આ સમયમાં હેલ્ધી રહેવા માટે કીવી જ્યુસ ફાયદાકારક પણ આ રીતે પીશો તો જ

કોરોન સમયમાં ખૂબ હેલ્ધી છે આ ફ્રુટ


વરસાદન સીઝનમાં અનેક લોગોને અલગ અલગ બીમારીનો સામનો કરવો પડે છે. પોતાના આરોગ્યનું ધ્યાન રાખવા માટે લોકો જુદી જુદી અનેક પદ્ધતીઓ અપનાવતા હોય છે. વરસાદની સીઝનમાં એક ફ્રુટ કીવી ખાવાની સલાહ તો ડોક્ટર પણ આપતા હોય છે કેમ કે આ ફ્રુટમાં પ્લેટલેટ્સ વધારવાના ગુણ હોય છે. જ્યારે આ સીઝનમાં ડેંગ્યુના કેસ ખૂબ વધી જતા હોય છે. તેમાં પણ કીવીનું સેવન જ્યુસના સ્વરુપે કરવામાં આવે તો તે આરોગ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. કીવીના જ્યુસથી નીચેના ફાયદા થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અસ્થમાના જોખમને ઓછું કરે છે

કીવી ફળનું સેવન જો જ્યુસ સ્વરુપે કરવામાં આવે તો અસ્થમાના દર્દીને તેનો ખૂબ જ ફાયદો થાય છે. એવું માનવામાં આવે છે કે અસ્થમા દરમિયાન શ્વસન તંત્રને યોગ્યરુપે કાર્ય કરવા માટે કીવીમાં રહેલા ગુણ ફાયદો પહોંચાડે છે.

પાચનતંત્રને મજબૂત બનાવે છે

વરસાદની સીઝનમાં પાચન તંત્ર મંદ પડી જતું હોવાથી તેને લગતી સમસ્યાઓ રહે છે. તેવામાં આ જ્યુસ પાચન તંત્રને ખૂબ મજબૂત બનાવે છે. કીવીમાં રહેલી ફાઇબરની માત્રા પાચનને યોગ્ય કરે છે અને પેટ સાથે જોડાયેલ અનેક પ્રકારની સમસ્યાથી બચાવે છે.

રોગપ્રતિકાર શક્તિ વધારે છે

રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરીને અનેક પ્રકારની ગંભીર બીમારીથી બચાવે છે. ખાસ કરીને કોરોના વાયરસના આ સમયમાં રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરુરી છે. કીવી ફળનું જ્યુસ ઇમ્યુન સેલ્સને મેઇન્ટેન રાખે છે. જેના કારણે ઇમ્યુનિટી મજબૂત બની રહે છે.

બ્લડ પ્રેશરને સંતુલિત કરે

બ્લડ પ્રેશરને સંતુલિત રાખવા માટે પણ કીવી ફળનું જ્યુશ ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં કીવીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા હોય છે. જે હાઈ બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.

આંખોની સારી દેખભાળ

કોરોનાના કારણે આજકાલ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આવા લોકો માટે કીવીનું જ્યુસ ફાયદાકારક છે. આ દરમિયાન લોકોને કોમ્પ્યુટર સ્ક્રિન અથવા લેપટોપ સામે સતત બેસી રહેવું પડતું હોય છે જેના કારણે આંખો પર વધુ દબાણ આવે છે. એક વૈજ્ઞાનિક અધ્યયન અનુસાર કીવી ફળ અથવા તેના જ્યુસનું સેવન કરવાથી વિઝન લોસની સમસ્યાથી બચી શકાય છે.

આ જ્યુસને આ રીતે બનાવો

કીવીનું એક ગ્લાસ જ્યુસ તૈયાર કરવા માટે તમને એક કીવીની જરુર પડશે. કીવીને પાણીથી સરખી રીતે ધોઈ લો. તેના ઉપરના ભાગને સરખી રીતે ધોયા બાદ નાના-નાના ટુકડા કરી દો. હવે તેને જ્યુસરમાં નાખીને બે કપ પાણી નાખી ગ્રાઇન્ડ કરો. 5 મિનિટ સુધી ગ્રાઇન્ડ કરો જેથી સરખું એકરસ થઈ જાય. હવે રસને ગ્લાસમાં કાઢીને તેમાં થોડું મીઠું નાખી પીઓ.



source https://www.iamgujarat.com/health-news/glass-of-kiwi-juice-is-very-healthy-in-corona-time-576872/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?