બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનને હતું કોલોન ઈન્ફેક્શન, આવા હોય છે લક્ષણો

ઈરફાન ખાનને હતું કોલોન ઈન્ફેક્શન

બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીના કારણે લોકોના દિલમાં સ્થાન મેળવનાર એક્ટર ઈરફાન ખાનનું મોત ફેન્સને આંચકો આપનારુ રહ્યું હતું. ઈરફાન ખાન એક વર્ષ કરતાં વધારે સમયથી ન્યૂરોએન્ડોક્રાઈન નામની બીમારીથી પીડીત હતો. જોકે, ગત મંગળવારે ઈરફાન ખાનને કોલોન ઈન્ફેક્શન (Colon infection)ની ફરિયાદ પછી મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ઈરફાન ખાનને જે ઈન્ફેક્શન હતું તેને કોલાઈટિસ પણ કહેવામાં આવે છે. આવો જાણીએ શું હોય છે કોલોન ઈન્ફેક્શન, તેના લક્ષણ અને બચાવની રીત….

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કોલોન સંક્રમણના હોય છે અનેક પ્રકાર

આપણા શરીરની આંતરરચના ખૂબ જ અજાયબીભરી છે. કદાચ એટલે જ શરીરની સારવાર કરનારને પૃથ્વી પરના બીજા ભગવાન પણ કહેવામાં આવે છે. શરીરની અંદર રહેલા મોટા આંતરડામાં અંદરની દિવાલો પર સોજો આવી જાય તેને કોલોન સંક્રમણ કહેવામાં આવે છે. અલ્સરેટિવ કોલાઈટિસ, ક્રોહન કોલાઈટિસ, લિમ્ફોસાઈટિક કોલાઈટિસ વગેરે પ્રકારના સંક્રમણ આ કોલોન સંક્રમણની અંદર આવે છે.

આવા હોય છે લક્ષણો

જે વિસ્તારમાં લોહીનો પ્રવાહ ઓછો પહોંચતો હોય તે વિસ્તારમાં કોલોન ઈન્ફેક્શન થવાની શક્યતા વધારે રહે છે. ખરાબ લોહી, આંતરડામાં બળતરા ઉપડવી, અન્ય દવાઓના ઉપયોગના કારણે એલર્જી થવાના લીધે પણ શરીરની અંદર મોટા આંતરડામાં સંક્રમણ ઉપડે છે. કોલોન ઈન્ફેક્શનમાં શરુઆતમાં કબજિયાત, પેટમાં દુઃખાવો થવો, ઝાડા થઈ જવા, પેટમાં ચૂંક આવવી, તાવ, વજન ઘટી જવું, ભૂખ મરી જવી, શરીરમાં નબળાઈ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. જો તમને પણ ઉપરોક્ત લક્ષણોમાંથી કોઈ વારંવાર થતાં હોય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

લેવી જોઈએ આવી કાળજી

ઉપરોક્ત લક્ષણો હોવા ઉપરાંત કોલોન ઈન્ફેક્શનમાં દર્દીનું વજન પણ ઝડપથી ઉતરવા લાગે છે અને શરીરના આંતરડા પર રહેલી કોશિકાઓ મૃત અવસ્થામાં પહોંચે છે. જેનાથી પછી અલ્સર ફેલાય છે. કોલોન ઈન્ફેક્શન નિવારવા માટે દર્દીની ફૂડ હેબિટ્સ સૌથી વધુ અગત્યની છે. ખોરાક ઉપરાંત શરીરમાં પર્યાપ્ત પાણીની માત્રા, અલગ અલગ રીતના પ્રવાહી જેમ કે, દૂધ, છાશ, લીંબુ સરબત, નારિયેળ પાણી વગેરે પીવું જોઈએ. આ ઉપરાંત એન્ટિબાયોટિક્સ અને સર્જરી તેમજ સિમ્પલ લાઈફસ્ટાઈલ પણ લક્ષણોનો ખાત્મો કરીને રોગ નિવારી શકે છે. જો આ ઈન્ફેક્શનના લક્ષણોની યોગ્ય સમયે ખબર ન પડે તો તે શરીર માટે ઘાતક નીવડી શકે છે.


અમદાવાદના અસારવા, ગોમતીપુર, સરસપુર વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશઃ AMC કમિશનર



source https://www.iamgujarat.com/health-news/irrfan-khan-had-a-colon-infection-here-is-symptoms-and-care-549582/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?