ગરમીમાં ખાઓ આ ફૂડ, કોરોના વાયરસ રહેશે દૂર

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા ફૂડ

કોરોના વાયરસ રહેશે દૂર

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસ વિશેની લોકોને જાણકારી મળતા જ ડર ફેલાઈ ગયો હતો. તે સમયે શિયાળો હતો પણ હવે ઉનાળામાં જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે આપણે તે ચીજવસ્તુઓ જમવી જોઈએ કે જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. રોગપ્રતિકારક શક્તિ જેટલી વધારે હશે તેટલો જ કોરોના વાયરસ દૂર રહેશે. તો ચાલો જાણીએ કે ગરમીમાં કઈ ચીજવસ્તુઓ ખાશો તો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

ગરમીમાં ખાઓ દહીં

NBT
કોરોના વાયરસ રહેશે દૂર

ગરમીની સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દહીં ખાવું જોઈએ. દરરોજ ઓછામાં ઓછો એક કપ દહીં ખાવું જોઈએ. તમે રોટલી અથવા તો ભાત સાથે દહીં જમી શકો છો. સાંજે દહીં અને રાયતું ખાવું જોઈએ નહીં.

કેળા ખાવાથી થશે ફાયદો

NBT
કોરોના વાયરસ રહેશે દૂર

કેળામાં રહેલા તમામ તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કેળામાં આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે. કેળા ખાવાથી ફેફ્સામાં ઓક્સિજનમાં વધારો થાય છે. કોરોના વાયરસના કારણે શ્વસનતંત્ર પર થતી અસર સામે લડવા માટે કેળા ખાવા જરૂરી છે.

છાશ પીવાની સિઝન

NBT
કોરોના વાયરસ રહેશે દૂર

છાશ પીવાથી લૂ લાગતી નથી અને પાચનતંત્ર વ્યવસ્થિત રીતે કામ કરે છે. બપોરે છાશ પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી. ભોજન બાદ છાશ પીવી જોઈએ, તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

તુલસી અમે મધની ચા

NBT
કોરોના વાયરસ રહેશે દૂર

તુલસીમાં બીમારીઓ સામે લડવાની ક્ષમતા હોય છે અને સોજા પર નિયંત્રણ આવે છે. તમે ગરમીમાં બપોરે તુલસી અને મધ મિક્સ કરીને તેની ચા પી શકો છો. આ પ્રકારની ચા પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

આવી રીતે બનાવો તુલસીની ચા

NBT
કોરોના વાયરસ રહેશે દૂર

તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં તુલસીના 4થી 5 પાંદડા અને ચા પત્તી સહિત કાળા મરી મિક્સ કરી ઉમેરો. આ ઉકળી જાય પછી તે થોડી મિનિટ રહેવા દો. તે ઠંડું થાય એટલે તેમાં મધ ઉમેરો. આ ચા પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.



source https://www.iamgujarat.com/health-news/immunity-boosting-foods-to-fight-coronavirus-554500/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?