-19ના દર્દીને તાવ કે ઉધરસ જેવા લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તો તેના ફેફસામાં 50 ટકા ફાઈબ્રોસિસથી ભરાઈ જાય છે. જેના કારણે તેમની સારવારમાં અડચણ ઊભી થાય છે. શ્વાસ રોકી રાખવાથી તમારા ફેફસાને નુકસાન થયું છે કે નહીં તે જાણી શકાય છે.

હકીકત

કોવિડ-19 સંબંધિત અન્ય ગેરમાન્યતાઓની જેમ આ દાવો પણ ખોટો છે. કોરોના વાયરસના સૌથી સામાન્ય લક્ષણો છે ડ્રાય કફ, થાક લાગવો અને તાવ. અમુક જ દર્દીઓમાં ન્યૂમોનિયા જેવા ગંભીર લક્ષણ જોવા મળે છે. શ્વાસ રોકવાથી તમને ઉધરસ થઈ છે કે નહીં તે જ જાણી શકાય છે. લેબોરેટરિમાં થયેલા ચોક્કસ ટેસ્ટ જ જણાવી શકે છે કે તમે કોરોનાથી સંક્રમિત થયા છો કે નહીં. માટે જ જો તમને કોઈ સામાન્ય લક્ષણ દેખાય તો જાતે ‘ડૉક્ટર’ બનવાના બદલે નજીકની હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવી આવવો જ યોગ્ય છે. જો સારવાર મળવામાં મોડું થાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

Coronavirus: 20,000 કેસનો આંકડો પાર કરનારો ભારત 17મો દેશ



source https://www.iamgujarat.com/health-news/can-you-self-diagnose-coronavirus-infection-by-holding-breath-for-10-seconds-546246/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?