આ યુવતીને ‘ફેટમેન’ કહીને બોલાવતા હતા પરિવારના લોકો, 8 મહિનામાં ઘટાડ્યું 30 કિલો વજન

આજની બિઝી લાઈફમાં સ્થૂળતા દરેક વ્યક્તિને પરેશાન કરી રહી છે. બાળકોથી લઈને યુવાનો તેમજ વૃદ્ધો પણ વધતા વજનથી પરેશાન છે. વજન ઘટાડવું પણ સરળ નથી. વેટ લોસ માટે લોકો અલગ-અલગ રીતો અપનાવે છે પરંતુ જ્યાં સુધી નક્કી કરો ત્યાં સુધી તેને ઉતારવું સરળ નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

વ્યવસાયે વકીલ અને ઈન્સ્ટાગ્રામ બ્લોગર 24 વર્ષીય નિકિતા મારવાહ બાળપણથી જ સ્થૂળતાનો ભોગ બની હતી. 5.3 ફૂટ ઊંચાઈ ધરાવતી નિકિતાનું વજન વધીને 97.4 કિલો થઈ ગયું હતું. તેણે વેટ લોસ માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેને હંમેશા નિષ્ફળતા મળી. જો કે, તેણે હાર માની નહીં અને 8 મહિનામાં 30 કિલો વજન ઘટાડ્યું

આ રીતે કર્યો વજન ઘટાડવાનો નિર્ણય
નિકિતાનું કહેવું છે કે, ‘મારી ઈમ્યૂનિટી નબળી પડી ગઈ હતી અને ટેસ્ટ કરાવવા પર મને થાઈરોઈડ હોવાની જાણ થઈ. તેનાથી મારો સ્વભાવ ચિડચિડીયો થઈ ગયો હતો. મારો પરિવાર મને ફેટમેન કહીને બોલવાતો. તેમના મોંએથી આ શબ્દ સાંભળીને હું ભાંગી પડી અને મેં વજન ઘટાડવાનો નિર્ણય લીધો’.

વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન
બ્રેકફાસ્ટઃ ઓટ્સ ચીલા, પરાઠા અને વેજિટેબલ ઓમલેટ
લંચઃ પનીર, ટોફૂ, અલગ-અલગ પ્રકારના શાકભાજી
ડિનરઃ દાળ, ચિકન બ્રેસ્ટ, ફળ, ગરમ દૂધ
પ્રી-વર્કઆઉટ મીલઃ બ્લેક કોફી

ફિટનેસ સિક્રેટ
‘મેં ઘણા વર્ષો સુધી પ્રયાસો કર્યા પરંતુ મને સફળતા મળી નહીં. ત્યારે મને એક વાત સમજમાં આવી કે વજન ઘટાડવા માટે એક જ સિક્રેટ છે અને તે છે શુદ્ધ ભોજન. વજન ઘટાડવા માટે હું માત્ર ઝુમ્બા કરતી હતી. પરંતુ બાદમાં મેં મારા ડાયટમાં ફેરફાર કર્યો. વજન ઘટાડવા માટે ધીરજની પણ જરૂર પડે છે’.

આ રીતે મળતી રહી પ્રેરણા
‘દરરોજ સવારે હું મારા શરીરમાં ફરક આવ્યો હોવાનું અનુભવતી હતી. તેનાથી મને પ્રેરણા મળતી રહી. જ્યારે લોકો કહેતા કે ‘અરે, તું તો પાતળી થઈ ગઈ છે’ ત્યારે હું ખુશ થઈ જતી હતી અને વેટ લોસ માટેના લક્ષ્યમાં જોડાઈ જતી હતી’.

‘સ્થૂળતાના કારણે થઈ આ સમસ્યા’
‘વજન વધવાના કારણે મારી કમરની સાઈઝ 40/38 થઈ ગઈ હતી. મને મારા માટે XXL કપડા ખરીદવાથી નફરત થઈ ગઈ હતી. સૌથી ખરાબ ત્યારે લાગતું જ્યારે શો-રૂમનો સેલ્મેન કહેતો કે, ‘આ તમારી સાઈઝના નથી મેડમ’.

જો તમે પણ વધેલા વજનથી પરેશાન છો અને તેને ઓછું કરવા માગો છો, તો નિકિતાની આ સ્ટોરી તમારા માટે પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે.

આટલું કરશો તોય ઝડપથી વધવા લાગશે વાળ



source https://www.iamgujarat.com/health-news/weight-loss-story-how-this-girl-lost-30kg-in-8-months-545456/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?