કપડાંના કબાટમાં એક કપ ચોખા મૂકો, આ સમસ્યાઓમાંથી છૂટકારો મળશે

ચોખામાંથી બનતી અલગ અલગ વાનગીઓ ટ્રાય કરી હશે. આ ઉપરાંત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચોખાના ઉપયોગ અને મોબાઈલમાંથી પાણી શોષી લેવા જેવી ટ્રિક્સ તો તમે જાણતા હશો. પરંતુ આજે ચોખાનો એક ગજબ ઉપાય તમને જણાવીશું. આ માટે તમારે ખાસ મહેનત નથી કરવાની માત્ર એક કપમાં ચોખા ભરો અને તેને કબાટમાં મૂકી દો. પછી જુઓ કમાલ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ભેજ શોષી લેશે

શિયાળામાં અને ચોમાસુની ઋતુમાં કપડાંમાં ભેજ આવે છે. તેમાં ફંગસ અને બેક્ટેરિયા થવાના ચાન્સ વધી જાય છે. જો આ કપડાં શરીરના સંપર્કમાં આવે તો સ્કીન સંબંધિત બીમારીઓ થઈ શકે છે. બની શકે કે આ સ્કીન ડિસીઝથી બચવા ઘણી દવાઓ પણ ખાવી પડે. આવું તમારી સાથે ના થાય માટે કબાટમાં કપડાં વચ્ચે એક વાટકી અથવા કપમાં ચોખા ભરીને રાખો. સફેદ કે બ્રાઉન કોઈપણ ચોખા રાખી શકો છો. આ ઉપાયથી કબાટમાં થતા ભેજને ચોખા શોષી લેશે. જેથી કપડાંમાં ફંગસ કે બેક્ટેરિયા થવાનું જોખમ નહીં રહે.

સુગંધ માટે

એક કપ કે વાટકીમાં ચોખા મૂકવાથી કબાટમાંથી દુર્ગંધ પણ દૂર થાય છે. ચોખામાં 6-7 ટીંપા એસેન્શિયલ ઓઈલ અથવા અત્તર નાખો. કપ કે વાટકીના ઉપરના ભાગે પાતળું કપડું અથવા રૂમાલ ઢાંકી દો અને નીકળી ના જાય માટે રબર બેન્ડ ચડાવી દો. આ કપને કપડાંની વચ્ચે અથવા કબાટની ખાલી જગ્યાએ મૂકી દો. ચોખામાં નાખેલા અત્તરની સ્મેલ કપડાંમાં આવશે. જ્યારે તમે કપડાં પહેરશો ત્યારે ફ્રેશ ફીલ કરશો. સાથે જ ચોમાસના સમયમાં કપડાંમાથી આવતી ભેજની વાસમાંથી પણ મુક્તિ મળશે. ખાસ વાત તો એ છે કે, આ ચોખા મહિના સુધી કામ કરશે તે પછી તમે ઈચ્છો તો કપડું હટાવીને તેમાં અત્તર અથવા એસેન્શિયલ ઓઈલના ટીંપા નાખી શકો છો.

યાદ રાખો

જો આ પદ્ધતિમાં તમે બ્રાઉન રાઈસનો ઉપયોગ કરતા હો તો તેને જલદી બદલવા પડશે. કારણકે આ ચોખા અન્ય વસ્તુના સંપર્કમાં આવવાથી જલદી ખરાબ થાય છે.



source https://www.iamgujarat.com/health-news/benefits-of-putting-rice-in-cupboard-562451/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?