લસણ ફોલ્યા બાદ કે ડુંગળી સમાર્યા બાદ હાથમાંથી તેની દુર્ગંધ જતી નથી? આ ઉપાય અજમાવો

લસણ-ડુંગળીની હાથમાંથી સ્મેલ આવે છે?

લસણ ફોલ્યા બાદ કે ડુંગળી સમાર્યા બાદ આંગળીઓમાં તેની સ્મેલ બેસી જાય છે. સાબુ તેમજ પાણીથી હાથ ધુઓ તો પણ તે સ્મેલ જતી નથી. જો તમે પણ આ તકલીફથી પરેશાન હો તો કેટલાક નુસખા અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મીઠું

હથેળીમાં મીઠું લઈને બંને હાથને બસો. બે-ત્રણ ટીપાં પાણી પણ ઉમેરો, જેથી મીઠાના દાણા આંગળીઓમાં ચોંટેલા રહે. જ્યારે આ રીતે ઘસીને હાથ ધોશો તો તેની સ્મેલ આપોઆપ ગાયબ થઈ જશે.

વિનેગર અને બેકિંગ સોડા

જો તમે ફટાફટ લસણ અને ડુંગળીની સ્મેલથી છુટકારો મેળવવા માગતા હો તો બેકિંગ સોડામાં થોડું વિનગેર ઉમેરીને પેસ્ટ બનાવી લો અને પછી તેનાથી હાથ ધોઈ લો.

કોફી

કોફીથી પણ લસણ-ડુંગળીની સ્મેલથી છુટકારો મેળવી શકો છો. હાથમાં થોડી કોફી લઈને આંગળીઓ ઘસો. બાદમાં સાબુ અને પાણીથી હાથ ધોઈ લો.

ટૂથપેસ્ટ

જે રીતે તમે દાંતની સફાઈ કરો છો તે રીતે હાથમાંથી દુર્ગંધને પણ દૂર કરી શકો છો. આંગળીઓમાં ટૂથપેસ્ટ લગાવો અને પછી બરાબર ઘસો. બાદમાં હાથ પાણીથી ધોઈ લો. સફેદ ટૂથપેસ્ટનો જ ઉપયોગ કરવો.

લીંબૂ

લીંબૂને કટ કરીને તેને હથેળી અને આંગળી પર ઘસો. અથવા એક બાઉલમાં રસ કાઢી લો અને તેમાં આંગળીઓ ડૂબાડી રાખો. તે દુર્ગંધને શોષી લેશે.



source https://www.iamgujarat.com/health-news/smelly-hands-heres-how-you-can-get-rid-of-the-odour-548969/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?