ઉનાળામાં ઓઈલી સ્કિનની સમસ્યા વધી ગઈ છે? આ ફેસ માસ્ક અઠવાડિયામાં રિઝલ્ટ આપશે

ઉનાળામાં આ રીતે રાખો ઓઈલી સ્કિનની સંભાળ

ગરમીની ઋતુમાં સ્કિન સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. ખાસ કરીને જે લોકોની સ્કિન ઓઈલી છે તેમને વધુ તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ ગુલાબ જળ એવી વસ્તુ છે તમારા ચહેરા પરથી ડલનેસ, એક્ને અને સનબર્નના નિશાન દૂર કરશે. સાથે ઓઈલને કંટ્રોલ કરશે. ઓઈલી સ્કિનવાળાએ ગરમીમાં ગુલાબ જળનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. ગુલાબ જળ ટોનર તરીકે કામ કરે છે. તે પોર્સને અંદરથી સાફ કરે છે અને સ્કિનને પ્રાકૃતિક ચમક આપે છે. અહીં તમને એવા DIY ફેસ માસ્ક જણાવીશું જેને તમારે સ્કિન કેર રૂટિનમાં સામેલ કરવા જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ચંદન અને ગુલાબ જળનું ફેસ માસ્ક

ચંદન- 2 મોટી ચમચી
ગુલાબ જળ- 2 મોટી ચમચી

બનાવવાની રીત

ગુલાબ જળ અને ચંદનને મિક્સ કરીને ફેસ માસ્ક બનાવી લો. આ ફેસ માસ્કને 25 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. તમે ઈચ્છો તો ચંદનના બદલે મુલતાની માટી પણ વાપરી શકો છો. સર્વોત્તમ પરિણામ માટે અઠવાડિયામાં 2-3 વાર આ ફેસ માસ્ક લગાવવું જોઈએ. ઓઈલી સ્કિન ટાઈપ માટે સૌથી સારા ફેસ માસ્કમાંથી એક છે. તે ઓઈલ કંટ્રોલ કરીને ખીલ થતાં રોકે છે.

બેસન અને ગુલાબ જળ ફેસ માસ્ક

બેસન- 1 મોટી ચમચી
ગુલાબ જળ- 2 મોટી ચમચી

બનાવવાની રીત

1 ટીસ્પૂન બેસન અને 2 ટીસ્પૂન ગુલાબ જળ મિક્સ કરીને ફેસ માસ્ક તૈયાર કરી લો. ઓઈલી સ્કિન માટે ફાયદાકારક ફેસ માસ્ક છે.

ત્વચા નિખારશે મધ અને ગુલાબ જળ

મધ- 2 મોટી ચમચી
ગુલાબ જળ- 2 મોટી ચમચી

બનાવવાની રીત

મધમાં ત્વચાને કાંતિવાન બનાવવાના ગુણ રહેલા છે. તે પિગમેંટેશન, ડાઘ-ધબ્બા અને ટેનિંગ ઓછું કરે છે. ગુલાબ જળ અને મધ મિક્સ કરી લો. આ મિશ્રણને ચહેરા અને ગળા પર લગાવો. 15 મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. એક મહિના સુધી નિયમિત આ ઉપચાર કરવાથી ફરક દેખાશે.

લીંબુ અને ગુલાબ જળ ખીલ માટે

ગુલાબ જળ- 1 મોટી ચમચી
લીંબુનો રસ- 1 મોટી ચમચી

બનાવવાની રીત

તાજા લીંબુના રસમાં ગુલાબ જળ મિક્સ કરીને ખીલ પર લગાવો. 15 મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ખીલથી છુટકારો મળી શકે છે.



source https://www.iamgujarat.com/health-news/summer-skin-care-diy-face-masks-for-oily-skin-558349/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?