બાળકને તાવ આવે ત્યારે તેને આટલું જરૂરથી ખવડાવજો, તે જલ્દી ઠીક થઈ જશે

બાળકને તાવ આવે ત્યારે…

બાળકોનો તાવ ઠીક કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે હેલ્ધી ખોરાક, જે શરીરને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તાવની સાથે ભૂખ પણ ઓછી લાગે છે. તાવ આવવા પર તમારું બાળક કંઈક પણ ખાવાની ના પાડી તો તેને તેની મનપસંદ વસ્તુ ખવડાવો, જે પૌષ્ટિક હોવી જરૂરી છે.

આ દરમિયાન બાળકને મા અથવા બોટલના દૂધની જરૂર પણ પડે છે. બ્રેસ્ટફીડિંગથી બાળકને તમામ જરૂરી પોષક તત્વ મળે છે. બીમારી સામે લડવા માટે તાવ આવવા પર 6થી 12 વર્ષના બાળકને શું ખવડાવવું જોઈએ. તેના વિશે જાણી લો.

દાળની ખીચડી

ખીચડીથી બીમારી સામે લડવામાં શરીરને મદદ મળશે. તે પ્રોટીન યુક્ત હોય છે અને સરળતાથી પચી જાય છે. તેમાં કોઈ મસાલા ન નાખવા. બાળકોને સાદી અને ગરમ ખીચડી ખવડાવો.

સૂપ

પોષણ માટે બાળકને એક કપ ગરમ સૂપ પીવડાવો. તે પેટ માટે હળવો રહેશે અને સરળતાથી બની પણ જાય છે. સૂપમાં જરૂરી વિટામિન હોય છે.

દલિયા

દલિયા પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જે ખાવાથી બાળકને એનર્જી મળે છે. દલિયામાં ચપટી હળદર પણ ઉમેરવી, જેનાથી ઈમ્યુનિટી વધશે. બાળકો જ નહીં મોટી ઉંમરના લોકો માટે પણ દલિયા લાભદાયી છે. દલિયામાં ફોસ્ફરસ, મેગ્નિશિયમ અને આયર્ન હોય છે.

શાકભાજી અને ફળોની પ્યૂરી

બાળક બીમાર પડે ત્યારે તેને ફળ અને શાકભાજીની પ્યૂરી આપવી જોોઈએ. તમારા બાળકને જે શાકભાજી કે ફ્રૂટ પસંદ હોય તેની પ્યૂરી બનાવવી.

બ્રેસ્ટ ફીડિંગ

ક્યારેક-ક્યારેક બાળકને કોઈ આહારની સરખામણીમાં માત્ર માના દૂધની જરૂર પડે છે. માતાના દૂધમાંથી વધારે પોષણ મળે છે અને તાવમાં બાળકને હાઈડ્રેટ રાખે છે. માતાના દૂધમાં એન્ટીબોડીઝ હોય છે, જે બાળકની ઈમ્યુનિટી વધારીને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.

આદુ અને અજમો

આદુમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે. જે છાતીમાં ભરાયેલા કફને સાફ કરે છે. એક કપ પાણીમાં થોડી મિનિટ સુધી ક્રશ કરેલું આદુ નાખીને ઉકાળો. તે થોડું ઠંડુ થાય એટલે ગાળીને બાળકને આપો.

– એક કપ પાણીમાં થોડો અજમો આખી રાત માટે પલાળીને મૂકો. તમે ઈચ્છો તો પાણીને ઉકાળી પણ શકો છો.



source https://www.iamgujarat.com/health-news/what-foods-to-give-babies-and-toddlers-during-fever-565599/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?