કોરોનાથી પણ વધારે ખતરનાક છે આ બીમારીઓ, રોજ થાય છે હજારોના મોત

નવી દિલ્હીઃ હાલ કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં મહામારી ફેલાઈ છે. દુનિયાભરમાં 47 લાખ કરતા પણ વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં 3.14 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. તો ભારતમાં પણ કોરોનાના કારણે આશરે 96 હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને આશરે 3 હજાર લોકોના મોત થયા છે. એવું લાગી રહ્યું છે કે કાલે ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ 1 લાખ લોકો સુધી પહોંચી જશે. જેથી લોકો ખૂબ જ ડરેલા છે, જોકે, આ સૌથી ઘાતક અને ખતરનાક બીમારી નથી જેના કારણે વધારે લોકો મરી રહ્યાં હોય.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કાર્ડિયોવસ્કુલર ડિસીઝથી રોજ મરે છે સૌથી વધારે લોકો
રોજ કોરોના વાયરસથી થતી મોતના ન્યૂઝ જોઈને ભલે તમને એવું લાગતું હોય કે આ અત્યાર સુધીની સૌથી વધારે ખતરનાક બીમારી છે. પરંતુ હૃદય અને લોહીની નસ સાથે જોડાયેલી બીમારીઓ એટલે કે કાર્ડિયોવસ્કુલર ડિસીઝ (Cardiovascular disease) કોરોના કરતા પણ વધુ ખતરનાક છે. World in Dataના આંકડાઓ અનુસાર દુનિયાભરમાં 2017માં રોજ કાર્ડિયોવસ્કુલર ડિસીઝ (CVD)ના કારણે આશરે 48,700 લોકોના મોત થયા છે. કેન્સરથી મરનારની સંખ્યા પણ કોરોના કરતા વધારે છે. જેથી રોજ આશરે 26,181 લોકો મરે છે.

ખતરનાક છે કોરોના
કોવિડ-19થી થતા મોતનો આંકડો ભલે સૌથી વધારે ન હોય પરંતુ આ મલેરિયા, પાર્કિન્સન, આતંકવાદ અથવા અન્ય કોઈ કુદરતી મોત કરતા સૌથી વધારે છે. કોરોનાની સૌથી ઘાતક વાત એ છે કે તે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ જ વાત કોરોનાને સૌથી વધુ ઘાતક બનાવી રહ્યું છે.

કાર્ડિયોવસ્કુલર ડિસિઝ 48,742
કેન્સર 26,181
શ્વાસની બીમારીઓ 10,724
ડિમેન્શિયા 6,889
પાચનતંત્રની બીમારીઓ 6,514
ડાયાબિટીસ 3,753
લીવરની બીમારીઓ 3,624
કિડનીની બીમારીઓ 3,370
પાર્કિન્સનની બીમારી 933
દારુનું વધારે સેવન 507
ડ્રગ્સનું વધારે સેવન 456

રોજ 2,205 લોકોના મોત
કોરોના વાયરસથી 31 ડિસેમ્બર 2019થી 15મે 2020 વચ્ચે રોજ એવરેજ 2,205 લોકોના મોત થયા છે. 11 માર્ચે (જ્યારે કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી)થી 15 મે સુધી રોજ એવરેજ 4,517 લોકોના મોત થયા અને 13 એપ્રિલથી 19 એપ્રિલ વચ્ચે રોજ એવરેજ 7504 મોત થયાં છે.

ફેલાતી આનુવંશિક બીમારીઓ

લોવર રેસ્પિરેટરી ઈન્ફેક્શન 7,010
નિયોનિટલ ડિસઓર્ડર 4,887
ડાયરહોઈલ બીમારી 4,300
ટ્યૂબરક્યુલોસિસ 3,243
એઈડ્સ 2,615
મેલેરિયા 1,698
મેનિનજિટિસ 789
પોષણની ઉણપ 740
પ્રોટીન એનર્જી માલન્યૂટ્રિશન 635
મેટરનલ ડિસઓર્ડર 531
હેપેટાઈટિસ 346

અન્ય મોત

દુર્ઘટનાઓમાં મૃત્યુ પામનાર 3,406
આત્મહત્યા કરનાર 2,175
હોમીસાઈડ 1,111
ડૂબવાથી મોત 809
ઝઘડામાં મોત 355
આગમાં મોત 330
ઝેરથી મૃત્યુ 198
ગરમી અને ઠંડીથી મોત 146
આતંકવાદથી મોત 72
કુદરતી આપત્તિથી મોત 26


source https://www.iamgujarat.com/health-news/daily-deaths-globally-a-comparision-of-covid-19-with-other-diseases-554262/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?