અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું, કોરોનાથી બચવા સ્વસ્થ વ્યક્તિએ પણ માસ્ક પહેરવું જરુરી

નવી દિલ્હી: અત્યારસુધી એમ મનાતું હતું કે કોરોનાથી બચવા સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરુર નથી. જોકે, સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ શનિવારે આ અંગેની ગાઈડલાઈનમાં બદલાવ લાવતા કહ્યું છે કે, કોરોનાથી બચવા માસ્ક પહેરવું ખૂબ જ જરુરી છે.

અમેરિકાની આ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અગાઉ કહ્યું હતું કે ફેસ માસ્ક જે લોકોને ચેપ લાગ્યો છે તેમણે અને તેમની નજીક રહેતા લોકોએ જેમ કે મેડિકલ સ્ટાફ કે પરિવારજનોએ જ માસ્ક પહેરવું જોઈએ. જોકે, હવે તેણે પોતાની પોલિસી બદલતાં ઘરની બહાર નીકળતા તમામ લોકોએ માસ્ક પહેરવું જોઈએ તેવું જણાવ્યું છે.

જુઓ, કોરોનાથી બચવા CDCએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવા કહ્યું છે..

– જ્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું મુશ્કેલ હોય તેવી જગ્યાએ જતાં પહેલા માસ્ક ચોક્કસ પહેરવું જોઈએ.

– વાયરસથી બચવા કે તેનો ફેલાવો ધીમો પાડવા દરેકે એકબીજાથી છ ફુટ અંતર રાખવું વાસ્તવમાં ખૂબ જ અઘરું છે.

– ચહેરા પર સાદું કોટનનું માસ્ક કે રુમાલ બાંધવાથી પણ કોરોનાનો ફેલાવો અટકાવી શકાય છે. ઘણા દર્દીને ખબર જ નથી હોતી કે તેમને આ વાયરસનો ચેપ લાગ્યો છે અને અજાણ્યે તેઓ તેને બીજા લોકોમાં પણ ફેલાવી રહ્યા છે.

– કોરોનાથી બચવા કોઈ હાઈફાઈ માસ્ક પહેરવાની જરુર નથી. તમે ઘરમાં રહેલા સાદા કોટનના કપડાં કે હાથરુમાલનો પણ ઉપયોગ કરી શકો છો.

– તમે જે પણ માસ્કનો ઉપયોગ કરો તે જો રિયુઝેબલ હોય તો તેને વારંવાર ધોતા રહેવું જરુરી છે.

– દિવસમાં વારંવાર હાથ ધોતા રહેવું, અને આંખ, નાક કે મોઢાને ના અડકવું. ખાસ કરીને માસ્ક કાઢતી વખતે આ અંગોને અડકી ન જવાય તેનું ધ્યાન રાખવું.



source https://www.iamgujarat.com/health-news/wear-mask-before-going-to-public-place-to-protect-yourself-against-coronavirus-541068/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?