ડાઘ-ધબ્બાને દૂર કરી ચહેરાને ગોરો બનાવશે આ ઉપચાર, તમે પણ એક વખત ટ્રાય કરી જુઓ

ગોરી સ્કિન જોઈએ છે?

સમોસા, કચોરી તેમજ ભટૂરા બનાવવા માટે મેદાનો ઉપયોગ કરવામા આવે છે. પરંતુ શું તમે જાણો છે કે મેદો તમારી સ્કિન પર નિખારી શકે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ મેદો ખીલના ડાઘ અને ટેનિંગને દૂર કરીને સ્કિનને ચમકદાર અને ગોરી બનાવે છે.

આ ફેસ પેક અપાવશે ફાયદો

આપણે સૌ જાણીએ છીએ કે, મેદાથી બનેલી વસ્તુ ખાવાથી તે જલ્દી પચતી નથી પરંતુ તેની સ્કિન પર કોઈ આડઅસર નહીં થાય. તમારી સ્કિન પર કરચલી, ડાઘ-ધબ્બા અને સનબર્ન છે, તો તેને દૂર કરવામાં મેદો મદદ કરી શકે છે. મેદાનું ફેસપેક બનાવવાની રીત જાણી લો…

ફેસ પેક બનાવવાની સામગ્રી

1 ચમચી મેદો
1 ચમચી ટામેટાનો રસ
1 ચમચી દહીં
1 ચમચી મિલ્ક પાઉડર
1/2 ચમચી મધ

બનાવવાની રીત

એક બાઉલમાં દહીં લો. તેમાં મિલ્ક પાઉડર અને ટામેટાનો રસ મિક્સ કરો. તેમાં હવે મેદો અને મધ ઉમેરો. આ તમામ વસ્તુને યોગ્ય રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે ફેસ પેક. આ ફેસ પેકને સ્કિન પર વ્યવસ્થિત રીતે લગાવીને સૂકાવા દો. તે સૂકાઈ જાય એટલે પાણીથી ચહેરો વોશ કરી લો.

ફેસ પેકના અન્ય લાભ

મેદો સ્કિન પર જમા થયેલા ડેડ સ્કિન સેલ્સને બહાર કરે છે. જેનાથી સ્કિન પોર્સ સારી રીતે સાફ થઈ જાય છે. તે અંદર જઈને પોર્સની સફાઈ કરે છે. આ પેકના નિયમિત ઉપયોગથી તમારી સ્કિન પરની કરચલીઓ દૂર થશે. જો તમારી સ્કિન ઓઈલી છે તો તેમાં એલોવેરા અથવા લીંબૂનો રસ મિક્સ કરો. અઠવાડિયામાં બેવાર આ પેક લગાવવાથી તમારી સ્કિન પર નિખાર આવશે. ડાઘ-ધબ્બા દૂર થશે.

નોંધઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલી ટિપ્સ માહિતી માટે છે. જો તમને સ્કિનને લગતી સમસ્યા હોય કે પછી એલર્જી હોય તો ઉપચાર અજમાવતા પહેલા સ્કિનના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી

 



source https://www.iamgujarat.com/health-news/home-remedy-make-facepack-from-maida-flour-your-skin-become-fair-556558/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?