સવારે ઊઠતાની સાથે જ કરો આ ત્રણ કામ, ચહેરો ખીલી ઉઠશે અને પાર્લરનો ખર્ચ બચી જશે

ઉનાળામાં રાખો સ્કિનનું ધ્યાન

સ્કિનકેરનું નામ સાંભળતા જ કેટલાક લોકો પરેશાન થઈ જાય છે. તેમને લાગે છે, આ કોઈ એવું કામ છે જેમાં વધારે સમય જોઈએ. પરંતુ જો તમે રોજ સિંપલ સ્કિન રૂટિનને ફોલો કરશો, તો આપોઆપ સ્કિનમાં અંતર જોવા મળશે. જો તમે નેચરલી તમારી સ્કિન ચમકદાર બને તેમ ઈચ્છતા હો તો રોજ સવારે ઉઠીને આ ત્રણ કામ કરજો…

ઠંડા પાણીથી ચહેરો વોશ કરો

સૌથી સરળ કામ જે તમે સવારે ઊઠ્યા બાદ કરી શકો છો, તે છે તમારો ચહેરો ઠંડા પાણીથી વોશ કરો. જો તમે બહાર ન જતા હો તો પણ ચહેરો સાફ કરવો જરૂરી છે. ચહેરો ધોવાથી સ્કિન પર રહેલું તેલ સાફ થઈ જાય છે. નાહતી વખતે સાબુનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો.

મુલ્તાની માટીનું ફેસપેક

મુલતાની માટી સ્કિન માટે સારી માનવામાં આવે છે. તેનાથી ચહેરો સાફ થઈ જાય છે. સલાહ આપવામાં આવે છે કે, પહેલા પોતાનો ચહેરો સાફ કરી લો અને બાદમાં નેચરલ ફેસપેકને લગાવો. મુલતાની માટી ચહેરા પરની ગંદકી અને ધૂળને દૂર કરશે. સારા પરિણામ માટે તમે તેમાં થોડું મધ ઉમેરી શકો છો.

ગ્લિસરીન

ગ્લિસરીન, સ્કિનને પૂરી રીતે હાઈડ્રેટેડ રાખે છે. એક બાઉલમાં થોડું ગુલાબળજળ, લીંબૂનો રસ ઉમેરીને તેમાં ગ્લિસરીન એડ કરી પેસ્ટ બનાવી શકો છો. ચહેરો ધોયા બાદ અને ફેસ પેક લગાવ્યા બાદ આ ગ્લિસરીન લગાવી શકો છો. જો ચહેરા પર ખીલ હોય તો તેનો નિયમિત ઉપયોગ કરો.



source https://www.iamgujarat.com/health-news/3-ways-to-get-bright-glowing-skin-naturally-in-morning-554071/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?