ફિટ અને હેલ્ધી રહેવા માટે કેવી રીતે પીશો પાણી? મલાઈકા અરોરાએ જણાવ્યું

ફિટનેસ બાબતે સજાગ છે મલાઈકા

મલાઈકા અરોરા બોલિવુડના ફિટેસ્ટ સેલેબ્સમાંથી એક છે અને તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. એક્ટ્રેસ પોતાના ડાયેટ અને ફિટનેસ રૂટિનને ખૂબ જ ગંભીરતાથી લે છે, તેની ફ્લોલેસ સ્કિન અને બોડી આ વાતનો પુરાવો આપે છે. આટલી ઉંમરે પણ તે ઈન્ડસ્ટ્રીની યંગેસ્ટ સ્ટાર્સ કરતાં ફિટ લાગે છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના ફેન્સ સાથે ફૂડ પોસ્ટ શેર કરતી રહે છે. પરંતુ હાલમાં તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને પાણી પીવાની સાચી રીત જણાવી છે.

મલાઈકાનો મેસેજ

મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર એક મિનિટનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, ‘દરેક વ્યક્તિ જાણવા માગે છે કે કેવા પ્રકારનો ખોરાક લેવાથી ફિટ રહી શકાશે. કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ. હેલ્ધી અને ફિટ રહેવા માટે એક્સર્સાઈઝ કેટલી મહત્વની છે. હેલ્ધી રહેવા માટે કેટલું પાણી પીવું જોઈએ…શું તમને ખબર છે કે પાણી કેવી રીતે પીવું જોઈએ? આજે હું પાણી પીવા માટેની યોગ્ય રીત તમને જણાવીશ. જ્યારે તમે પાણી પીવો ત્યારે બેસીને પીવો. ઊભા રહીને પાણી પીવું નહીં. સાયન્સ પ્રમાણે, બેસીને તમે થોડું પાણી પણ પીશો તો તે તમારા બોડી માટે ખૂબ જ લાભદાયી રહેશે. તેનાથી તમારૂં બોડી હાઈડ્રેટ રહેશે. તેથી જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે બેસીને જ પીવો’.

ઊભા રહીને કેમ પાણી ન પીવું જોઈએ?

ઘરે આવતાની સાથે જ પહેલા પાણી પીવાની આપણને બધાને આદત હોય છે. આપણે તે વિચારતા પણ નથી કે આ સાચું છે કે ખોટું. સાયન્સ પ્રમાણે, જ્યારે તમે ઊભા રહીને પાણી પીવો છો ત્યારે તમારૂં બોડી ન્યૂટ્રિશન એબ્ઝોર્બ કરી શકતું નથી. આ સિવાય આમ કરવાથી તમને હેલ્થને લગતી કેટલીક સમસ્યા પણ થઈ શકે છે. તેથી, યોગ્ય રીતે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આયુર્વેદ પણ બેસીને પાણી પીવાનું કહે છે.

ફાયદા

જ્યારે તમે ઊભા રહીને પાણી પીવો છો ત્યારે તે બોડીના તમામ ઓર્ગન સુધી પહોંચતું નથી. જેને કારણે કિડનીને લગતી તકલીફ થઈ શકે છે. તેથી હંમેશા બેસો અને શાંતિથી પાણી પીવો.



source https://www.iamgujarat.com/health-news/malaika-arora-shares-the-correct-way-to-drink-water-563382/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?